આંતરરાષ્ટ્રીય બજારની સરખામણીમાં ભારતમાં ડિઝલનો ભાવ સસ્તો ડિઝલમાં કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ વધુ હોવાથી પ્રદુષણમાં થાય છે વધારો

પેટ્રોલ-ડિઝલને લઈ જયારે વૈશ્ર્વિક બજાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો પેટ્રોલનો ભાવ ભારત સિવાયનાં દેશોમાં ખુબ જ ઓછો છે જયારે ડિઝલનો ભાવ ભારત દેશ છોડી અન્ય દેશમાં વધુ છે ત્યારે પ્રશ્ર્ન એ ઉદભવિત થાય છે કે શું હશે પેટ્રોલ-ડિઝલનું ભવિષ્ય ? આવનારા સમયમાં વાત કરવામાં આવે તો ભારતમાં પેટ્રોલ લકઝરી માનવામાં આવે છે અને પહેલાના સમયમાં ભારત દેશ રૂરલ ઈકોનોમી ઉપર નિર્ભર રહેતી હતી અને કોઈપણ પ્રકારે ઈન્ફ્રાસ્ટ્રકચર વિકસિત થયેલું ન હોવાથી વધુને વધુ ડિઝલનો ઉપયોગ કરવામાં આવતો હતો. વૈશ્ર્વિક બજાર પર જયારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો પેટ્રોલનાં ભાવ ડિઝલ કરતા ખુબ જ ઓછા છે જયારે ભારતમાં તેની વિપરીત સ્થિતિ જોવા મળે છે. ડિઝલની સરખામણીમાં પેટ્રોલ વાહનો પ્રદુષણ ખુબ જ ઓછુ ફેલાવે છે જયારે ડિઝલમાં કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ અત્યંત વધુ હોવાનું સામે આવે છે. પેટ્રોલમાં વપરાતા વાહનોની અવધી ખુબ જ વધુ હોય છે જે ડિઝલમાં જુજ જોવા મળે છે.

આંતરરાષ્ટ્રીય બજારની જયારે વાત કરવામાં આવે તો ડિઝલ મોંઘુ હતું કારણકે ડિઝલમાં ભેળસેળ થવાની શકયતા ખુબ જ વધુ રહે છે. જયારે પેટ્રોલમાં તે વસ્તુ જોવા મળતી નથી. ભારત દેશની જયારે વાત કરવામાં આવે તો ઈન્ફ્રાસ્ટ્રકચરનાં અભાવે પેટ્રોલ લોકોને પોસાતું નથી હોતું પરંતુ વિશ્ર્વમાં સ્થિતિ પૂર્ણત: અલગ જ જોવા મળે છે. જોવાનું એ રહ્યું કે, હાલ જે રીતે બીએસ-૪ વાહનોને ત્યજી બીએસ-૬ તરફ વળવાનું જે નકકી કર્યું છે તેનાથી પેટ્રોલની મહત્વતામાં અનેકગણો વધારો જોવા મળશે. પેટ્રોલની સરખામણીમાં ડિઝલમાં કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ વધુ હોવાનાં કારણે પ્રદુષણમાં પણ ઘણોખરો વધારો જોવા મળ્યો છે. કહેવાય છે કે જેટલી વસ્તુ ચોખ્ખી અથવા તો પિયોર તેની સપ્લાયમાં અનેકઅંશે અછત જોવા મળતી હોય છે ત્યારે એ વાત સ્પષ્ટ છે કે, ડિઝલનું ભવિષ્ય ધુંધળુ હોય શકે.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા ઓઈલની કિંમત નીચી જવાથી ઘણો ખરો ફાયદો ભારતીય ગ્રાહકોને પહોંચ્યો છે. છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડિઝલનાં ભાવ આસમાને જઈ પહોંચ્યા છે પરંતુ આજ મુદ્દે જો વિશ્ર્વની સ્થિતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો પેટ્રોલનાં ભાવ ડિઝલનાં ભાવની સરખામણીમાં ઓછા હોય છે. પેટ્રોલમાં વપરાતા વાહનનું મેઈનટેન્સ ડિઝલ વાહનોની સરખામણીમાં ખુબ જ ઓછુ જોવા મળતું હોય છે. જાન્યુઆરી ૧૯૭૨થી શરૂ કરી ૨૦૦૮ સુધી પેટ્રોલિયમનો ભાવ ૭૫ ગણો વઘ્યો હતો જયારે એક સમયે પ્રતિ બેરલનો ભાવ ૧.૮૫ ડોલર બોલાતો હતો ત્યારે હવે બેરલ દીઠ ભાવ લગભગ ૧૪૦ ડોલરને પાર પહોંચ્યો છે. ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેનાં ગેપનાં કારણે કયાંકને કયાંક ફેરબદલ આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે.

ભારતની સરખામણીમાં અન્ય દેશોમાં પેટ્રોલનાં ભાવો સસ્તા

વૈશ્ર્વિક સ્થિતિને ધ્યાને લઈ એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે, ભારત સિવાય વિશ્ર્વનાં અન્ય દેશોમાં પેટ્રોલનાં ભાવ ખુબ જ ઓછા જોવા મળે છે ત્યારે ભારતમાં આજ સ્થિતિ વિપરીત છે. પેટ્રોલ-ડિઝલની સરખામણીમાં ભેળસેળમાં નહિવત જોવા મળે છે ત્યારે બીજી તરફ ડિઝલમાં અનેકવિધ રીતે અને ઘણા પદાર્થોની મિલાવટ કરવામાં આવે છે જેના કારણે પ્રદુષણમાં પણ ઘણો ખરો વધારો થાય છે. આવનારા સમયમાં ડિઝલ વાહનો ઉપર જાણે પ્રતિબંધ મુકવામાં આવશે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ડિઝલનાં ભાવમાં વધારો જોવા મળે છે જયારે ભારતમાં ડિઝલનાં ભાવ ખુબ જ ઓછા હોય છે. જોવાનું એ રહ્યું કે, આવનારો સમય પેટ્રોલ-ડિઝલ માટે કેવો રહેશે. ઓકેટ દ્વારા ઘણી ખરી રીતે ભાવ બાંધણુ કરવામાં આવતું હોય છે.

776

ડિઝલની સરખામણીમાં પેટ્રોલમાં ચોખ્ખાઈનું પ્રમાણ વધુ

ડિઝલમાં કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ સૌથી વધુ હોવાથી તે હવામાં પ્રદુષણ ખુબ જ વધુ ફેલાવે છે ત્યારે પેટ્રોલ વાહનોમાં એર ફયુઅલ મીકચર હોવાથી વાહનોની અવધીમાં પણ ઘણો વધારો જોવા મળે છે. લોકો પેટ્રોલ વાહનોની પસંદગી ખુબ વધુ કરતા હોય છે પરંતુ પેટ્રોલ લકઝરી હોવાથી તેનો ઉપયોગ પહેલાના સમયમાં ઓછો જોવા મળતો હતો. હાલ પેટ્રોલનાં વાહનોનો વપરાશ ઘણાખરા અંશે વઘ્યો છે અને લોકો હવે ડિઝલનાં બદલે પેટ્રોલ તરફ વળી રહ્યા છે. વાતાવરણને પ્રદુષણ મુકત બનાવવા માટે સરકાર દ્વારા બીએસ-૪ વાહનોને ત્યજી બીએસ-૬ વાહનો તરફ દોરાઈ રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ તમામ મુદાઓને ધ્યાને લઈ એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે, આવનારા સમયમાં ડિઝલની સરખામણીમાં પેટ્રોલનો વપરાશ વધુ જોવા મળશે અને પેટ્રોલમાં પ્યુરીટીનું પ્રમાણ વધુ હોવાથી તેનો ફાયદો પણ અનેકઅંશે ગ્રાહકોને મળવાપાત્ર રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.