આજરોજ સમગ્ર દેશમાં 75માં સ્વાતંત્ર દિવસની ઉજવણી થઇ રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા ખાતે ધ્વજ વંદન કરી ત્રિરંગાને સલામી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં અનેક મહત્વની જાહેરાત કરી છે. જેમાં ગતિ શક્તિ યોજના, હાઈડ્રોજન મિશન સહિત ખેડૂતો માટે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો છે.
ખેડૂતો માટે શું કહ્યું પ્રધાનમંત્રીએ….??
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે 80 ટકા ખેડૂતો એવા છે કે જેમની પાસે બે હેક્ટરથી પણ ઓછી જમીન છે. આવા ખેડૂતોને સશક્ત બનાવવા માટે સરકાર હંમેશ પ્રયત્નશીલ રહી છે. કૃષિક્ષેત્રે કોરોના કાળમાં પણ વિકાસ થયો છે. ત્યારે હજુ રહેલા પડકારો પણ પણ ધ્યાન આપવાની ખૂબ જરૂર છે.
લાલ કિલ્લા પરથી PM મોદીની મોટી જાહેરાત: 100 લાખ કરોડની યોજના ‘ગતિ શક્તિ’ વિશે જાણો વિગતે
ખેડૂતો દેશની શાન બને તે અમારું સ્વપ્ન…!!
ખેડૂતોના હિતમાં સરકાર સકારાત્મક નિર્ણય લેવા જઈ રહી છે. જમીનોના કાગળ પણ ઓનલાઇન અપલોડ થઈ રહ્યા છે. આજે ખેડૂતોને માટે કિસાન રેલ પણ ચલાવવામાં આવી રહી છે. ખેડૂતોના ઉત્પાદનો વિદેશો સુધી પહોંચ્યા છે. નાના ખેડૂતો દેશની શાન બને તે માટે સરકાર પ્રયત્નશીલ છે. સીમાંત ખેડૂતો ઉપર આવે અને દેશનું નામ રોશન કરે, દેશની આન, બાન અને શાન બને તે અમારું સ્વપ્ન છે.