પહેલા આર્ટસ, કોમર્સ અને વિજ્ઞાન હતું તે આજે વિજ્ઞાન, કોમર્સ અને આર્ટસ થઇ ગયું, જીવનમાં વિવિધ કલાના રંગોનું મહત્વ છે તેમ શિક્ષણમાં આર્ટનું મહત્વ છે, ભણતર પણ ગણતર સાથે હોવું જરૂરી
શિક્ષણમાં બાળકનાં સંર્વાગી વિકાસનું ઘણું મહત્વ છે ખાલી પરીક્ષામાં 99 ટકા આવી ગયા એટલે હોંશિયાર નથી થઇ જવાતું, શિક્ષણ ઉપરાંત વિવિધ કલામાં નિપુણતા મેળવીએ એજ સાચો વિકાસ છે. વિજ્ઞાન, ગણિતમાં ભલે થોડા ઓછા માર્ક આવે પણ જો બીજી કલા હસ્તગત કરી હશે તો તે વિદ્યાર્થી જીવન યાત્રામાં પાછો ન પડે, જુની પઘ્ધતિમાં આર્ટસ, કોમર્સ અને વિજ્ઞાન હતું આજે તે વિકસતા દેશમાં
વિજ્ઞાન, વાણિજયને કલા થયું, કલા કયારેય અંતિમ હોય જ ના શકે, તે જીવન જીવવાનો આનંદ નિજાનંદ છે જે હમેંશા પ્રથમ જ હોવો જોઇએ, ભણતર પણ ગણતર સાથેનું હોવું જોઇએ, સારૂ બોલી શકે, કલ્પનાથી લખી શકે કે સારૂ ગાઇ વગાડી શકે તે કલાનો જીવન સૃાથે જોડતો સંર્વાગી વિકાસનો એક રસ્તો જ છે. કલા અને સાહિત્યએ બન્ને એકબીજાથી અલગ છે. વિદ્યાર્થીના જીવનમાં કલા તો જગત છે, એટલે કલા જગત કહેવાય છે.
કલા (આર્ટસ) શિક્ષણ બાળકના ભવિષ્ય અને સમાજ સુખાકારી માટે પણ આવશ્યક છે. સંગીત, ચિત્ર, રમતગમત કે તેના જેવી વિવિધ આનુસાંગિક પ્રવૃતિ પ્રોજેકટને આપણે કલા કહીએ છીએ પણ ના…. કલાનું તો વિશ્ર્વ છે તે પૈકી જેટલું બાળક પી શકે તેટલો તેનો સંર્વાગી વિકાસ ઝડપી થાય , કલા વગર ખાલી શિક્ષણથી બાળકોનો સંર્વાગી વિકાસ શકય જ નથી. કલા શબ્દ એટલો વિશાળ છે કે તેની વ્યાખ્યા કરવી શકય નથી. ગમે તેવી વ્યાખ્યા કરો તો તે એક પક્ષને તો સ્પર્શીને જ રહે છે. ભારતીય પરંપરા અનુસાર કલા એવી બધી પ્રક્રિયાઓને કહેવાય જેમાં કૌશલ્યોનો વિકાસ થતો હોય, લાઇફ સ્કીલનું શિક્ષણમાં બહુ જ મહત્વ છે. દા.ત. સાવનાનું બાળક પેન્સિલ પકડતી વખતે તેના આંગળાઓની વિવિધ સ્કીલ ધીમે ધીમે વિકસાવે છે. કલા હસ્તગત થયા બાદ તે ખુબ જ ઝડપથીને સારા અક્ષરો સાથે ચિત્રો પણ બનાવે છે. કલાના શિક્ષણમાં તમારી બધી કલ્પનાઓ કામે લાગતા મગજનો વિકાસ થાય છે.
કલાનો શબ્દ પ્રયોગ કદાચ સૌથી પહેલો ભારતનાં નાટય શાસ્ત્રમાં જ થયો હોય એમ મળી આવે છે. બાદમાં વાત્સ્યાયન અને ઉશનસ જેવા ઋષિઓએ ક્રમશ: પોતાના ગ્રંથ કામ સૂત્ર તેમજ શુક્રનીતિમાં કલાનું વર્ણન કર્યુ હતું. પછી તો જેની ગ્રંથ પ્રબંધકારો, કલા વિલાસ, લલિત વિસ્તર જેવા અનેક ગ્રંથોમાં કલાનું વર્ણન જોવા મળે છે. મોટાભાગના ગ્રંથોમાં કલાઓની સંખ્યા 64 દર્શાવાય છે, પણ પ્રબંધકારો જોવા ગ્રંથોમાં 7ર કલાઓની યાદી જોવા મળે છે. તો લલિત વિસ્તરમાં 86 કલાઓના નામ ગણાવ્યા છે. કાશ્મીર પંડિત ક્ષેમેંદ્રે પોતાના ગ્રંથમાં સૌથી વધુ કલાઓનો ઉલ્લેખ કર્યો છે.
વિવિધ કલાઓમાં 64 જનપયોગી, 3ર ધર્મ, અર્થ, કામ, મોક્ષ સંબંધી, 3ર માત્સર્ય શીલ, પ્રભાવમાન સંબંધી, 64 સ્વચ્છ કારિતા સંબંધી, 64 વેશ્યાઓ સંબંધી, 10 ભેષજ, 16 કાયસ્થ તથા 100 સાર કલાઓની નોંધ જોવા મળે છે. સૌથી અધિક પ્રમાણિક સુચિ ‘કામસૂત્ર’ માઁ જોવા મળે છે. યુરોપિયન સાહિત્યમાં પણ કલા શબ્દનો પ્રયોગ શારીરિક કે માનસિક કૌશલ્ય માટે જ વધુ થયેલો જોવા મળે છે. ત્યાં આગળ પ્રકૃતિ અને કલાનું કાર્ય ભિન્ન છે.
કલાનો અર્થ છે રચના કરવી જે કૃત્રિમ હોય, પ્રાકૃતિક સૃષ્ટિ અને કલા બન્ને ભિન્ન છે. કલા મનુષ્ય કરે ને કુદરત પણ કલા અને વિજ્ઞાન વચ્ચે પણ અંતર છે. જીવન ઉર્જાનો મહાસાગર છે જયારે અંતર ચેતના જાગૃત થાય ત્યારે ઉર્જા જીવનને કલાના રૂપમાં ઉપસાવે છે. કલાજીવનને ‘સત્યય શિવમ સુન્દરમ’ થી સમન્વિત કરે છે. જેના દ્વારા જ બુઘ્ધી આત્માનું સ્વરૂપ ઝળકે છે.
રવિન્દ્રનાથ ઠાકુર કહે છે કે ‘કલામાં મનુષ્ય પોતાના ભાવોની અભિવ્યકિત કરે છે’ તો પ્લેટો કહે છે કે ‘કલા સત્યની અનુકૃતિ છે’ ટોલ્સટોયના શબ્દોમાં ‘આપણા ભાવોની ક્રિયા, રેખા, રંગ, ઘ્વનિ કે શબ્દ દ્વારા એવી રીતે અભિવ્યકિત કરો કે, એને, જોવામાં અને સાંભળવામાં પણ એ જ પ્રગટ થાય એ જ કલા કહેવાય, સંગીત કલા મનને સૌથી નિજાનંદ આપણી કલા છે’
“સંગીત હે શકિત ઇશ્ર્વર કી,હર સુર મેં બસે હેં રામ,
રાગી તો ગાયે રાગિની,રોગી કો મિલે આરામ”
અંજન્તાની ગુયાઓના ચિત્રો કલાકૃતિ કલાના અદભુત નમુના છે. ભારતીય કલાનો ઇતિહાસ, ભિંત ચિત્રોથી શરુ થયો હતો. કલાઓની યાદીઓ સાથે બહુ ઓછી કલાનો સંબંધ લલિત કલા કે ફાઇન આર્ટસ સાથે જોવા મળે છે. લલિત કલામાં ચિત્રકલામાં ચિત્રકલા, મૂર્તિકલા આદિને તેના સૌદર્યશાસ્ત્ર સાથે સંબંધિત છે. નવી શિક્ષણ નિતિ-2020માં સ્કીલ બેઇઝ એજયુકેશન સાથે વિવિધ કલા પરત્વે પણ શિક્ષણ સાથે સાંકળીને નવા રંગરૂપ સાથે જયારે અમલ થશે ત્યારે છાત્રો વિવિધ કલાના રંગે ભણતા ભણતા રંગાઇ જશે.
શિક્ષણ સંકુલોએ પ્રારંભથી જ શિક્ષણ સાથે વિવિધ કલાનો સમન્વય કરીને છાત્રોને શિક્ષણ આપવું જોઇએ, શિક્ષક કલા રસિક કે ચિત્ર પઘ્ધતિ વિગેરે એક કલાનો ભાગ છે. કવિતા ગાન પણ એક ગાયન કલા છે જેમાં બાળકોને સુર, તાલ, લય, આરોહ, અવરોહ, રાગ, ભાવ જેવી ઘણી કલાઓ સાથે વિવિધ ગુણોનું સિંચન થાય છે. શિક્ષણ કલા વગર રસમય કયારેય ન બની શકે કારણ કે બાળકને શિક્ષા આપવી એ પણ એક કલા જ છે. સહ અભ્યાસિક તમામ પ્રવૃતિના મુળમાં કલા સમાયેલી છે. બોડી લેંન્ગવેજ પણ વાકચાતુર્થની કલા છે. છાત્ર ખોટું પણ બોલે ને સાચા જેવો અભિનય કરે ત્યારે તેનામાં કલાના ગુણો વિકસી રહ્યા છે એવું માની શકાય, બાળકને જયારે તમે વસ્તુ કે ચિત્ર જોઇને બોલવાનું કહો છો ત્યારે તેની વિચારવાની શબ્દો ગોઠવણ અનુભવો જેવી તમામ કલાઓ સાથે મૌખિક અભિવ્યકિત ખીલે છે. જે આખરે તો કલા જ છે.
“શિક્ષણમાં જયારે કલા ભળે ત્યારે કલામય શિક્ષણ બને, અને જીવન કલા નિખરી ઉઠે છે”