વિશ્વની સૌથી મોટી વસ્તી ગણતરી શરૂ !!!
વસ્તી વધારા સામે સતર્ક ચીન સરકારે અગાઉ એક પરિવાર એક બાળકની નીતિ અપનાવી ત્યારે વૃદ્ધ વસ્તી વધારો અને યુવાનોમાં ઘટાડો થતાં બીજા બાળકોની છુટ આપવાની ફરજ પડી’તી
વિશ્વની સૌથી મોટી વસ્તી ધરાવતા ચીનમાં ઐતિહાસિક વસ્તી ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ૧૩૭ કરોડ ચીની નાગરિકની ખરી વસ્તીનો આંકડો મેળવવા માટેની આ કવાયત પૂર્વે ૧૦ વર્ષ પહેલા ચીનની વસ્તી ગણવામાં આવી હતી. હવે ફરીથી દરેક ઘરના દરવાજે ફરી-ફરીને ચોક્કસાઈપૂર્વક ૭મી વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે. ઔદ્યોગીક અને રાજદ્વારીક રીતે વિશ્વભરમાં અવ્વલ ક્રમનો ડંકો વગાડ્યા રાખવા માટે ચીન સૌથી વધુ જાગૃત રાષ્ટ્ર તરીકે જાણીતું છે. ચીનમાં વધતી જતી વસ્તીને કાબુમાં લેવા માટે કુટુંબ નિયોજનના કડક નિયમોની અમલવારી કરવામાં આવે છે. અગાઉ ચીને વસ્તી નિયંત્રણમાં રાખવા માટે દાયકાઓ પહેલા એક પરિવાર એક બાળકની નીતિનો અમલ કરાવ્યો હતો. પરંતુ ચીન સામે એક બાળકનું આ સુત્ર સામાજીક ધોરણે પડકારરૂપ બનીને સામે આવ્યું હતું અને ચીનમાં વૃદ્ધોની સંખ્યા રોકેટ ગતિએ વધી જવા પામી અને યુવા તથા બાળકોની વસ્તીમાં ભારે ઘટાડો થતાં ૨૦૧૬માં સરકારે એક પરિવાર એક બાળકની નીતિમાં ફેરફાર કરીને પરિવાર નિયોજનમાં છુટ આપીને બીજા બાળકની પરવાનગી આપવાની ફરજ પડી હતી.
૧૩૭ કરોડ ચીની નાગરિકોની વસ્તી માટે શરૂ થયેલી વસ્તી ગણતરી માટે રાષ્ટ્રીય વિકાસ અને સુધારા પરિષદના નાયબ અધ્યક્ષ નિંગ જીંજેની દેખરેખ હેઠળ વિશ્ર્વની સૌથી મોટી વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે. આ વસ્તી ગણતરીમાં દરેક નાગરિકના નામ, આધાર નંબર, જાતિ, લગ્ન સ્થિતિ, અભ્યાસ, વ્યવસાયની વિગતો સાથે ચીનના નાગરિકોની વસ્તી ગણતરી થશે તેમ સરકારી સમાચાર સંસ્થા જીન હુઆયે જણાવ્યું હતું.ચીનમાં અગાુ ૧૯૯૦ના દાયકામાં વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ત્યારે વયસ્ક નાગરિકોની વધેલી વસ્તી અને યુવાપેઢીમાં ઘટાડો સરકારને ધ્યાને આવ્યો હતો. ગયા વર્ષે માર્ચ મહિનામાં ચીનના લી કેકીયાંકે જણાવ્યું હતું કે, ચીનના ૬૦ વર્ષથી વધુ વયના નાગરિકોની વસ્તી ૪૩ કરોડે પહોંચી છે અને ૬ વર્ષ પછી આ વસ્તી ૧૦૦ કરોડે આંબી હતી. જેના કારણે વૃદ્ધોની સારવાર, આરોગ્ય સુવિધા જાળવવાની સમસ્યા ઉભી થઈ હતી. ત્યારબાદ સરકારે દાયકાઓ જૂના એક પરિવાર એક બાળકની નીતિમાં ફેરફાર કરીને પરિવારને બીજા બાળકની અનુમતી આપી હતી. વિશ્વની સૌથી મોટી વસ્તીના પરીણામો બાદ સાચી ખબર પડશે કે ચીનાની વસ્તી કયાં પહોંચી છે.