એટીએમ કેશલેસ સુવિધા, રસ્તા, પાણી, ગટર વીજળી સહિતની સુવિધાઓનો અભાવ છતા મંડલીકપૂરને ડિજિટલ ગામ જાહેર કરતા અસંતોષ
ભારત સરકાર તેમજ ગુજરાત સરકારે જાહેર કરેલ મંડલીકપૂર ગામને ડીજીટલ તેમજ કેશલેશ વ્યવહાર અંગે અમારા ગામને ૧૦૦, ગામમાં સમાવેશ કરેલ છે તો આ અગે જીલ્લા પંચાયતના સદસ્ય કિશોરભાઈ પાદરીયાએ સરકાર સમક્ષ ખુલાસો માંગ્યો છે.
મંડલીકપૂર ગામમાં એકપણ એટીએમ વ્યવસ્થા નથી ગમમાં એક પણ જગ્યાએ કેશલેશ વ્યવસ્થા નથી ગામના લોકોને કેશલેશનું જ્ઞાન પણ નથી ગામમાંપીવા લાયક પાણી પણ નથી અને પાણીની વ્યવસ્થા પણ ગામ માટે નિયમિત નથી. ગામમાં ગંદકીની પૂરી વ્યવસ્થા છે. દરેક જગ્યાએ ગંદકીના ગંજ ખડકાયેલ છે.
સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા નથી પ્રદુષિત હવાના ભયંકર ભરડામાં છે. છ મહિના પહેલા બનેલા સી.સી.રોડ તુટી ગયેલ છે. પશુઓને પીવાના પાણીના હવાડા ફરતે ખૂબજ ગંદકી છે.
મંડલીકપૂર ગામે ગૌશાળા બસ સ્ટેન્ડ પાસે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી. પ્રદુષણ અને આરોગ્યને લીધે બે કેસ ડેંગ્યુના ફેઈલ થયેલ છે. વર્ષો થયા સર્વીસ રોડનો પ્રશ્ર્ન કેન્દ્ર સરકાર દ્વારા હલ થયેલ નથી. આ તમામ પ્રકારનાં મુદા ગુજરાતમાં ભાજપ તથા કેન્દ્રમાં ભાજપની સરકાર હોવા છતા અને જેતપુરનાં ધારાસભ્ય અને મીનીસ્ટર તેમજ સાંસદ હોવા છતા આ તમામ મુદાએ નિષ્ફળતા આ ગામે મેળવેલ છે. છતાય કેન્દ્રના મંત્રી અ‚ણ જેટલીજીએ અમારા ગામને કઈ રીતે ડીજીટલ લીસ્ટમાં સમાવેશ કરેલ છે તે મુદે ખુલાસો માંગ્યો છે.