- દરિયાકાંઠે રહેનારા જળચરો પાણી અને જમીન બંને ઉપર રહી શકે છે, તેના બચ્ચા પણ જન્મના થોડા દિવસોમાં દરિયામાં ડૂબકી લગાવવાની ક્ષમતા ધરાવે છે: સમુદ્ર કિનારે ઘણા મહાકાય પ્રાણીઓ પણ નિવાસ કરે છે
- જળચર પ્રાણી સીલ સ્વભાવે શાંત હોય છે, જ્યારે દરિયાઈ સિંહ ઘોંઘાટિયા હોય છે, આ બંને પ્રાણીઓ ટોળામાં રહેવાનું પસંદ કરે છે, તેના હાથ તેને તરવામાં મદદ કરે છે : સીલ ઢસડાઈને ચાલે છે, જુના જમાનામાં સર્કસમાં આ પ્રાણીના કરતબો બતાવવામાં આવતા હતા
આપણી પૃથ્વી ઉપર ચિત્ર-વિચિત્ર સાથે કલરફૂલ રૂપકડાં પશુ-પક્ષીઓ જોવા મળે છે. પોતાના પર્યાવરણના મુક્ત વાતાવરણમાં તે મસ્તીભર્યું જીવન જીવે છે. દરિયાકાંઠે રહેનાર જળચર પ્રાણીઓ મોટાભાગે સમુહમાં રહેવાનું પસંદ કરે છે. દરિયાકાંઠે જનાવર સાથે ત્યાં રહેતા પક્ષીઓને નજીકમાં જ માછલીનો ખોરાક મળી રહેતા અહિં તેની સંખ્યા વધતી રહે છે. વર્ષોથી આ જગ્યાએ પેઢી દર પેઢી રહેનારા પેંગ્વિન, સીલ, સમુદ્ર સિંહ વિગેરે પ્રાણીઓ પર્યાવરણના સંવર્ધન માટે પણ શ્રેષ્ઠ કાર્ય કરે છે. સમુદ્રના તટ ઉપર રહેનારા જળચરો પાણી અને જમીન બંને ઉપર રહી શકે તેવા હોય છે. તેમના બચ્ચા પણ જન્મના થોડા દિવસોમાં જ ઉંડા દરિયામાં ડુબકી લગાવવાની ક્ષમતાવાળા હોય છે. સમુદ્ર તટ પર ઘણા મહાકાય પ્રાણીઓ પણ નિવાસ કરે છે, તેના મોટા શરીર હોવા છતાં દરિયામાં સુંદર રીતે ઝડપથી તરી શકે છે, ને ભાગી પણ શકે છે. ઘણીવાર આ પ્રાણીઓનો દરિયાની શાર્ક-વ્હેલ જેવી મોટી માછલીઓનો પણ શિકાર કરે છે.
દરિયાકાંઠે અને દરિયાના પેટાળમાં લાખો જીવો વસવાટ કરી રહ્યા છે, જે પૈકી ઘણા તો આપણે જોયા પણ ન હોય એવું બને. અવનવા અને વિચિત્ર પ્રકારના આ જીવોની નીરાળી દુનિયા છે.
ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ બગડતા આ જીવો અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરતા જોવા મળે છે, ઘણી પ્રજાતિ તો લુપ્ત પણ થઈ ગઈ છે તો કેટલીક પ્રજાતિ રેડ કોર્નરમાં મુકાયેલી છે. દુનિયાના ઘણા દેશોમાં પર્યાવરણ સંવર્ધનની સાથે ઘણા કડક નિયમો કરાતા, આ જીવસૃષ્ટિને બચાવવાનું સુંદર કાર્ય થઈ રહ્યું છે. મોટાભાગે આ પ્રાણીઓ ટોળામાં રહેવાનું પસંદ કરતા હોય છે. આ પ્રાણીઓ પર્યાવરણના રક્ષણ સાથે ઇકો સિસ્ટમમાં પણ મદદરૂપ થતા હોય છે.દરિયાકાંઠે રહેતા બંને જળચર પ્રાણીઓમાં સીલ શાંત ને દરિયાઇ સિંહો ઘોંઘાટીયા હોય છે, બંને જળચરો ટોળામાં રહેવાનું પસંદ કરે છે
સીલ માછલી કે સી લાયન કે સમુદ્રસિંહ જળચર સસ્તન પ્રાણી છે. તેમના પગ કહો કે હાથ જે તેને તરવા માટે હલેંસા લગાવવા કામ લાગે છે. સીલ ઢસડાઇને ચાલે છે. આગળનો માથા સાથેનો ભાગ ઉંચો-નીચો કરીને સંપૂર્ણ શરીર આગળ તરફ ઢસડે છે, ત્યારે તેને જોવાની મજા પડે છે. માણસો સાથે તેને રહેવું ગમે છે. જો તેને વ્યવસ્થિત ટ્રેનીંગ અપાય તો તે સારા કરતબ પણ કરે છે. જુના જમાનાના સર્કસમાં આ પ્રાણીઓ આવતા ત્યારે આકર્ષણમાં વધારો કરતા હતા. હલેસા જેવા તેના હાથ-પગ તેની શરીર રચના કરતાં નાના હોય છે.
સી લાયનની કુલ પાંચ પ્રજાતિઓ હાલ જોવા મળે છે. જેમાં અમુક લુપ્ત થવાના આરે છે. જાપાનીઝ સી લાયન તથા તેની વિસ્તરેલી પ્રજાતિઓ ઉષ્ણ કટી બંધીયના સમુદ્રમાં ઉતર-દક્ષિણના ગોળાર્ધમાં વધુ જોવા મળે છે. આ જળચર પ્રાણીનું 20 થી 30 વર્ષનું આયુષ્ય હોય છે. નર સીલનું વજન 300 કિલો સાથે 8 ફૂટ લાંબી હોય છે. જ્યારે માદા સીલ 150 કિલોની સાથે 6 ફૂટ લંબાઇ ધરાવે છે. અત્યાર સુધીમાં સૌથી મોટી સમુદ્ર સિંહ એક હજાર કિલોનો જોવા મળેલ હતો, જેની લંબાઇ 10 ફૂટ હતી.
દરિયાની અંદરની માછલીઓ-બીજા જળચર તેનો મુખ્યા ખોરાક છે, તે એક સમયે મોટા પ્રમાણમાં ખોરાક ખાય લે છે. ખોરાકમાં 7 થી 15 કિલો ખાય છે. તે પાણીમાં કે સમુદ્રમાં એક કલાકના 30 કિ.મી.ની ઝડપે તરી શકે છે. સમુદ્રસિંહની સ્ટ્રેલિયન-ગેલપાગોસ અને ન્યુઝીલેન્ડની પ્રજાતિ હાલ જોખમમાં મુકાયેલી સુચીમાં સામેલ છે.
દરિયામાં માછલી પકડનારાઓ સાથે સીલે સ્પર્ધા કરવી પડે છે. જીવન ટકાવવા ખોરાકની જરૂર પડે છે, આવી સ્થિતિમાં તેના અસ્તિત્વનો ખતરો પણ થયો છે. દરિયકાંઠે સતત ચહલ પહલ માનવીની વધતાં તેના આશ્રયસ્થાનો છોડીને દૂર જવા ફરજ પડે છે. સીલ ઘણીવાર જોખમ લાગતાં હુમલો પણ કરે છે. કેલિફોર્નિયામાં તેની સંખ્યા વધુ જોવા મળે છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ તો સમુદ્રસિંહોને જોવા પર્યટનનું કેન્દ્રો બન્યા છે. સમુદ્રસિંહો ભૂરા હોય છે તેમના મોટા ફ્લિપર્સનો ઉપયોગ કરીને જમીન પર ચાલે છે. જ્યારે સીલમાં નાના ફ્લિપર્સ હોય છે. તે આમ તો પિતરાઇ ભાઇઓ છે. સમુદ્રસિંહો ઘોંઘાટીયા હોય જ્યારે સીલ શાંત હોય છે, સોફ્ટ ગ્રન્ટસ દ્વારા અવાજ કરે છે. બંને પ્રજાતિઓ પાણીની અંદર અને બહાર બંને જગ્યાએ સમય વિતાવે છે. સીલ જમીન કરતાં પાણીમાં રહેવાનું વધુ પસંદ કરે છે, તેમ છતાં તેમનું શરીર ગોળમટોળ ચહેરાવાળું દેખાય છે. સીલ સામાન્ય રીતે નાના અને સમુદ્રસિંહો કરતાં વધુ એકવા ડેનામિક હોય છે. તેમની પાછળની પટ્ટીઓ એંગલ પાછળ છે જે ફેરવતાં નથી.
બીજી તરફ સમુદ્રસિંહો તેમના પાછળનાં ફ્લિપર્સને આગળ અને તેમના મોટા શરીરને નીચે ફેરવીને જમીન ઉપર ચાલવા સક્ષમ છે. વિશાળ ટોળામાં રહેવા ટેવાયેલા છે. સીલના ફ્લિપર્સને કારણે ડોલ્ફીન જેટલી ઝડપ ન હોવા છતાં તે વધુ લવચીક અને ચપળ હોય છે. પાણીમાં પોતાને આગળ વધારવા તે પોતાના આગળનાં અંગોનો ઉપયોગ કરે છે. જળચરમાં અજાયબ પ્રકારનું પ્રાણી છે, સીલ એક હજાર મીટરની ઉંડાઇએ પણ દરિયામાં શીકારની ક્ષમતા ધરાવે છે. પ્રશાંત મહાસાગરના સમગ્રકાંઠે તથા તેની નજીકનાં ટાપુઓ પર ફેલાયેલા છે. પૂર્વ જાપાન-કેનેડા અને અમેરિકામાં એટલા માટે તેની સુરક્ષાની જરૂર છે. પ્રાકૃતિક વાતાવરણમાં તેની સંખ્યા વધી શકે છે, તેઓ જમીન પર ઘણો સમય વિતાવે છે સાથે, વિશાળ સમુદ્રમાં પણ ડુબકી લગાવે છે.