ભારતમાં દર વર્ષે ડુંગળીના વધતા ભાવો પાછળ કોલ્ડ સ્ટોરેજ જેવી માળખાકીય સુવિધાઓનો અભાવ, ઓવી ઉત્૫ાદકતા વગેરે કારણો જવાબદાર
ગરીબની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવો દેશભરમાં ફરીથી આસમાને પહોંચી પામ્યા છે. જેથી, એક સમયે ખેડુતોને રડાવતી ડુંગળી ગ્રાહકોને રડાવી રહ્યાનો ધાટ ઉભો થવા પામ્યો છે. અમીર – ગરીબ દરેકની થાળીમાં દેખાતી ડુંગળીના ભાવો દર વર્ષે ઉનાળાના પ્રારંભ થતાં પહેલા અને તહેવારો પર ઉચકાતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે ડુંગળીના ભાવો રૂ ૬૦ ને પાર કરી ગયા છે. વધેલા ભાવથી ચોંકી ઉઠેલી બજારમાં વેચાણ માટે મુકયા બાદ વિદેશમાં નિકાસ થતી ડુંગળી પર પ્રતિબંધ મુકવાનો પણ નિર્ણય કર્યો હતો. પરંતુ, ડુંગળીના ભાવો દર વર્ષે અમુક સમયગાળામાં ઉંચકાતા હોવા પાછળ આપણા દેશમાં કોલ્ડ સ્ટોરેજ જેવા યોગ્ય માળખાકીય સુવિધાઓનો અભાવ ઉપરાંત ડુંગળી માટે યોગ્ય ઉત્૫ાદકતાનો અભાવ વગેરે કારણે જવાબદાર માનવામાં આવે છે.
શાકભાજીમાં કેલિશ્યમ, લોહતત્વ, ફાયબર, પ્રોટીન, ફોલિક એસીડ, વિટામીન-સી સહીતના ડુંગળીના અમૃત તત્વોને કારણે ભારતમાં દરેક વર્ગ માટે લોકપ્રિય ડુંગળીના ઉત્પાદન અને તેની વિતરણ વ્યવસ્થાની પઘ્ધતિમાં રહેલી મર્યાદાના કારણે ડુંગળીની વારંવાર અછત થાય છે.ભારત, ચીન પછી ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન કરતું વિશ્ર્વનું બીજું રાષ્ટ્ર છે. ડુંગળીના કારોબારમાં હોલસેલ વ્યાપારીઓના ગોદામ સુધી પહોચતી ડુંગળી અને રસોડાના વપરાશ માટે ચુકવવામાં આવતી કિંમત હોલસેલના ભાવથી લગભગ બે ગણી વધારે હોય છે. ત્યારે ડુંગળીમાં વારંવાર આવતા ભાવ વધારા સામે કયાં પરિબળ કામ કરે છે તે વ્યાપક પ્રમાણમાં વારંવાર સમીક્ષા અને ચર્ચાની એરણ ઉપર ચઢાવવામાં આવે છે. દેશમાં શું ડુંગળીનું વાવેતર યોગ્ય રીતે થાય છે વિશ્ર્વમાં પ્રથમ નંબરે ડુંગળીનું ઉત્પાદન કરનાર ચીન પછી ભારતનો બીજા નંબર આવે છે. આ હકીકત વચ્ચે એક વાત એ છે કે ઉત્પાદનમાં બીજા નંબરે રહેલું ભારત ડુંગળીના વાવેતરના કુલ વિસ્તારમાં ભારત ચીનથી આગળ છે અને વિશ્ર્વમાં વવાતી કુલ ડુંગળીના ક્ષેત્રફળમાં ભારતનો હિસ્સો ૨૭ ટકા જેટલો છે. તેની સામે અમેરિકા વિશ્ર્વના ટોચના ૧૦ ડુંગળી ઉગાડતો દેશોમાં પણ સામેલ નથી પરંતુ તેનું કુલ ઉત્પાદન ભારત કરતાં ચાર ગણુ થવા જાય છે. આ હકિકત ભારત માટે મનોમથંનનો વિષય છે. કેન્દ્ર સરકાર ખેડુતોની આવક બમણી કરવા સતત પણે વિચારશીલ છે. અને તબકકાવાર ખેતીને અને ખેડુતોને પગભર બનાવવા પ્રયત્ન શીલ રહે છે ત્યારે દેશમાં ડુંગળીના વાવેતરનો કુલ વિસ્તાર ચીનથી પણ વધુ હોવા છતાં ઉત્પાદનમાં ચીન અને અમેરિકા કરતાં ભારત જોજનો દુર છે.વૈશ્ર્વિક આંકડાઓ પર નજર કરીએ તો અમેરિકામાં વિશ્ર્વના કુલ વાવેતર વિસ્તારના ૩.૭૩ ટકા ભાગમાં ડુંગળીનું વાવેતર થાય છે. જયારે ઉત્પાદનની ટકાવારી ૬૬.૮૨ મીલીયન ટન થવા જાય છે. દક્ષિણ કોરિયામાં વાવેતરનો કુલ વિસ્તાર ૬૫.૬૮ હેકટર સામે ૧૪.૧ ટકા ઉત્૫ાદન ચીનમાં ૨૪.૩૪ ટકા ભારતમાં ૨૨.૪૩ મીલીટન હેકટર ટન ઉત્પાદન સામે ૧૭.૧ ટનનું વાવેતર પાકિસ્તાનમાં ૧૩.૩૧ ટકા વાવેતર સામે ૧..૮૩ ટકા વાવતેર થાય છે.
શું ડુંગળીની જાળવણી યોગ્ય રીતે થાય છે? ખેતી પ્રધાન ભારતમાં ડુંગળીનું વાવેતર ત્રણેય ઋતુમાં થાય છે. ખરીફ પાકો સાથે ડુંગળી જુલાઇ અને ઓગસ્ટમાં વવાય છે અને ઓકટોમ્બર માં તૈયાર થાય છે. ડીસેમ્બર મહીનામાં પાછતરા ખરીફ વાવેતર ઓકટોમમ્બર અને નવેમ્બર વચ્ચે થાય છે. આ ડુંગળી જાન્યુ.થી માર્ચમાં તૈયાર થાય છે. અને રવિ પાક તરીકે વાવવામાં આવતી ડુંગળી માર્ચના અંતમાં અને મે દરમિયાન તૈયાર થાય છે. ડુંગળીનું ૬૫ ટકા થી વધુ ઉત્પાદન રવિ મોસમમાં અને ૩૦ ટકા થી વધુ ઉત્પાદનનો માત્ર મહારાષ્ટ્ર રાજયમાં જ થાય છે. ભારતના ખેતીવાડી સંશોધન કેન્દ્ર આઇસીએઆર ના મત મુજબ ડુંગળી ખરેખર રવિ પાકનું વાવેતર છે અને તેનું સારુ ઉત્૫ાદન ઓકટો.થી નવેમ્બર દરમિયાન આવે છે. આગોતરા ખરીફ અને પાછતરા ખરીફ ઉત્પાદનોએ આ પાકને વધુ સારી રીતે ખેડુતો માટે અનુકુળતા સાથે છે.
અલબત જાળવણીની પુરતી વ્યવસ્થા ના અભાવને કારણે ૩૦ થી ૪૦ ટકા પાક. સાચવતાં સાચવતાં જ નાશ પામે છે. અને ૪૦ ટકા ઉત્પાદન કુદરતી વિસંગત પરિસ્થિતિને કારણે હાથમાં આવતું નથી. દેશમાં હજુ ડુંગળીને સાચવવાની જોઇએ તેવી સુવિધા નથી દેશના કૃષિ વિકાસ અને ખાસ કરીને ખેડુતોના ઉઘ્ધાર માટે હજુ આપણી પાસે દેશમાં કુલ તૈયાર થતી ડુંગળીના જથ્થામાંથી માત્રને માત્ર ર ટકા માલ સાચવવાની કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા છે. જયારે ૯૮ ટકા માલને ખુલ્લામાં મહત્વના ત્રણ જોખમી કારણો વચ્ચે મૂકી દેવાની ફરજ પડે છે. માત્ર ર ટકા ડુંગળી જ આપણે સાચવી શકીએ છીએ અને ૯૮ ટકા માલ ભગવાન ભરોસે છોડી દેવાની ડુંગળીના કિસ્સામાં સોનાનો માલ કથીરનો બની જાય છે.આપણી વેચાણ વ્યવસ્થા યોગ્ય છે? વિશ્ર્વની સૌથી મોટી લોકશાહી ભારતને ખેતી પ્રધાન દેશ ગણવામાં આવે છે દેશના આર્થિક વિકાસનો આધારનું એક મહત્વનું પરિબળ ખેતી ગણાય છે. પરંતુ હજુ સુખેદ એ વાત સ્વીકારવી જ પડશે. કે કયાંકને કયાંક આપણી ખેતીની પઘ્ધતિ ઉત્પાદન અને તૈયાર માલની વેચાણ વ્યવસ્થાની ત્રુટિઓને કારણે ખેડુતોથી લઇ આમ આદમીને ભારતની સમૃઘ્ધ ખેતીનો જોઇએ. તેટલો આર્થિક લાભ મળતો નથી. ડુંગળીના વાવેતર અને વેચાણ વ્યવસ્થામાં પણ કયાંક ને કયાંક વિસંગતતા અને આંધળુ બહેરું કુંટાય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે.
ભારતમાં ડુંગળી પાકતી નથી. એવું નથી વિશ્ર્વમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન મેળવતા ચીન કરતા ભારતનો બીજો નંબર આવે છે તેમ છતાં કિંમતમાં અને વેચાણ વ્યવસ્થામાં આપણે ત્યાં કોઇ ઢંગધડો નથી. ખેડુતોના ખેતરમાંથી હોલસેલ વેપારીઓના ગોડાઉનમાં પહોચતી ડુંગળી અને ત્યાંથી ગૃહણીઓના રસોડા સુધી પહોચતી ડુંગળી ની કિંમતમાં રગણાથી પણ વધારે ભાવ વધારાનો તફાવત આવી જાય છે. દિલ્હીની જ વાત કરીએ તો દિલ્હીમાં રર૧ ટનની સોમવારે હોલસેલ બજારમાં જથ્થાબંધ રપ રૂ કિલો વેચાય ડુંગળી છુટક બજારમાં ૬૦ રૂ. કિલો વેચાય હતી. મુંબઇની મંડીમાં ૬ હજાર ટનની આવક જથ્થાબંધ ૩ર રૂપિયા કિલો લેખે થઇ હતી. જયારે મુંબઇગરાઓને આ ભાવ ૬૦ રૂ પ્રતિકિલો એ ચુકવવો પડયો હતો.