દવાની આડઅસર ઝેરી તત્વો શોષી લઇ શરીરને મજબૂત અને રોગ પ્રતિકારક બનાવવા માટે રામબાણ જેવું કામ આપે છે “મેગ્નેશિયમ”

 

 

અબતક-રાજકોટ

આરોગ્યપ્રદ નિરામય દીર્ઘાયુ માટે પોષણ આહારનું એક આગવું મહત્ત્વ રહ્યું છે, શરીરની જેવીક ક્રિયાઓ માટે ખોરાકમાંથી મળતા અલગ અલગ તત્વોનું સંતુલન તંદુરસ્ત લાંબા જીવન માટે પાયાનું કામ કરે છે આજે આપણે ખોરાકમાં મેગ્નેશિયમનું શું મહત્વ છે? તે વિષય ઉપર પ્રકાશ પાડવા જઈ રહ્યા છીએ.સંપૂર્ણ આહારની વાત નીકળતી હોય ત્યાં વિટામિન, પ્રોટીન, ફેટ, કાર્બોહાઈડ્રેટ જેવા શબ્દો વધુ સાંભળવા મળે છે પણ” મેગ્નેસીયમ” નો ઉલ્લેખ ખૂબ ઓછો થાય છે, પરંતુ મેગ્નેશિયમ શરીરની તમામ દેહીક ક્રિયાઓમાં ખુબજ મહત્વનો ભાગ ભજવે છે.હજુ થોડા દિવસો પહેલા જ નિષ્ણાત સંશોધકોએ એવું સંશોધન કર્યું છે કે મોટાભાગના રોગના જીવાણુઓ આંતરડામાંથી બહાર આવે છે, મળમાં મળી આવતા ઝેરી દ્રવ્યો શરીર માટે નુકસાનકારક હોય છે, શરીરના આ ઝેરી દ્રવ્યો અને શોષીને બહાર કાઢવા માટે “મેગ્નેશિયમ” અસરકારક માનવામાં આવે છે.એક જાણીતા તબીબ આ અંગે પોતાનો મત વ્યક્ત કરતા જણાવે છે કે મારા પિતા પણ એક ડોક્ટર હતા, મને બરાબર યાદ છે કે બાળપણમાં અમને અઠવાડિયામાં એક વખત રવિવારે સવારના પોરમાં મેગ્નેશિયમ મળે તેવું સંયોજન પિવડાવવામાં આવતું આ સિલસિલો અમે મોટા થયા ત્યાં સુધી ચાલ્યો મને યાદ નથી કે અમારે કોઈ ને દવા લેવી પડી હોય જ્યારે હું ડોક્ટર બન્યો ત્યારે મને એ વાતનું આશ્ચર્ય  નહતું કે શા માટે અમને આ ઉકાળો બાળપણમાં પીવડાવવામાં આવતો? મેગ્નેશિયમ સભર ઉકાળાથી શરીરની અંદરના ઝેરી તત્ત્વો અને ખાસ કરીને આંતરડાની સફાઈ થઈ જતી હતી ત્યારે મારા પિતાજી સાથે રવિવારની સવારે આપવામાં આવતાં આ દ્રાવણ અંગે ચર્ચા કરી તો મને જાણવા મળ્યું કે અઠવાડિયામાં એકવાર આંતરડા સાફ કરવા માટે જુલાબ આપવામાં આવતું હતું, હું પણ અંતે સહમત થઈ ગયો કે આંતરડાની સાફ-સફાઈ આરોગ્ય માટે અનિવાર્ય છેઅમને આશ્ચર્ય થાય કે મેગ્નેશિયમ ખોરાકમાં લેવાથી કેવા કેવા ફાયદા થાય છે? પોતાના અનુભવમાં એ તબીબો જણાવે છે કે મેગ્નેશિયમ, વાળો આહાર તંદુરસ્તી માટે ખૂબ જ સારા પરિણામો આપે છે, ખાસ કરીને મેગ્નેશિયમ આંતરડાની સફાઈ માટે ઉત્તમ છે, ઝેરી દ્રવ્યો અને ખાસ કરીને દવાઓની આડઅસર સોશીલે તેને શરીરમાંથી નિકાલ કરી દે છે, 378 માણસોના સર્વેમાં જે લોકોએ મેગ્નેશિયમનું પ્રમાણ યોગ્ય રીતે આહારમાં લીધું છે, તેમાં  તંદુરસ્તી સારી અને ડાયાબિટિસ હૃદયરોગ જેવા રોગોનું જોખમ પણ ઘટી જતું હોય છે. લોહીના દબાણનું નિયમન થતું હોવાથી બ્લડપ્રેશર થતું નથી.

મેગ્નેશિયમના ફાયદા સારા આરોગ્ય માટે સંપુર્ણ આહારનું ખૂબ જ મહત્વ છે, આજે આપણે જે મેગ્નેશિયમની વાત કરી રહ્યા છીએ, તે મેગ્નેશિયમનું કામ હાડકા મજબુત કરવાથી લઈને દરરોજના 600 એમ.જી. જેટલું લેવાથી શરીરના ઝેરી તત્વો આપોઆપ સોસાયટીને મળ વાટે બહાર નીકળી જવાથી લઈને ચેતાતંત્ર અને હૃદય પણ યોગ્ય રીતે કામ કરે છે. રક્ત પરિભ્રમણ અને હૃદયના રોગ પણ મેગ્નેશિયમથી અટકે છે. શરીરમાંથી દવાઓની આડઅસરથી ઉભા થતા ઝેરી તત્વો અને અન્ય વાંધાજનક તત્વોને શરીરમાંથી બહાર કાઢવાનું કામ મેગ્નેશિયમ કરે છે, આથી જ અઠવાડિયામાં એક વાર પેટ સાફ કરવાની પ્રથા હતી. મેગ્નેશિયમથી પેટ સાફ થઈ જાય આંતરડામાં ભેગા થયેલા જેરી તત્વોને બહાર કાઢવાનું કામ મેગ્નેશિયમ કરે છે. દરરોજ 600 એમ.જી. મેગ્નેશિયમ લેવાથી રક્ત પરિભ્રમણથી લઈને શરીરને રોગમુક્ત બનાવવામાં મદદ મળે છે, તે આજે રીતે મેગ્નેશિયમની ઉણપથી માઈગ્રેન જેવી સમસ્યાઓ ઊભી થાય છે.આરોગ્યપ્રદ જીવન શૈલી માટે દરરોજનું 600 એમજી મેગ્નેશિયમ શરીરમાં જવું જોઈએ. મેગ્નેશિયમ દૈનિક આહારમાંથી મળી રહે છે. મેગ્નેશિયમ વાળો ખોરાક અને મેં તેમનું પ્રમાણ જાળવી રાખવા માટે દરેક માટે જરૂરી હોય છે કે મેગ્નેશિયમ કયા ખોરાકમાંથી કેટલું મળે છે, પુરુષને સામાન્ય રીતે 400 એમ.જી. મેગ્નેશિયમ અને મહિલાઓ માટે 310 થી 330 એમ.જી. મેગ્નેશિયમ આદેશ માનવામાં આવે છે.

મેગ્નેશિયમ ક્યાં ખોરાકમાંથી કેટલું મળે ?

  • મેગ્નેશિયમ કોળાના બીજમાંથી એક ઔશમાંથી 168 મિલી ગ્રામ
  • બદામ સૂકી શેકેલી એક ઔશમાંથી 80 મિલી ગ્રામ
  • બાફેલી પાલક અડધા કપમાંથી 78 મિલી ગ્રામ
  • કાજુ શેકેલા એક ઔશમાંથી 74 મિલી ગ્રામ
  • તેલમાં તળેલી મગફળી અડધો કપમાંથી 63 મિલી ગ્રામ
  • ઘઉંના મોટા બિસ્કીટ બે 61 મિલી ગ્રામ
  • સોયામિલ્ક એક કપમાંથી 61 મિલી ગ્રામ
  • રાંધેલા કાળા કઠોળ અડધો કપથી 60 મિલી ગ્રામ
  • ડાર્ક ચોકલેટ એક ઔશમાંથી 50 મિલી ગ્રામ
  • ઘઉંની સફેદ બ્રેડ બે સ્લાઇટમાંથી 46 મિલી ગ્રામ
  • છાલ સાથે બાફેલા 3 ઔશમાંથી 43 મિલી ગ્રામ
  • દહીં લો ફેટ 8 ઔશમાંથી 42 મિલી ગ્રામ
  • રાજમા અડધો કપમાંથી 35 મિલી ગ્રામ
  • એક આખુ કેળુમાંથી 32 મિલી ગ્રામ
  • કોકો પાવડર એક ચમચીમાંથી 27 મિલી ગ્રામ
  • દૂધ એક કપમાંથી 24-27 મિલી ગ્રામ
  • ચિકન શેકેલા 3 ઔશમાંથી 22 મિલી ગ્રામ
  • મટન 3 ઔશમાંથી 20 મિલી ગ્રામ
  • બ્રોકોલી કાચી અને રાંધેલી અડધો કપ 12 મિલી ગ્રામ
  • ચોખા રાંધેલા સફેદ અડધો કપમાંથી 10 મિલી ગ્રામ
  • સફરજન મધ્યમ કદનું 9 મિલી ગ્રામ
  • એક કાચા ગાજરમાંથી 7 મિલી ગ્રામ મળે છે.

મેગ્નેશિયમની વધ-ઘટ હાનિકારક ગણાય ?

ખોરાકમાં કુદરતી રીતે પ્રાપ્ય મેગ્નેશિયમ નુકશાન કરતું નથી. વધારાની દવાઓ અને ઉપરથી તેનો ઉપયોગ ન કરવો જોઇએ. વધારે પ્રમાણમાં મેગ્નેશિયમ ઝાડા જેવી આડઅસર થાય. મેગ્નેશિયમથી ઉણપથી ભૂખ ન લાગવી, ઉપકા આવવા, ઉલ્ટી થવી, થાક લાગવો, નબળાઇ, નિષ્ક્રિયતા, કળતર, સ્નાયુ સંકોચન, હૃદ્યના અનિયમિત ધબકારા, નસોનું ખેંચણ જેવી સમસ્યા ઉદ્ભવી શકે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.