મારી જેમ મીઠાઈ ના શોખીન માણસો ને જ ખબર હશે કે dieting દરમિયાન મીઠાઇ ની યાદ છૂટેલા પ્રેમ ની જેમ આવતી હોય છે………..ચાલો મીઠાઇ ના શોખીન ના હોવ તો મૂવી માં break up પછી ice cream નો ડબ્બો લઈ બેઠા હીરો હીરોઇન ને તો જોયા જ હશે…

જેને રોજ ગળિયું ખાવાની ટેવ હશે એમને તો જો એક દિવસ પણ ગળિયું ખાવા ના મળે તો ચીડચિડ કરવાની આદત પણ પડી ગઈ હશે…એનું કારણ એ છે કે ખાંડ એટલે કે sugar તમારા મગજ માં એવાજ રસાયણ નું ઉત્પાદન કરે છે કે જે કોઈ પણ ખુશી ના પ્રસંગે તમારા મગજ માં બનતા હોય છે …. આ રસાયણ માં એક જાતનું neurotransmitter ( neuro :- ચેતા કોષો ) છે કે જેને ડોપામીન પણ કહે છે.

Neurotransmitter તમારા મગજ માં એ જ કામ કરે છે જે સાદું ટ્રાન્સમિટર આપના જીવન માં કરે છે એટ્લે કે સંદેશ એક જગ્યાએ થી બીજી’ જગ્યાએ પોહચાડવાનું. આપણાં મગજ માં આવા ઘણા બધા neurotransmitter ની આપ લે થતી હોય છે જે આપણાં શરીર ની વિભ્ભીન પ્રવૃતિયો અને લાગણીયો માટે જવાબદાર હોય છે. આવીજ રીતે ડોપામીન નામનું neurotranmmitter જવાબદાર છે ખુશી ની લાગણી માટે. એવું પણ બની શકે કે સારા પ્રસંગે મોઢું મીઠું કરવાની આપણી પરંપરા પણ આનેજ ધ્યાન માં રાખી ચાલતી આવતી હોય.

Sugar for Forum editedsugar અને રોજિંદા વાપરસ માં આવતી ખાંડ માં ખુબજ નાનો ફર્ક છે શેરડી માં થી refined કરી ને વપરાસ માં લેવામાં આવતી ખાંડ sucrose etle કે બીજી બે જાતની sugar glucose અને fructose નું મિશ્રણ છે. આપનું શરીર અલગ અલગ ખોરાક માથી અલગ અલગ જાતની sugar લઈ તેનો અલગ અલગ રીતે વપરાશ કરે છે પણ એની વાત પછી ક્યારેક. અત્યારે ફક્ત એટલું સમજો કે આ અલગ અલગ જાતની sugar આપણાં શરીર માટે ઉર્જા નો સૌપ્રથમ અને મુખ્ય સ્ત્રોત છે, પરંતુ લિમિટ માં જાજી sugar ખોરાક માં લેવાથી નીચે પ્રમાણે ના નુકસાન થઈ શકે:

  • Obesity (મોટાપો જે આગળ જતાં ડાયાબિટીસ માં પરિવર્તીત થઈ સકે છે)
  • Liver failure
  • Uric acid level માં વધારો વગેરે

આ બધા નુકસાનો તો લગભગ લોકો ને ખ્યાલ હશે પણ કેટલા લોકો એ વિચાર્યું કે આટલું નુકસાન હોવા છતાં આપણાં શરીર માં ખુશી વધારતો ડોપામીન શું કામ રિલીસ કરે છે ? શું ઊંધું ના થાવું જોઇયે આપણને આટલી હાનિકારક વસ્તુ થી દૂર રાખવા ….

Sugar અને માનવ ઉત્ક્રાંતિ (human evolution )

dopamine brain FIજે રીતે મેં આગળ જણાવ્યુ sugar આપણાં શરીર નું ઉર્જા માટે પ્રથમ અને મુખ્ય સ્ત્રોત છે.એક થિયરિ પ્રમાણે ઘણા વર્ષો પેહલા જ્યારે માનવ ઉત્ક્રાંતિ ની શરૂઆત પણ નોહતી થઈ. અને social એનિમલ નું ઘર પણ બીજા એનિમલ્સ ની જેમ જંગલ હતું ત્યારે માણસ ને ઉર્જા માટે ખુબજ મેહનત કરવી પડતી. આ કારણે આપણું બ્રેઇન જ્યારે પણ માણસ સુગર થી ભરપૂર કોઈ પણ ખોરાક ખાતું ત્યારે ડોપમિન ઈનામ ના રૂપે રિલીસ કરતું જેનાથી માણસ ને આનંદ ની અનુભૂતિ થતી અને તે આવા ખોરાક ખાવા માટે પ્રેરાતું. આને કહેવાય Reward and pleasure respone.  હવે વાંધો ફક્ત એ છે કે હવે માનવ ઉત્ક્રાંતિ પછી માણસને  પોતાને જીવતા રાખવા આવા ખોરાક ગોતવાની બદલે આવા ખોરાક થી એક હદ પછી દૂર રેહવાનો વારો આવ્યો છે પણ આપણું મગજ હજી એવી જ રીતે કામ કરે છે……..

તો શું sugar ની લત કે addiction લાગી શકે…?

Sugar અને addiction વચ્ચે શું સબંધ છે એ જાણવા પેલા એ જાણી લઈએ કે ADDICTION છે શું.? અને એ કઈ રીતે માનવ શરીર માં પ્રવેશે છે.

જ્યારે પણ માણસ કોઈ એવી activity કે કામ કરે છે જે આપણાં મગજ ને આપણાં શરીર માટે ફાયદાકારક લાગે તો આપણું મગજ ડોપામીન ઈનામ ના રૂપે રિલીસ કરે છે અને આપણને એ કામ વારંવાર કરવા પ્રેરે છે. જેમ આપણે નાના છોકરાઓ ને ચોકલેટ આપી ને કરીયે છીએ બસ ડોપામીન પણ આપણી ચોકલેટ જ છે.

હવે આ કુદરતી રીતે થાઈ ત્યાં સુધી કાઇ વાંધો નથી. વાંધો આવવાનું શરૂ થાઈ જ્યારે આનંદની અનુભૂતિ લેવા આપણે આ કામ કૃત્રિમ રીતે આપણાં બ્રેઇન પાસે થી કરાવીએ છીએ. આ કૃત્રિમ રીતે ડોપામીન નું ઉત્પાદન ના સિદ્ધાંત ઉપર જ આલ્કોહોલ અને ડ્રગ્સ કામ કરે છે. આપણાં મગજ ને છેતરી ખુબજ મોટા પ્રમાણ માં ડોપામીન રિલીસ કરાવતા આ તત્વો ધીમે ધીમે કુદરતી રીતે ડોપામીને રિલીસ કરવાની આપણી શક્તિ ને નબડી પાડી શકે છે અને જ્યારે આવું થાઈ ત્યારે એને કહેવાય  “ADDICCTION”.

What is Addiction 2જ્યારે આ addictive તત્વો અચાનકથી મળવાનું બંધ થાય છે ત્યાં સુધી આપનું મગજ ડોપામીન માટે પૂરી રીતે આ હાનિકારક તત્વો પર નિર્ધારિત થઈ ગયું હોય છે અને ડોપામીન નો અભાવ આપણું શરીર સહન નથી કરી શકતું . ઇન્ફેક્ટ આલ્કોહોલ માં પણ મોટા પ્રમાણ માં શુગર જોવા મળિયું છે. જેને લીધે આલ્કોહોલ છોડવા માંગતા લોકો માં ગળિયું ખાવાની તીવ્ર અને સતત ઈચ્છા જોવા મળે છે.

તો શું ગળિયું ખાવાના શોખીન લોકો ને આની ચિંતા કરવાની જરૂર છે ?  જો તમને રોજ ગળિયું ખાવાનો શોખ આદત અને આદત થી જરૂરિયાત બની ગયો હોય તો હાં …!!.  sugar પણ આગળ જણાવ્યા પ્રમાણે ડોપામીન રિલીસ કરે છે અને addictive તત્વો પણ ધરાવે છે . જ્યાં અમુક લોકો ને sugar મૂકવામાં જાજી પ્રોબ્લેમ નથી આવતી ત્યાં બીજી બાજુ  અમુક લોકો ને sugar મૂકવાથી નાના પ્રમાણ માં તો નાના પ્રમાણ માં એ જ withdrawal symptoms જોવા મળે છે જે એક આલ્કોહોલ કે ડ્રગ્સ એડિક્ટ માં જોવા મળે છે દાખલા તરીકે………….

  • માથા નો દુખાવો
  • ગળિયું ખાવાની સતત અને તીવ્ર ઈચ્છા
  • એક જાતનો ઉત્પાદ ની અનુભૂતિ
  • ઝાડા ની તકલીફ રેવી
  • થાકરો લાગવો
  • સ્નાયુ ના દુખાવા
  • ભૂખ લાગ્યા કરવી
  • અને અમુક કેસિસ માં તો ડિપ્રેશન પણ…………..

આના માટે બધી જાતની sugar ને system થી બારે કાઢવાની જરૂર નથી બસ refined sugar નું પ્રમાણ ઓછુ કરી કુદરતી sugar નું પ્રમાણ ખાવામાં વધારવું જે ગોળ, મધ, ફળ વગેરે વગેરે …….. આમ કરવાથી ધીમે ધીમે તમે refined sugar થી છુટકારો વધારે સારી અને જડપ થી છોડવા તમારા બ્રેઇન ને trick કરી શકસો …..અને જ્યારે આવું થઈ જાઈ તો મારૂ મોઢું મીઠું કરાવવાનું ભૂલતા નઇ…………….!!!!!!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.