ઉનાળામાં સ્ફૂર્તિ અને શિયાળામાં હૂંફ આપતી ‘ચ્હા’ની સામે રાજગાદીની દાદાગીરી!
‘ચ્હા’ની એક હાોટલમાં બોર્ડ માં એવું લખાણ હતું કે, તમારા ઘરમાં તમારા હોમ મિનિસ્ટર વહેલી સવારે તમને જે ‘બેટ ટી’ (પથારીમાંથી ઉઠતા જ પીવાની ચ્હા અને આ હોટલની ચ્હા વચ્ચે જો જમીન-આસ્માન જેટલો સ્વાદ ફેર ન લો તો ‘ચ્હા’ ના પૈસા નહિ લઇએ, પણ તમારા હોમ મિનિસ્ટરને નહિ કહેવાની શરત!
ચ્હાની એક બીજા હોટલના થડા પર એવી સૂચના કે અહીં ચ્હા પીતાં પીતાં ‘રાજગાદી’વિષે, ને એનાં રાજકારણ વિષે કશી જ ચર્ચા કરવાની નથી…
‘ચ્હા’ ના મહિમા વિષે અને એની લોકપ્રિયતા વિષેની વાતચીતોમાં તો ‘ચ્હા’ ના સ્વાદ વિષે ચર્ચામાં સમયનો બગાડ થાય, અને રાજગાદીની બાબતમાં બુઘ્ધિનો બગાડ થાય, અને રાજગાદીની બાબતમાં બુઘ્ધિને બગાડ થાય તેમ વાદવિવાદની તડાફડી થાય!
આમ છતાં ‘ચ્હા’ તો સર્વવ્યાપી છે અને તેના વિષે જાણવું પડે તેમ છે.
કુકડાની બાગની સાથે જ ઉઠી જનારા માણસોને પણ ઉઠતા વેંત પહેલી જો કોઇ વસ્તુ સાંભરતી હોય તો તે ચ્હા છે. સુર્યવંશી હોય તો તેઓને પણ ઉઠીને તુરત જ ચ્હા જોઇએ છે. પણ રસિયાઓને તો આ વગર દિવસ નથી ઉટતો ! ચ્હા પીવે પછી જ તેઓને એમ લાગે છે કે હવે અજવાળા થયાં !
ઘણા બંધાણીઓતો ચ્હા પીધા વગર કુદરતી હાજતે પણ નથી જઇ શકતાં ! સમય થાય એટલે આપોઆપ ચ્હાની તલપ લાગે છે. ઓફીસમાં બેઠા હોયએ કે ઘરમાં, સિનેમા જોવા ગયા હોઇએ કે બગીચામાં હટાર મારવા, ચ્હાના રસિયાઓને ચ્હાના નિયત સમયે ચ્હા જોઇએ જ છે!
હા, હવે રોજીંદા જીવનનું એક અંગ બની ગઇ છે. આ એ સર્વસ્વીકાર્ય ઘ્વસન છે. આપણે ત્યાં તો ઘેર મહેમાન આવે તેઓને પણ પ્રથમ પીવાના પાણીથી સ્વાગત કર્યા બાદ પૂછવામાં આવે છે. ‘ચ્હા લેશો કે કોફી?’ જયાં આ દેશમાં એવા કેટલાંકો ઘર વછે જયાં નિરંતર ચૂલા પર સગડી પર પ્રાયમસ પણ કે પછી ગેસ પર ચ્હા ઉકળતી જ રહે છે!
હવે તો ચ્હાના ઘુંટ પીતા પીતા રાજકારણીઓ મહત્વના નીતવિષયક નિર્ણયો લે છે. કોઇક રાજકારણીતો ચ્હા પીતા પછી જ કયા પક્ષમાં જોડાવું તે વિચારી શકે છે!! આ તો થઇ અતિશયોકિત !! પરંતુ વાસ્તવમાં ભગવાનની જેમા ચ્હા પણ સર્વ વ્યાપી બનીગઇ છે તે હકિકત છે.
આ ચ્હામાં એવા તે કયા તત્વો રહેલા હશે? તે જાણવું રસપ્રદ થઇ પડશે, ચ્હાની હાનીકારકતા વિશે તો ઘણું લખાઇ ગયું છે પરંતુ આજે ચ્હાના વ્યસનીઓને શું ફાયદા થાય છે અને કેવી રીતે તે વાત જાણીએ.
ચ્હામાં ૧૩૦ જાતના રસાયણિક પદાર્થો છે. આમાંથી અતિ મહત્વનાં પદાર્થો છે. કેટકોલ્સ, પોલીફેનલ્સ, આ પદાર્થોની વનસ્પતિ પ્રવૃતિક ઘણી ઉચ્ચ હોય છે.
દાખલા તરીકે કેટકોલ્સ માનવ શરીરની સૌથી પાતળી ગ્રંથી કેપેલેરીઝની હાયપર પરમેબીલીટી ઘટાડે છે. આ ગ્રંથીઓની દિવાલોની સ્થિતિ સ્થાપના પુનસ્થાપિત કરે છે અને અન્ય રીતે પણ મદદરુપ છે.
આ ઉપરાંત ચ્હાનો કેટકોલ પદાર્થ નુકશાનકારક પદાર્થોને નાબુદ કરી તેને શરીર બહાર હાંકી કાઢે છે. આ કેટકોલના કારણે જ ચ્હા કડક બને છે!
આ ઉપરાંત ચ્હામાં ર- ૪ ટકા કોફેન હોય છે. કોફીમાં જે કોફેન હોય છે તેના પ્રમાણમાં ચ્હાનું કોફેન હ્રદય પર બહુ હળવી અસર કરે છે. માથાના દુ:ખાવા માટેની ટીકડીમાં જેટલું કેફીન હોય છે તેટલું એટલે કે ૦.૦૫ ગ્રામ કોફેન ચ્હાના એક કપમાં હોય છે.
શરીરતંત્ર પર વિપરીત અસર કર્યા વગર ચ્હાનું કોફેન માનસિક અને શારીરિક સંચેતતા સર્જે છે. અને શરીરને સ્ફુતિનો અનુભવ થાય છે.
આદાત માટે પણ ઉપયોગી છે. ફલોરાઇડયુકત પાણીમાં જેટલું ફલોરાઇડ હોય છે તેટલું ફલોરાઇડ ચ્હા પણ શરીરને પુરુ પાડે છે.
ચ્હામાં વિટામીન બી, બી ૧, એ સી અને વિટામીન પી હોય છે. ચ્હામાં જેટલું વિટામીન પી હોય છે તેટલું બીજી કોઇ વનસ્પતિમાં હોતું નથી. વિટામીન પી અને સી સાથે મળીને એસ્કોર્બીક એસીડમાં સંગ્રહને જાળવી રાખે છે. તે શરીરની પ્રતિકાર શકિત વધારે છે.
શરીરમાં ગરમીના પ્રમાણમાં નિયમિત માટે પણ આ ઘણી ઉપયોગી છે. ઉનાળામાં ચ્હા શરીરને ઠંડક આપે છે તો શિયાળામાં હુંફ ! જુના જમાનાથી લોકો માનતા આવ્યા છે કે ચ્હા શિયાળામાં શરીરને ગરમી આપે છે અને ઉનાળામાં સ્ફુતિ આપે છે.શ્વાસો-શ્વાસની પ્રક્રિયા માટે પણ ચ્હા ઉપયોગી છે. તમે જયારે ચ્હા પીઓ છો ત્યારે ફેફસા વધુ હવા લઇને વધુ પ્રમાણમાં કાર્બન ડાયોકસાઇડ છુટો કરે છે. ચ્હા પ્રથમ શરીરનું ઉષ્ણતામાન વધારે છે અને ત્યારબાદ શરીરની ગરમીના કારણે વધુ પ્રમાણમાં પરસેવો વળે છે અને અદ્રશ્ય થાય છે આમ શરીર માટે નકામા તત્વોનો નાશ થાય છે.
પ્રયોગો પરથી જણાયું છે કે ઉનાળામાં ગરમીયુકત દિવસોમાં ઠંડા પીણા માત્ર મોઢામાં ઠંડક કરી શકે છે. પણ ગરમ ચ્હા મોઢાનું ઉષ્ણતામાન એક ડ્રીગ્રી જેટલું ધટાડી શકે છે! જો કે અસર ૧પ મીનીટ જેટલી જ રહે છે તે પણ હકિકત છે. આટલા માટે જ વૈજ્ઞાનિકો ગરમ આબોહવામાં રહેતા લોકોને થોડા થોડા સમયના અંતરે થોડા થોડા પ્રમાણમાં ચ્હા પીતા રહેવાની સલાહ આપે છે.
પરસેવા દ્વારા શરીરની ગરમી હાંકી કાઢયા માટે પણ ચ્હાનો ઉપયોગ થાય છે શ્ર્વાસોશ્ર્વાસની મુશ્કેલી કે ફલ્યુના કારણે તાવ આવ્યો હોય ત્યારે ચ્હાનો સફળતાપૂર્વક ઉપયોગ કરીને ગરમી બહાર કાઢવામાં આવે છે.
લીલી ચ્હાનો ઉકાળા મરડાનો રોગ મટાડે છે. આ ઉપરાંત ચ્હામાં કેટકોલ તત્વ શરીરની રોગ પ્રતિકાર શકિત વધારે છે.
ચ્હાના આ તમામ તત્વો એક બીજા સાથે સંબંધિત છે અને સાથે મળીને વનસ્પતિ રીતે સક્રિય કોમ્પલેકસ રચે છે. તેથી ચ્હાનું એક કોઇ એક તત્વ કાઢી લેવું મુશ્કેલ છે.
શરીરની સેન્ટ્રલ નર્વસ સીસ્ટમ પર અસર કરતાં ખોરાકી ઝેરની અસરનો નાબુદ કરવા માટે કડક ચ્હાની ભલામણ કરવામાં આવે છે. હ્રદયના ધબકારા કે શ્ર્વાસોચ્છશ્ર્વાસ ની પ્રક્રિયા અનિયમિત બને ત્યારે પણ કડક ચા અનિયમિત બને ત્યારે પણ કડક ચ્હા ઘણી ઉપયોગી છે.
લૂ લાગવાથી તાવ આવ્યો હોય તો કડક ચ્હા પીવાથી ઉતરી જાય છે. તેવી જ રીતે શરીરનો દુ:ખાવો પણ નાબૂદ થાય છે આંખના પોપચા સોજી ગયા હોય ત્યારે પણ કડક ચ્હા ઘણી ઉપયોગી છે.
રકતાભિસરણ પ્રક્રિયા માટે પણ ચ્હા ઘણી ઉપયોગી સાબીત થાય છે. ગરમ અને કડક ચ્હા ઉધરસ કે દમ જેવા રોગોના પ્રતિકાર માટે પણ ઉપયોગી છે.
ચ્હાને વધુ લાભદાયી બનાવી શકાય ખરી? આ પ્રશ્ર્ન મહત્વનો છે. વિશ્ર્વભરમાં કરોડો લોકો ચ્હાના રસિયા છે ત્યારે ચ્હાને લાભદાયી બનાવવાનું કાર્ય પણ લાભદાયી નિવે ખરું! વાસ્તવમાં ચ્હાને વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય તેમ છે. આ ઉપરાંત ચ્હાના આંતરીક તત્વોને પણ વધારીને તેની ઉપયોગીતા વધારી શકાય છે.
રશિયામાં ચ્હાના છોડની ર૦૦૦૦ જાતો નોંધાઇ છે. જેમાંથી રપ૦ જેટલી જાત ઔષધિયુકત હોય છે. સદીઓ પહેલી આ મોટાભાગની જાત શોધાઇ હતી અને વિવિધ રોગ માટે તેનો સફળતાપૂર્વક ઉપયોગ થયો હતો. આ છોડવાઓ ઔષધયુકતતાને સતાવાર સમર્થન પણ મળ્યું છે અને વિજ્ઞાનીઓ તેનો દવાઓ માટે ઉપયોગ પણ કરે છે!
ઔષધિયુકત છોડવાઓ તાકીદની સારવાર માંગતા રોગો માટે તૈયાર કરવામાં આવ્યા નથી પણ આ વનસ્પતિ અન્ય શકિતશાળી દવાઓનો ઉપયોગ નિવારવામાં મદદરુપ છે.
આ રપ૦ છોડવાઓમાંથી કેટલાકનો ઉપયોગ બીમારીના પ્રકાર મુજબ કરવામાં આવે છે. અને તેને ચ્હામાં મેળવવામાં આવે છે. ત્યારબાદ આ ચા માત્ર ચ્હા જ રહેતી નથી તે ઔષધ બની જાય છે. સામાન્ય ચ્હા કરતા તે વધુ લાભદાયી અને અસરકારક હોય છે. આ ઔષધ ચ્હા શ્રેષ્ઠ ચા છે કારણ કે તે ચ્હાના ગુણ ઉપરાંત ઔષધયુકત છોડના તત્વો પણ ધરાવે છે.
ચ્હાના આ તબીબી ઉપયોગ વાંચીને કદાચ કદી ચ્હાને હોઠ પણ ન લગાડનારાઓ ચ્હા પીતા થઇ જશે!
‘ચ્હા’ના ગુણગાન તો ગાયાં પણ રાજગાદી અને રાજગાદીના ચાના જેટલા જ કે એનાથી પણ વધુ રસિયા રાજગાદી પ્રેમીઓનાં ગાણાં પણ ગાયા વિના નહીં ચાલે, નહિતર મારા મારીનું જોખમ ઊભું કર્યા બાબર લેખાશે.
આંગણે આવનારની આગતા સ્વાગતા કરવાનો અને તેમના ચા પાવાનો રિવાજ આપણે ત્યાં છે જ! જો ગાદી ઘેલા અને રાજગાદી મેળવવા ગમે તેવા કાળાં ધોળા કરતા લોહો ‘ચ્હા’ ને પાયાની વાતનું વતે.સર કરીને શું ને શું એમની બેજોડ પાવરધાઇ…. અરે, હોટલ બંધ કરાવી દે ! એ જો હઠે તો કહીએ તે કામ કરાવી દે અને રૂઠે તો ચામડાં ચીરાવી દે!
રાજગાદીની લ્હાયમાં તો લોકસભાની દિવસો સુધી ચાલેલી ચુંટણીમાં અબજો ‚પિયાનાં આંધણ થયાં, ન શોભે એવા વેણ બોલાયાં અને આખા દેશની લાખ ટકાની આબરુને ધૂળ ધાણી કરી દેવાઇ, રાષ્ટ્રની એકતાને છિન્ન વિછીન્ન કરી દેવાયા, વેરઝેરની કાયમી ગાંઠો અને દિવાલો ઊભી કરી દેવાઇ…
મહાભારતના યુઘ્ધને અંતે અઢાર અક્ષૌહિણી સૈનિકો, યોઘ્ધાઓ, અશ્ર્વો, હાથીઓ અને કૌરવો-પાંડવો જેવા ભાઇઓની લોહી લોહાણ લાશો, મૃતદેહોના થયેલા ઢગલાથી કુરુક્ષેત્રનું રણ મેદાન મોટામસ્સ મસાણમાં ફેરવાઇ ગયું હતું તેમ લોકસભાની ચુંટણીએ ભાઇઓને ભાઇઓ રહેવા દીધા નથી. સંસ્કૃતિ અને રાષ્ટ્રીય સંસ્કારને ચુંથી નાખનારાઓ હવે શું એક કમજોર અને બરબાદ રાષ્ટ્રની રાજગાદી ઉપર રાજ કરશે? વિજેતા પાંડવો તો રાજસિંહાસન છોડીને હિમાલયમાં હાડ ગાળવા જતા રહ્યા હતા !
અહીં એમ કહેવું જ પડે છે કે ‘ચ્હા’ અને રાજગાદી વચ્ચેની સ્પર્ધા વચ્ચે ‘ચ્હા’ અને ‘ચાહના’ તેની સાર્વત્તિક બોલબાલા સાથે જીવંત રહ્યા છે.
અહીં સનાતન સત્ય જેવું એક હોટલનાં આંગણે લખાયેલનું આ લખાણ જીવનમાં ઉતારવા જેવું છે….
જે માતાએ તમને જન્મ દીધો છે, તેને રોજ પ્રણામ કરજો
જે પિતાએ તમને પાળ્યા પોષ્યા છે, તેમને રોજ પ્રણામ કરજો
જે ગુરુએ તમને જ્ઞાન આપ્યું છે, તેમને રોજ પ્રણામ કરજો
જે વડીલોએ તમને વિવેક શીખવ્યો છે, તેમને રોજ પ્રણામ કરજો
જે સંતોએ તમને સદ્દબોધ આપ્યો છે તેમને રોજ પ્રણામ કરજો
જે ઇશ્ર્વરે તમને અવતાર આપ્યો છે તેમને રોજ પ્રણામ કરજો..
‘ચ્હા’ પીતા રહેજો – અતિરેક વિના:
સૌને ચાહજો
રાજગાદી માટેની યુઘ્ધખોરીથી દેશ સતત બરબાદ થતો બસે એવી દરરોજ પરમાત્માને પ્રાર્થના કરજો!