રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેેલે એક પ્રશ્ર્ન તારાંકિત પ્રશ્ર્નોતરીમાં કરેલ કે એ.પી.એમ.સી. બજારોને આધુનિક બનાવવા માટે સરકારની શું સહાય હોય છે.
વીછીંયા બજાર સમીતીને કેટલી સહાય કરવામાં આવી તેના જવાબમાં મંત્રીએ જણાવેલ કે બજાર સમિતિને આધુનિક બનાવવા તમામ લેટેસ્ટ ટેકનોલોજીથી જોડાણ ખેડુતો માટેની વ્યવસ્થા, માલ સામાન ઉતારવાની યાર્ડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેના માટે પ0 લાખ ફાળવવામા આવેલ છે. બીજા એક પ્રશ્ર્ન પ્રવાસી મંત્રીને કેપુછેલા કે છેલ્લા બે વર્ષમાં રાજકોટ જિલ્લામાં પ્રવાસનના વિકાસ માટે કયા કામો હાથ ધરવામાં આવેલ છે અને તેની પાછળ કેટલો ખર્ચ થયો છે: તેના જવાબમાં મંત્રીએ જણાવેલ કે રાજકોટ જીલ્લામાં ભાજપ સરકારની સ્વદેશ દર્શન સ્કીમ અન્વયે જુદા જુદા ત્રણ સ્થળોની કામગીરી આલ્ફેડ હાઇસ્કુલ રાજકોટ ખાતે મહાત્મા ગાંધી મ્યુઝીયમ, કબા ગાંધીનો ડેલો અને રાષ્ટ્રીય શાળાની કામગીરી (રાજકોટ), ખંભલીડા તા. ગોંડલ બૌધ ગુફાઓની વિકાસની કામગીરી તે ઉપરાંત 10 જેટલી સ્થળોએ પ્રવાસન વિભાગ હસ્તક વિકાસની હાથ ધરવામાં આવેલ છે. જેમા કોટેશ્ર્વર મહાદેવ, ખોડીયાર માતા (જેતપુર), રામ મંદિર, વિશ્ર્વેશ્ર્વર મહાદેવ (જેતપુર), સીઘ્ધેશ્ર્વર મહાદેવ (હળમતીયા), મન મતેશ્ર્વર મહાદેવ મેસપર, ઉમાભવન રીવરફન્ટ, પ્રવાસ સુવિધા વિરપુર, ભોલેશ્ર્વર મહાદેવ (થોરડી), મોમાઇ ટેમ્પલ થોરાળા બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદછર રામોદ કોટડા જેની પાનછળ રૂ 3580.62 લાખનો ખર્ચ છેલ્લા બે વર્ષમાં થયેલ છે.