આ પૃથ્વી પર જે જન્મે છે તે મૃત્યુ પામે છે. હવા-પાણીને ખોરાકથી આપણું જીવન ટકે છે. માનવીના મૃત્યુ બાદ દુનિયાના વિવિધ ધર્મોમાં અલગ-અલગ પ્રણાલી જોવા મળે છે. કુદરતી અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આદર્શ અંતિમ ક્રિયા કઇ તે પ્રશ્ન સાથે ભૂમિ દાહ કે અગ્નિદાહ પૈકી કંઇ પ્રક્રિયા આદર્શ ગણી શકાય તે આજે પર્યાવરણના સંવર્ધન વિષયક વિચાર વટનો સમય છે. હિન્દુઓના જીવનનો અંતિમ સંસ્કાર “અંત્યેષ્ટી” છે. આ સાથે જ એના આ ઐહિક જીવનનો અંતિમ અધ્યાય પુરો થાય છે. મરણ પછીની છેલ્લી આ ક્રિયાને અંત્યેષ્ટી કહે છે.

દુનિયામાં ભારતનો ભૂમિ વિસ્તાર માત્ર 2.4 ટકા છે બાકીના 97 ટકા જમીન પરના દેશોમાં દફન પધ્ધતિ છે: દુનિયામાં ખ્રીસ્તી-મુસ્લિમ ધર્મો સહિત સૌથી વધુ 80 ટકા લોકો દફન પ્રથા અપનાવે છે

અગ્નિસંસ્કારનો રિવાજ માત્ર હિન્દુઓમાં જ છે, તે પણ 75 ટકામાં જ આપણે જે મેડીકલ સાયન્સનો લાભ લઇ રહ્યા છીએ તેનુ ઋણ ચુકવવા પણ દેહદાન-નેત્રદાન કે રક્તદાન વિગેરે કરવું જોઇએ.

આપણાં હિન્દુ ધર્મમાં વ્યક્તિના જન્મથી મૃત્યુ સુધીના સોળ સંસ્કારો કરવાનું વર્ણન કરેલ છે. પંચ તત્વથી બનેલા શરીરનાં શરીર પંચતત્વોથી બને છે જેમાં પૃથ્વી-જળ-અગ્નિ-વાયુ અને આકાશનો સમાવેશ થાય છે. અંતિમ સંસ્કાર કરવાથી શરીર ફરી આજ તત્વોમાં વિલિન થઇ જાય છે. આ વિધી પછી જ આત્માને નવું શરીર મેળવવાની અધિકાર મળે છે. હિન્દુ ધર્મએ વિશ્વનો એક માત્ર એવો ધર્મ છે કે જેમાં ઘણા બધા રિવાજો અને પરંપરાઓ છે. આપણા ગરૂડ પુરાણમાં પણ જણાવેલ છે કે વ્યક્તિના અંતિમ સંસ્કાર પછી તેર દિવસની મુક્તિ બાદ ઘર શુધ્ધ થાય છે. આપણી પરંપરા મુજબ સુર્યાસ્ત બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી.

pitru paksha

અંતિમ સંસ્કારમાં લાકડાનો ઉપયોગ સ્મશાનમાં કરાય છે જો કે હવે ઇલેક્ટ્રીક કે ગેસ આધારિત અંતિમ સંસ્કારનો ઉપયોગ માણસો વધુ કરવા લાગ્યા છે. આમ જોઇએ તો પણ લાકડા દ્વારા અગ્નિદાહ વિધીમાં વપરાતા લાકડક વૃક્ષ છેદનથી આવે છે જેને કારણે પર્યાવરણ પણ બગડતું જોવા મળી રહ્યું છે. એક આંકડાકિય માહિતી અનુસાર દેશમાં દર વર્ષે અગ્નિદાહથી રૂા.પાંચ હજાર કરોડના લાકડા બળી જાય છે. 10 હજાર એકર જંગલના વૃક્ષો કપાય છે. લાખો એકર જમીનની ફળદ્રુપતા નાશ પામે છે. આ પ્રક્રિયામાં પ્રકૃતિ અને પર્યાવરણને અબજો રૂપિયાનું નુકશાન થાય છે. વિદ્યુત સ્મશાન કે ગેસ આધારીત સ્મશાન ઉપયોગનું આજે ચલણ વધી ગયું છે.

દુનિયામાં ભારતનો ભૂમિ વિસ્તાર માત્ર 2.4 ટકા છે. બાકીના 97 ટકા જમની પરના દેશોમાં દફન પધ્ધતી છે. દુનિયામાં ખ્રીસ્તી-મુસ્લિમ ધર્મો સહિત સૌથી વધુ 80 ટકા લોકો દફન પ્રથા અપનાવે છે. અગ્નિસંસ્કારનો રિવાજ માત્ર હિન્દુઓમાં જ છે, તે પણ 75 ટકામાં જ આધુનિક યુગમાં દેહદાન અતિ ઉત્તમ ગણાય છે. આપણે જે મેડીકલ સાયન્સનો ઉપયોગ કે લાભ લઇ રહ્યા છીએ તેનું ઋણ ચુકવવું હોય તો દેહદાન-નેત્રદાન અને રક્તદાન વગેરે કરવા જોઇએ. ભારતમાં દર વર્ષે 2 કરોડ મૃત્યુ થતાં હોય છે તેની સામે મેડિકલ ક્ષેત્રમાં દેહદાનની જરૂરિયાત માત્ર 80થી 90 હજારની જ હોય છે.

અર્થાત દેશમાં થતાં મૃત્યુના માત્ર 0.2 ટકા દેહદાનની જરૂરીયાત હોય છે. આ પરિસ્થિતિમાં 99.8 ટકા મૃત્યુની આદર્શ અંતિમક્રિયા અંગે સૌએ વિચારવું જોઇએ. પર્યાવરણની સમસ્યા-ગ્લોબલ વોર્મિંગ-ઋતુચક્રમાં થતાં ફેરફાર-હવાનું પ્રદૂષણ વિગેરે તમામ સમસ્યાઓથી પૃથ્વી ઘેરાઇ ગઇ છે. એક મૃતદેહની અગ્નિસંસ્કાર વિધી માટે 15 થી 20 મણ એટલે 300 થી 400 કિલો સુકા લાકડાની માંગ ખૂબ વધી ગઇ છે. માત્ર ગુજરાતમાં જ વર્ષે 500 કરોડના લાકડા જોઇએ છીએ. આ લાકડાની ગણતરી કરીએ તો 10 હજાર એકર જંગલના નાશ બરાબર છે. આવો બગાડ તો આપણે સદીઓથી કરતાં આવીએ છીએ, જેની નુકશાનીની કલ્પના જ ના થઇ શકે.

વિજ્ઞાનના વિકાસથી રોગ અને યુધ્ધ ઘટતા, વસ્તી અને પ્રદૂષણ વધ્યા છે. આઝાદી વખતે વૃક્ષો-જંગલો 33 ટકા હતા જે આજે માત્ર 10 ટકા જ રહ્યાં છે, તેની સામે વસ્તી 400 ટકા વધી ગઇ છે. 70 વર્ષ પહેલાં ભારતમાં કારખાના કે વાહનો ન હતા જે આજે લાખો-કરોડની સંખ્યામાં છે. વિમાનો-રોકેટો-ઉદ્યોગો-વિજમથકો-રસાયણો વિગેરેને કારણે બેફામ પ્રદૂષણ ફેલાયેલું છે. શુધ્ધ હવા લોકોને મળતી જ ન હતી. દેશના કેટલાય શહેરોનો પ્રદૂષણ આંક ભયજનક સપાટી પણ વટાવી ચુક્યો છે. આ બધુ દૂર કરનાર એક માત્ર વૃક્ષો જ છે જે સતત ઘટી રહ્યાં છે. આ કારણે કુદરતી સમતુલા ખતરનાક હદે ખોરવાઇ ગઇ છે.

સંરક્ષણ-વિકાસ-પ્રગતિ અટકાવી શકાય નહીં. કાપડ-દવાઓ-વાહનો-વિજળી કે વિવિધ વસ્તુઓ વગર કોઇને ચાલવાનું નથી. આપણી પાસે એક માત્ર વિકલ્પ બચે છે. “વૃક્ષો વાવો, ઉછેરો તથા તેનો વ્યય અટકાવવો” આપણાં હિન્દુઓમાં ત્રણેય પ્રકારે અંતિમ વિધી કરવામાં આવે છે જેમાં અગ્નિદાહ સૌથી વધારે છે. જલદાહ અને ભૂમિદાહ પણ છે. તમામ જાતીમાં બાળમરણને ભૂમિ સંસ્કાર જ કરાય છે. એટલું જ નહીં પરંતુ સાધુ-સંતો-મહંતો-બાવાજી-પુજારીઓ તથા શહિદોની સમાધી કે ખાંભી એક પ્રકારનું ભૂમિદાહ જ છે જે શાસ્ત્રોક્ત છે એમાં કોઇનો વિરોધ હોઇ શકે નહીં અને નથી.

પ્રાચીન ભારતમાં 90 ટકા જમીન પર જંગલ હતું ત્યારે અગ્નિદાહ અયોગ્ય ન હતું. હિન્દુ શાસ્ત્રોમાં અંતિમ સંસ્કારની ચાર પ્રથાઓ છે, વેદ-પુરાણ, ઉપનિષદ તથા અન્ય શાસ્ત્રોમાં પણ જોવા મળે છે. તેમાં પણ ભૂમિદાહને પ્રાધાન્ય છે. વાયુદાહનો પણ ઉલ્લેખ જોવા મળે છે. આપણા ઋણવેદ-અથર્વવેદ અને ગરૂડ પુરાણના શ્લોકોમાં પણ આનો ઉલ્લેખ જોવા મળે છે.

આઝાદી વખતે વૃક્ષો-જંગલો 33 ટકા હતા

આઝાદી સમયે ભારતમાં કારખાના કે વાહનો ન હતાં, જે હવે લાખો-કરોડોની સંખ્યામાં થઇ ગયા છે. ત્યારે 33 ટકા વૃક્ષોને જંગલો હતા જે આજે 10 ટકા થઇ ગયા છે. વિમાનો-રોકેટો-ઉદ્યોગો-વિજમથકો-રસાયણો વિગેરે કારણોથી બેફામ પ્રદૂષણ વધ્યું છે. બીજી બાજુ એ દૂર કરનાર એક માત્ર શક્તિ વૃક્ષો છે જે ઘટી રહ્યાં છે. આ કારણે કુદરતી સમતુલા ખતરનાક હદે ખોરવાઇ ગઇ છે. આપણી પાસે હવે એક જ ઉપાય બચ્યો છે.

“વૃક્ષો-વાવો-ઉછેરો અને તેનો વ્યય અટકાવવો” વિદ્યુત કે ગેસ આધારિત સ્મશાનો આજે વધ્યા છે. છતાં દર વર્ષે 5 હજાર કરોડના લાકડા બળી જાય છે. હિન્દુઓમાં ત્રણેય પ્રકારે અંતિમ વિધી કરવામાં આવે છે. જેમાં અગ્નિદાહનું પ્રમાણ વધારે છે, જલદાહ કે ભૂમિ દાહ પણ છે. બાળ મરણને ભૂમિસંસ્કાર જ થાય છે. આપણા વેદ-પુરાણ-ઉપનિષદ-ગરૂડ પુરાણ સાથે ઋણવેદ અને અથર્વવેદમાં અંતિમ સંસ્કારની ચાર પ્રથાનો ઉલ્લેખ જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.