આજે તા. 10-09-2019ના રોજ મોહરમનો તહેવાર છે. તો ચાલો જાણીઈ શું છે મોહરમના તહેવારનું મહત્વ ? ઈસ્લામી એટલે કે હિજરી સનનો પહેલો મહિનો “મોહરમ” છે. હિજરી સનનો આગાજ આ જ મહિનાથી થાય છે. આ મહિનાને ઈસ્લામના ચાર પવિત્ર મહિનાઓમાં શુમાર કરવામાં આવે છે. અલ્લાહના રસૂલ હજરત મોહમ્મદ એ આ મહિનાને અલ્લાહનો મહિનો કહ્યો છે. સાથે સાથે આ મહિનાની અંદર રોજા રાખવા તે ખુબ જ સારા છે તેવું પણ જણાવ્યું છે.
એક હદીસ અનુસાર અલ્લાહ ના રસૂલ હજરત મોહમ્મદ એ કહ્યું કે રમઝાન સિવાય સૌથી ઉત્તમ રોજા તે છે જે અલ્લાહના મહિનામાં એટલે કે મોહરમ વખતે રાખવામાં આવે છે. તેથી રોઝા બાદ સૌથી ઉત્તમ રોઝા મોહરમના છે. ગત ચૌદસો વર્ષથી આજ સુધી કરબલાની ઘટનાનું મહત્ત્વ છે.
કહેવાય છે કે જેણે મોહરમનનો રોઝો રાખ્યો તેના બે વર્ષના પાપ માફ થઈ જાય છે તથા મોહરમના એક રોઝાનો સવાબ 30 રોઝા બરાબર મળે છે. આ રોજા જરૂરી નથી પરંતુ મોહરમના રોઝાઓનો બહુ સવાબ છે.
ઇસ્લામ ધર્મમાં ‘ઇદ’ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે. જયારે ‘મોહરમ’ એ હજરત ઇમામ હુસેન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં ‘શોક’નો તહેવાર છે. આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે. તેઓ ઠંડું પીણું, શરબત, દૂધની વાનગી બનાવીને દાનનું કાર્ય કરી પુણ્ય કરે છે. તેમજ હજરત ઇમામ હુસેનની યાદમાં ‘તાજિયા’ બનાવીને, ભવ્ય રીતે તેને શણગારીને જુલૂસ કાઢવામાં આવે છે.