ચારણી સાહિત્ય સંગોષ્ઠીમા ચારણી સાહિત્યનું વ્યાકરણ સમજાવાયું
સાહિત્યક્ષેત્રે ચારણી સાહિત્યની આગવી ઓળખ છે. ડીંગળ-પીંગળ શૈલીમાં અનેક ચારણ ઋષીઓનું અમૂલ્ય પ્રદાન છે. આવનારી પેઢી આ અમુલ્ય વારસાથી પરિચિત બને અને ઉપાસના કરે એવા શુભ હેતુથી ચારણી સાહિત્ય સંગોષ્ઠીનું આયોજન ૬ ડીસેમ્બરથી ગુજરાત રાજય સંગીત નાટય અકાદમી ગાંધીનગરનાં સહયોગે અનુભા ગઢવી દ્વારા આયોજન ૮ ડીસેમ્બર સુધી કરવામાં આવ્યું . આ કાર્યક્રમની શરૂઆત આઈશ્રી કંકુકેશર મા એ દિપ પ્રાગટયથી કરી હતી. ઉપરાંત બીજા દિવસે આઈશ્રી દેવલમાં કાળીયાર સંત પાલુભગત અને ત્રીજા દિવસે સંત શ્રી મોરારીબાપુ સાથે અલગ અલગ ક્ષેત્રોમાં નામના મેળવેલા ઉપરાંત સમાજનો અનેક પ્રતિષ્ઠીત લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સાહિત્યકાર અનુભા ગઢવીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ૬,૭,૮ ડિસેમ્બરના રોજ ચારણી સંગોષ્ઠી એટલે કે ચારણી સાહિત્ય માટે જે વ્યાકરણ જરૂરી છે. તે વ્યાકરણ અંગેનું સેશન રાખવામાં આવ્યું હતુ દુહા છંદ પ્રોગ્રામોમાં બોલાય છે. પરંતુ તેનું બંધારણ શું ? તે ઓછા લોકોને ખ્યાલ છે. ચારણી સાહિત્યના ભવ્ય વારસામાં મહાન કવિઓ થઈ ગયા છે. ખાસ તો હાલની યુવા પેઢી સાહિત્યથી દૂર થતી જાય છે. તો સાહિત્ય હાલમાં જાગૃત રહે તે ખૂબજ જરૂરી છે. ખાસતો ચારણી સંગોષ્ઠી કાર્યક્રમએ માત્ર સમાજ નહિ પરંતુ જીપીએસસી જેવી પરીક્ષાની તૈયારી કરતા લોકો માટે અગત્યનું છે. આમ ચારણી સાહિત્ય એ અમૃત છે. ખાસ તો ચારણી સાહિત્યથી લોકો દૂર છે. તેનું કારણ એ છે કે લોકો રોજી રોટી માટે સમય ફાળવવામાં કયાંક સાહિત્યને ભૂલી જાય છે.
મુન્નાભાઈ અમોતીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ચારણી સંસ્કૃતી બચાવવા માટેનો આ ભવ્ય પ્રયાસ થઈ રહ્યો છે. ખાસ તો હાલ સંસ્કૃતીને જાળવી રાખવી ખૂબજ જરૂરી છે. જેમાં રોજે ૧૦૦ થી ૧૫૦ દિકરા દિકરીઓ ખાસ હાજર રહ્યા હતા. અને સાહિત્ય અંગેના વ્યાકરણનું જ્ઞાન મેળવ્યું હતુ.
ડિગલ-પીંગલ સાહિત્ય એ ચારણની આગવી ઓળખ છે. જેને લઈ અનુભા ગઢવીએ સારો પ્રયાસ કર્યો એ સમાજ માટે ગૌરવની બાબત કહી શકાય. હાલમાં સાહિત્ય લુપ્ત નથી થયું પરંતુ ગુપ્ત થઈ ગયું છે. આ પ્રકારના કાર્યક્રમો સમયાંતરે યોજાતા રહે તો ગુપ્ત સાહિત્યને બહાર કાઢી શકાય.