યુનિયન બજેટ-૨૦૧૮માં જેટલીએ કૃષિ લક્ષી અને હેલ્થકેર અંગે રાહતો આપી સાથોસાથ એફોર્ડેબલ હાઉસીંગ સેકટરમાંપણ જોગવાઇઓ જાહેર કરી છે
યુનિયન બજેટ ૨૦૧૮માં મહદ અંશે કૃષિલક્ષી અને હેલ્થકેર અંગે રાહતો જાહેર કરાઇ પરંતુ સાથોસાથ કેન્દ્રીય નાણામંત્રી અ‚ણ જેટલી એ એફોર્ડેબલ હાઉસીંગ સેકટરમાં પણ જોગવાઇઓ જાહેર કરી છે. એફોર્ડેબલ હાઉસીંગને પ્રમોટ કરવા પાછળ સરકારનો ઇરાદો છું ?
કેન્દ્ર સરકાર એફોર્ડેબલ હાઉસીંગ સેકટરને પ્રમોટ કરીને ખાનગી અને વિદેશી રોકાણોને આકર્ષવા માગે છે જેનાથી ભારતના જી.ડી.પી. અને લેબર માર્કેટ પર હકારાત્મક અસર થશે.
કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયે રીઅલ એસ્ટેટ સેકટરને બુસ્ટર ડોઝ આપવા મુળભુત માળખામાં ઘણા ફેરફાર કર્યા છે. ખાસ કરીને રીઅલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એકટ ૨૦૧૬ (રેરા) માં ફેરફાર કર્યા છે.
શહેરી વિકાસ મંત્રાલયના મુખ્ય સચિવ હરદેવ પુરીએ જણાવ્યું હતું કે, નાણા મંત્રાલય એફોર્ડેબલ હાઉસીંગ સેકટરને પ્રોત્સાહીત કરવા કવાયત કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પુરીએ નવી દિલ્હી ખાતે એકસકલુસિવ ઇન્સ્ટીટયુશ્નલ ઇન્વેસ્ટર સમીટને સંબોધન કરવા દરમિયાન આ નિવેદન આપ્યું હતું.
તેમણે આગળ કહ્યું હતું કે હાઉસીંગ સ્કીમો લાવવી તે સરકાર માટે આસાન કામ નથી કેમ કે તેમાં રાહતો આપવા માટે તેને સંબંધકર્તા ઘણા બધા સેકટરોમાં પણ ફેરફાર કરવા પડે છે. કે રાહતો અગર છુટછાટો જાહેર કરવી પડે છે.
સરકારનું લક્ષ્ય છે કે દેશમાં સૌની પાસે ઘરનું ઘર હોય જેથી અર્ફોર્ડેબલ હાઉસીંગને પ્રમોટ કરવામાં આવી રહ્યું છે.
આ સિવાય દરેક સરકાર કોઇ પણ સ્ક્રીમ જાહેર કરે તેની પાછળ સોશિયો ઇકો- પોલીટીકલ બેનીફીટ હોય જ છે તે વાત સર્વવિદિત છે. એર્ફોડેબલ હાઉસીંગ સેકટરને પ્રમોટ કરવાનો લાભ સરકારને આગામી ચુંટણીમાં મળી શકે છે.