આપણી ભારતીય સંસ્કૃતિમાં અનેક શ્લોકો અને મંત્રોનો ઉલ્લેખ છે પણ ભગવાન શિવ એટલે કે દેવાધિદેવ મહાદેવ ના પ્રિય મંત્ર ઓમ નમ: શિવાય નો તો ખૂબ મહિમા છે.
દેવાધિદેવ ભોળાનાથનાઆ પાવનકારી મંત્રના ઉચ્ચારણ માત્રથી શરીરના તમામ રોગો નષ્ટ થઈ જાય છે ,કેન્સર જેવા ભયંકર રોગનો પણ નાશ થાય છે, ઘરમાં તેમજ પરિવારમાં સુમેળભર્યા સંબધોનું પણ નિર્માણ કરે છે, ધંધા રોજગારમાં વૃધ્ધિ કરાવે છે, બાળકોને વિદ્યા મળે છે, પતિ પત્નિના લગ્નજીવનને સુખીબનાવે છે, આ મંત્ર મનુષ્યના આયુષ્યમાં વધારો કરે છે, ઘરમાં જો દરિદ્રતા હોય તો તેનો નાશ કરે છે.
ઓમ નમ: શિવાય મંત્ર ને પંચાક્ષરી મંત્ર તરીકે ઓળખવામાં આવે છે , જેમ આપણી સૃષ્ટિમાં પાંચ તત્વ છે, જેમકે અગ્નિ, પૃથ્વી, જલ, વાયુ અને આકાશ મનુષ્યને બધી વસ્તુ સમય સર પ્રદાન કરે છે એમ આ મંત્ર મનુષ્યને માનસિકશાંતીની પ્રાપ્તિ કરાવે છે.આરોગ્યમય તેમજ આનંદમય જીવનની પ્રાપ્તિ કરાવે છે.
પવિત્ર શ્રાવણ માસ તથા શિવરાત્રી દરમ્યાન જો મંત્રનું સ્મરણ કરવામાં આવે તો કરૂણાનિધાન ભગવાનશિવ મનુષ્યને સુખ, શાંતિ, સમૃધ્ધિ, ધન, વૈભવ અને ઐશ્વર્ય પ્રદાન કરે છે, અને મનુષ્યને તેના ઈચ્છિત ફળની પણ પ્રાપ્તિ થાય છે.