તમને ચોક્કસપણે યાદ હશે કે તમારા ઘરના વડીલો  કેવી રીતે વહેલી સવારે ઊઠે છે અને થોડી ગરમ કોફી અથવા ચા પીતાં વખતે અખબારો વાંચે છે. તેઓ માટે અખબારો વાચવું એ રોજીંદી પ્રતિક્રિયા જેવુ છે. અખબારો આપણા રોજિંદા જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે અખબારો આપણને વિશ્વભરની માહિતી પ્રદાન કરે છે. અખબારો આપણને હવામાન, ગુનાઓ, રાજકારણ, રમતગમત, મનોરંજનથી લઈને નવીનતમ શોધો સુધીની, વિજ્ઞાયુગ અને તકનીકીમાં સંશોધનની આસપાસની દરેક બાબતો વિશે જણાવે છે.

ત્યારે આજના યુગમાં ડિજિટલ મીડિયા એ અખબારોની બરોબર ટક્કર આપે છે. ડિજિટલ મીડિયા  એટલે ડિજિટાઇઝ્ડ સામગ્રી કે જે ઇન્ટરનેટ અથવા કમ્પ્યુટર નેટવર્ક પર પ્રસારિત કરી શકાય છે. આમાં ટેક્સ્ટ, ઓડિઓ, વિડિઓ અને ગ્રાફિક્સ શામેલ હોય છે. આનો અર્થ એ કે કોઈ ટીવી નેટવર્ક, અખબાર, મેગેઝિન, વગેરેના સમાચાર કે જે વેબ સાઇટ અથવા બ્લોગ પર પ્રસ્તુત થાય છે અને તેના થકી મેળવી શકાય છે.

સોશિયલ મીડિયા એ  ડિજિટલ મીડિયાનો એક અંગ છે આ સમુદાય-આધારિત ઇનપુટ, ક્રિયાપ્રતિક્રિયા, સામગ્રી વહેંચણી અને સહયોગને સમર્પિત સમુદાય સંદેશાવ્યવહાર ચેનલોનો સામૂહિક છે.સોશિયલ મીડિયાનો ઉપયોગ વ્યક્તિઓ દ્વારા મિત્રો સાથે સંપર્કમાં રાખવા માટે જ થતો નથી, પરંતુ બ્રાન્ડ દ્વારા તેમના પ્રેક્ષકો સાથે વાતચીત કરવાના અસરકારક માધ્યમ તરીકે પણ તે જાણીતું છે.

જો કે હાલના ભારતના વાચક સર્વે (આઈઆરએસ)ના આંકડા દર્શાવે છે કે બે વર્ષમાં એટલે કે  ૨૦૧૭ થી લઈ ૨૦૧૯ સુધીના  જાહેર કરાયેલા આંકડા અનુસાર કહી શકાય કે વર્ષ ૨૦૧૭  ના વર્તમાનપત્રોના વાચકો ૪૦૭ મિલિયન થી વધીને ૪૨૫ મિલિયન વાચકો થઈ ગયા છે.

ભારતમાં કુલ ડિજિટલ મીડિયા પરના રીડર્સ એક સર્વે અનુસાર ઓનલાઇન સમાચાર કુલ  ૫૬% જોવાય  છે, ત્યારે સોશિયલ મીડિયા પર ૨૮% અખબાર વંચાય છે.

સમય આંતરે જો વ્યક્તિને તેના જીવનને  જીવવાની રીત બદલવી પડે તો વિચારો અને તેનું મધ્યમ ફેરવું પડતું હોય ત્યારે અખબાર અને ડિજિટલ મીડિયા બંને એક માધ્યમ છે જેના થકી દરેક વ્યક્તિ તેનાં જીવનમા વાંચન અને વિચારોની પદ્ધતિ અપનાવી આગળ વધતાં રહે તેવી શીખ આપે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.