ભારતમાં સોનું માત્ર પ્રોડક્ટ નથી પરંતુ મહિલાઓ માટે વિશ્ર્વાસનું પ્રતિક પણ છે સોનુ બીજા દેશ માટે લકઝરી હશે, પણ ભારતની પ્રજા માટે તો એક જરૂરિયાત અથવા પ્રાથમિકતા છે

ભારતમાં સોનું માત્ર પ્રોડકટ નથી મહિલાઓ માટે વિશ્ર્વાસનું પ્રતીક છે. સોનું બીજા દેશ માટે લકઝરી હશે પણ ભારતની પ્રજા માટે નેસેસરી એટલે કે જ‚રીયાત (પ્રાથમિકતા) છે. આદી કાળથી ચલણને પણ સોનાની સાથે સરખામણી કરવામાં આવે છે. દેશને જયારે દેણુ થઈ જાય ત્યારે દેણુ ચૂકવવા પણ સોનું જ જોઈએ છે. એકંદરે સોના તો હે સોણા સોણા…. વૈશ્ર્વિક્સોનું ૧૧ મહિનાની ટોચે પહોચી ગયું છે.

ઉત્તર કોરિયા આગામી દિવસોમાં વધુ મિસાઈલ પરીક્ષણ કરીને રાજકીય તણાવ વધારશે. તેવી ચિંતાથી વિશ્ર્વના રોકાણકારોએ સોનામાં વધુ રોકાણ કરતા સોનું ઉંચકાયું હતુ હાજર સોનાનો ભાવ ૦.૯% વધીને પ્રારંભીક કારોબારમાં ૧૩૩૬ ડોલર થયો હતો. તે અગાઉ તેણે ૧૩૩૯.૪૯ ડોલર સુધી પહોચીને ગયા સપ્ટેમ્બર પછી સૌથી મજબૂત સ્તરને સ્પર્શ કર્યો હતો. ચાંદી પણ ૦.૮ ટકા વધીને પ્રતિ ઔંશ ૧૭.૮૩ ડોલર થઈ હતી આ પહેલા તેણે એપ્રીલમાં પ્રતિ ઔંશ ૧૭.૯૦ ડોલરની સપાટી નોંધાવી હતી.

ચળકતા સોનાનો ચળકાટ કેટલો? તે આની પરથી સાબીત થાય છે. સમજાય છે કે શા માટે લોકો બોન્ડઅને ઈટીએફ કરતા વાસ્તવિક સોનામાં વધુ રોકાણ કરે છે?

વધુ વિશ્ર્લેષણ જાઈએ તો સ્થાનિક બજારમાં ઝવેરીઓએ ખરીદીમાં વધારો કર્યો તથા મજબૂત વૈશ્ર્વીક વલણના કારણે મુંબઈમાં હાજર સોનાનો ભાવ ૧૦ ગ્રામ દીઠ ‚ા. ૩૫૫ વધ્યો હતો જયારે ચાંદીનોભાવ સ્થાનિક સોના ચાંદી બજારમાં પ્રતિ કિલોગ્રામ ‚ારૂ ૬૯૦ વધ્યો હતો.સ્ટાંડર્ડ ગોલ્ડ (૯૯.૫ શુધ્ધતા) નો ભાવ પ્રતિ ૧૦ ગ્રામે રૂ. ૩૫૫ વધીને ૩૦૧૧૦ ‚રૂ થયો હતો જે ગયા શુક્રવારે રૂ. ૨૯૭૫૫ પર બંધ હતો શુધ્ધ સોનું ૯૯.૫ શુધ્ધતાનો ભાવ પણ આટલો જ વધીને શુક્રવારના બંધ રૂ. ૨૯૯૦૫ સામે રૂ. ૩૦૨૬૦ પર બંધ આવ્યો હતો.

નવીદિલ્હીમાં પણ સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ રૂ.૨૦૦ વધીને આ વર્ષનાં સૌથી ઉંચા સ્તર રૂ.૩૦૬૦૦ પર પહોચ્યો હતો.

એન્જલ કોમોડિટીઝ બ્રોકીંગના ચીફ એનાલીસ્ટ (નોન એગ્રી કોમોડીટીઝ એન્ડ કરન્સી) પ્રથમેશ માલ્યાએ જણાવ્યું હતુ કે જુલાઈ ૨૦૧૭ની મધ્યથી અત્યાર સુધીમાં ૧૦% કરતા વધુનો ઉછાળો સોનામાં જોવાયો છે. એકંદરે સોનામાં હાલમાં તેજી જોવાઈ રહી છે. એટલે જ તો કહે છે કે ‘સોના કિતના સોણા હે’.

નબળો ડોલર તથા નીચો ફુગાવો વૈશ્ર્વિક નરમ ડેટા તેમજ હરિકેન હાર્વેની અસર ઉપરાંત યુ.એસ.માં કેડરલ રીઝર્વ દ્વારા આ વર્ષે વ્યાજદરમાં ફરી વધારો કરવાની શકયતા ધુંધળી થઈ રહી છે. તેનાથી સોનાની કિંમત વધુ ઉંચકાય નહીં. ડોલરની મનોવૈજ્ઞાનિક સપાટીને વટાવી ગઈ હતી. એન્જલ, કોમોડીટીઝના ચીફ એનાલીસ પ્રથમેશ માલ્યાએ જણાવ્યું હતું કે, કોરીયન ટાપુમાં ન્યુકલીયર હથિયારોના સંદર્ભમાં કટોકટી જળવાઈ રહેશે તો સોનાની કિંમત વધીને ૧૩૬૦ ડોલરના સ્તર તરફ સરકી જશે. આ સિવાય અન્ય ઘણા ફેકટરો છે જે સોનાની તેજી માટે જવાબદાર છે.

ચળકતા સોનાનો ચળકાટ કેટલો તે ઉપરોકત બાબતો પરથી આપણે જાણી શકીએ છીએ. શા માટે બોન્ડ અને ઈટીએફ કરતા વાસ્તવિક એટલે કે સ્ટાન્ડર્ડ સોનામાં વધુ રોકાણ કરે છે. એક સમયે આદિકાળમાં સોનું એજ કરન્સી હતું. ભારતમાં એવું ચલણ છે કે સોનું એ માત્ર ઉત્પાદન નથી પરંતુ રોકાણ કરવા માટે શ્રેષ્ઠ વિકલ્પ પણ છે. મહિલાઓ માટે માનીતુ ઉત્પાદન છે. સોનાને વિશ્ર્વના અન્ય દેશો એક લકઝરી અને પૈસા કમાવવા માટેની સંપતિ માને છે પરંતુ આપણા દેશમાં શુકન માટે પણ સોના અને ચાંદીના સિકકા ઉપહાર તરીકે આપવાની પ્રથા છે ત્યારે સોનાની ખરીદીમાં અત્યારે જે તેજીનું વલણ જોવાય રહ્યું છે તેના માટે હજુ વિશ્ર્લેષકો માને છે કે સોનું વધુ ઉંચાઈ આંબશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.