વર્લ્ડ વીગન ડે
શું વીગન બનીને પણ સ્વાદિષ્ટ આહાર મેળવી શકાય?
વિશ્વભરમાં વર્લ્ડ વીગન ડે પહેલી નવેમ્બરે ઉજવવામાં આવે છે. આપણે વેજીટેરિયન અને નોન વેજીટેરિયન એટલે કે શાકાહાર અને માંસાહારી વિશે તો જાણીએ છીએ પણ આપણને એ પણ પ્રશ્ન થાય કે વીગન એટલે શું? તો પ્રાણીઓને નુકસાન પહોંચાડ્યા વિના તેમજ દૂધ અને દૂધની બનતી બનાવટનો ઉપયોગ કર્યા વિના તેનો વિકલ્પ શોધી જે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે તેને વિગન વસ્તુઓ કહે છે. જેનો મુખ્ય ઉદ્દેશ પ્રાણીઓને નુકશાન પોહચડ્યા વિના પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનો છે.
વિશ્વમાં લોકો માટે શાકાહારી અને કુદરતી વાતાવરણના ફાયદાઓ સ્ટોલ સ્થાપવા, પોટલક્સનું આયોજન કરવા અને સ્મારક વૃક્ષો વાવવા જેવી પ્રવૃત્તિઓ દ્વારા ઉજવવામાં આવે છે. આ ઇવેન્ટની સ્થાપના 1994માં યુનાઇટેડ કિંગડમમાં ધ વેગન સોસાયટીના તત્કાલીન અધ્યક્ષ લુઇસ વોલિસ દ્વારા સંસ્થાની સ્થાપનાની 50મી વર્ષગાંઠ અને “વીગન” અને “વીગનિઝમ” શબ્દોના સિક્કાની યાદમાં કરવામાં આવી હતી.
હાર્દિકભાઈ – સત્વ – ધ સાત્વિક કાફે
“આજના યુગમાં એક નવી સોસાયટીની વિકસી રહી છે ત્યારે વિચારો પણ બદલાઈ રહ્યા છે જેમાં આપણે પ્રાણીઓને નુકસાન પહોંચાડ્યા વિના એટલે કે દૂધ અને દૂધની બનાવટના વિકલ્પ તરીકે બીજી પણ ઘણી પ્રોડટકશ નો ઉપયોગ કરી શકીએ છીએ જેમ કે સત્વ ધ સાત્વિક કેફેમાં દૂધની બનાવટો ની સાથે વિગન પ્રોડક્ટસ પણ ગ્રાહકોને પીરસવામાં આવે છે કે જેની અંદર કાચા નાળિયેરના દૂધમાંથી બનાવેલી કોફી અને બોર્નવિટા પીરસવામાં આવે છે આ સાથે દૂધને દૂધનો ઉપયોગ ન કરતા લોકો આલમંડ મિલ્ક તેમજ સોયા મિલ્ક નો પણ ઉપયોગ કરી શકે છે આ સાથે નવા શોધ શોધ પ્રમાણે સંશોધનો પ્રમાણે હવે લીલી માંડવી અને મકાઈમાંથી પણ દૂધ બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.”
રોનકભાઈ-વેગન ક્રશ કેક શોપ
કોઈપણ જાતના પ્રસંગ હોય કે તહેવાર જેમાં આપણે કેક નો ઉપયોગ તો કરતા જોઈએ છીએ. અમે આ કોન્સેપ્ટ છેલ્લા 4 વર્ષથી લાવ્યા છીએ કે જેમાં એવી કેક લાવ્યા છીએ કે જેની અંદર વીગન વસ્તુઓનો જ ઉપયોગ થાય છે. કેકમાં ચોકોલેટ, પાઈનેપલ અને સ્ટ્રોબેરીનો જ ઉપયોગ કરી કસ્ત્માઈઝડ કેક બનાવીએ છીએ.પ્રાણીઓ ઉપર થતા અત્યાચારને હટાવવા તેમજ એક એવો પ્રયાસ કરવા કે જેમાં આપણે દૂધની બનાવટ નો ઉપયોગ ન કરીએ જેના માટે ફક્ત સોયામિલ્ક અને 100% કોકો પાવડરનો ઊપયોગ કરવામાં આવે છે.
મનીષભાઈ સ્વામિનારાયણ વિટામિન ફુડ ઝોન
વિટામિન, પ્રોટીન જેવા પોષક તત્વો માટે લોકો માંસાહારનો ઉપયોગ કરતા હોય પરંતુ. દૂધ અને દૂધની બનાવટોનો ઉપયોગ કર્યા વિના પણ ઘણી અલગ અલગ વાનગીઓ છે કે જેનાથી આપડે સ્વાદિષ્ટ તેમજ પોષણક્ષમ આહાર મેળવી શકીએ છીએ. અહીંયા અમે દરેક પ્રકારના ફણગાવેલા કઠોળ શાકભાજી તેમજ ફળોનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના સલાડ તેમજ શુભ બનાવીએ છીએ આ સાથે જ્યુસ પણ બનાવીએ છીએ જેની અંદર દૂધની બનાવટનો ઉપયોગ થતો નથી. આ સાથે અમે કેન કેન વોટરનો ઉપયોગ કરીએ છીએ અને આ ડીશમાં તેલનો ઉપયોગ પણ કરવામાં આવતો નથી ફક્ત જીમ જ નહીં પરંતુ ડોક્ટર્સ પણ અમારા ગ્રાહકો છે. જે આ ખોરાકને વધું પ્રાધાન્યતા આપે છે.