WTC ફાઇનલ બાદ કેપ્ટ્ન કોહલી સામે ઘણા સવાલો ઉઠ્યા હતા, જેમાં પાકિસ્તાનના ખેલાડીઓને પણ બોલવાનો મોકો મળી ગયો હતો. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર કે એલ રાહુલે કેપટનશિપ મુદ્દે મહત્વપૂર્ણ વાત કરી હતી, તેમને કહ્યું હતું કે મહેન્દ્રસિંહ ધોની મારા ફેવરિટ ક્રિકેટર છે, તેમના માટે તો હું ગોળી પણ ખાઈ શકું છું. અને સાથે એમ પણ જણાવ્યું હતું કે ધોની માટે તો કોઈ પણ ગોળી ખાઈ શકે.
જો કે સમગ્ર વિશ્વમાં કરોડોનો ચાહકવર્ગ ધરાવનાર કેપ્ટ્ન કુલ માટે ઘણા લોકો પોતાનું બલિદાન પણ આપી શકે છે. ત્યારે ખાલી ભારતીય ખેલાડી જ નહિ પરંતુ બીજા દેશની ટિમના દિગ્ગજ ખલડીઓએ પણ ધોની વિશે વાત કરતા કહ્યું હતું કે તેઓ એક મહાન ખેલાડીની સાથે સફળ નેતૃત્વ ધરાવનાર ખેલાડી પણ છે આ સાથે જ IPL ચાલુ થયા પછી દરેક ટીમના ખલડીઓ એક ટિમમાં જયારે સાથે ક્રિકેટ રમે ત્યારે તેઓનું એક બીજા સાથેની સમજણ શક્તિ પણ વધે છે અને લોકોને કદાચ એટલે જ IPL જોવાની મજા આવે છે કે જેમાં એક ટિમના 4-5 ખેલાડીઓ પોતાના ફેવરિટ હોય અને મેચ જોવાની મજા જ અલગ હોય છે.
ત્યારે કે લે રાહુલે પોતાની મનની વાત કરતા જણાવ્યું હતું કે ધોની પાસેથી કૂલ માઇન્ડ સેટ સાથે ગેમ રમવાની કળા શીખવી જોઇએ. કે.એલ.રાહુલની આવી પ્રતિક્રીયાથી વિરાટ કોહલી પર શું અસર પડશે? તે પણ ચર્ચાનો મુદ્દો બની શકે છે.
કે એલ રાહુલે ફોર્બ્સ મેગેઝીન સાથે મહેન્દ્ર સિંહ ધોની અંગે વાતચીત કરી હતી. તેણે કહ્યું હતું કે ધોની એક એવા કેપ્ટન હતા કે એમના માટે ટીમનો કોઇપણ ખેલાડી હસતા-હસતા બંદૂકની ગોળી પણ ખાઈ શકે છે. ધોનીથી મેં ઉતાર-ચઢાવના સમયગાળામાં કેવી રીતે વિનમ્ર રહેવું તે શીખ્યું છે. તે જેવી રીતે બધુ પોતાના કંટ્રોલમાં રાખતા હતા એ પ્રશંસનીય હતું.
રાહુલે વધુમાં જણાવ્યું હતું કે જો કોઇ કેપ્ટનની વાત કરવામાં આવે તો આ પેઢી કે આવનારી પેઢીના મનમાં એક જ નામ આવશે, તે મહેન્દ્ર સિંહ ધોની હશે. અમે બધાએ એમની કેપ્ટનશિપમાં મેચ રમી છે અને ઘણી ટ્રોફી પણ જીતી છે. ટીમના પ્રત્યેક ખેલાડી ધોનીને આદર સન્માન આપે છે.
વિરાટ કોહલીની કેપ્ટનશિપ પર કે.એલ.રાહુલે કહ્યું કે તે એક અલગ ટાઇપના કેપ્ટન છે. કોહલી એક ખેલાડી રૂપે ઘણા ઉત્સાહી છે. તે 200ની સ્પીડે શરૂ કરે છે ત્યારે સામાન્ય ખેલાડી માટે 100ની સ્પીડ પકડવી જ સંભવ હોય છે. એમની પાસે 10 ખેલાડીઓને સાથે લઇને ચાલવાની સ્કીલ છે. વિરાટ પણ અન્ય ખેલાડીઓને 100થી 200ની સ્પિડે પહોંચાડવા માગે છે.
પૂર્વ વિકેટકીપર સબા કરીમે વિરાટ કોહલીની કેપ્ટનશીપને લઇને જણાવ્યું હતું કે વિરાટ કોહલી પર દબાણ સતત વધી રહ્યું છે અને T20 વર્લ્ડ કપ 2021 બાદ તે નક્કી કરી શકે છે કે તે કેપ્ટન રહેશે કે નહીં. સબા કરીમે કહ્યું કે, જો ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ જીતે તો વિરાટ કોહલીને થોડી રાહત મળશે, નહીં તો તેની કેપ્ટનશિપ જોખમમાં છે.
સબા કરીમે વધુમાં કહ્યું કે, ‘T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલીની કેપ્ટનશીપ તેની કારકિર્દી માટે ખૂબ મહત્વની છે. વિરાટ કોહલી પર દબાણ વધી રહ્યું છે કારણ કે, તે જાણે છે કે, તેણે આઈસીસી ટ્રોફી હજી જીતી નથી. તો તેનો હેતુ T20 વર્લ્ડ કપ જીતવાનો રહેશે. જો ટીમ ઇન્ડિયા ટ્રોફી જીતે છે, તો મને લાગે છે કે, વિરાટ કોહલીને રાહત થશે.
વિરાટ કોહલી અંગે વાત કરતાં સલમાન બટ્ટે કહ્યું હતું કે તમે ભલે સર્વશ્રેષ્ઠ કેપ્ટન હશો, પરંતુ જો તમારી પાસે ટાઇટલ નહીં હોય તો લોકો તમને યાદ નહીં કરે. ભલે પછી તમારી પાસે સારી રણનીતિ હશે, પરંતુ તમારા બોલર્સ એના આધારે બોલિંગ નહીં કરી શકતા હોય, તેથી જ આવા સમયે લક ફેક્ટર કામ કરે છે.
સલમાન બટે કોહલીને બીજી સલાહ આપતાં કહ્યું હતું કે કેટલાક કિસ્સામાં એમ પણ થાય છે કે તમે ખરાબ કેપ્ટન હશો, પરંતુ તમારી ટીમ સારી હોવાથી સતત મેચ જીતતા રહો છો. બસ, આવી રીતે જ વિવિધ ટાઇટલ પણ તમારે નામ થઈ જશે, પરંતુ એના અર્થ એ નથી કે તમે બેસ્ટ કેપ્ટન છો. વિશ્વ એવા કેપ્ટનને જ યાદ રાખે છે, જેણે સૌથી વધારે ટૂર્નામેન્ટ જીતી હોય.