વિરાટ કોહલીની આક્રમકતા ‘જેન્ટલ મેન ગેમ’ ખરી?
સમગ્ર ક્રિકેટ જગતમાં વિરાટ કોહલીનું એગ્રેશન એટલે કે આક્રમકતા અત્યંત જાણીતી છે પરંતુ ટીકાકારો વિરાટ કોહલીની આક્રમકતાને ગેરવર્તન સમજી રહ્યા છે પરંતુ તે હકિકત નથી. કોઈપણ ક્ષેત્રમાં વ્યકિતએ સફળ થવું હોય તો કિલ્લર ઈન્સ્ટીન્ટ હોવી અત્યંત જરૂરી છે જેના કારણે કહી શકાય કે, આક્રમકતા હોવી તે પણ એટલી જ જરૂરીયાતભરી છે. આક્રમકતા અને ગેરવર્તન વચ્ચે ખુબ જ પાતળી ભેદ રેખા છે પરંતુ લોકોનું માનવું છે કે, આક્રમકતા એ જ ગેરવર્તન અને ગેરવર્તન એજ આક્રમકતા. વિરાટ કોહલીના કોચ રાજકુમાર શર્માએ જણાવ્યું હતું કે, કોહલીને આક્રમકતા અને ગેરવર્તન વચ્ચેનો ફરક ખ્યાલ છે અને આ બંને શબ્દો વચ્ચેની જે પાતળી ભેદ રેખા છે તે બખુબી રીતે જાણે છે. લોકોનું માનવું છે કે, વિરાટ કોહલી ગ્રાઉન્ડ ઉપર જે રીતે તેમનું આક્રમકરૂપ ફિલ્ડીંગ દરમિયાન દેખાડે છે તે ગેરવર્તન છે પરંતુ ખરાઅર્થમાં તે ટીમને વિજય અપાવવા માટેનું એક કિલર ઈન્સ્ટીન્ટ પણ માનવામાં આવે છે.
કેપ્ટન વિરાટ કોહલીનાં આક્રમણને લઈ ઘણા ખરા પ્રશ્ર્નો પણ ઉદભવિત થઈ રહ્યા છે તેમાં પત્રકારે પ્રશ્ર્ન પુછતા જણાવ્યું હતું કે, શું તમારે આક્રમકતા ઓછી કરવાની જરૂર નથી? જેનાથી ટીમ માટે ઉદાહરણ સેટ કરી શકો? આ સવાલથી કોહલી નારાજ થઈ ગયો અને તેણે કહ્યું કે તમે શું વિચારો છો? હું તમને જ પૂછું છું કે શું તમે તૈયારી કરીને આવ્યા હતા. અધૂરી જાણકારી સાથે ન આવવું જોઈએ. મેં મેચ રેફરી સાથે પણ વાત કરી હતી.તેમને કોઈ બાબતથી નારાજગી ન હતી. વિવાદ ઊભો કરવા માટે આ યોગ્ય જગ્યા નથી. પહેલી ટેસ્ટમાં અમે ઈન્ટેન્કટ વગર રમ્યા હતા. જો બેસીને આ સીરિઝનું નિરીક્ષણ કરીએ તો ન્યૂઝીલેન્ડના બોલર્સને ક્રેડિટ આપવું જોઈએ. અમે અમારા પ્લાન અમલમાં ન મુક્યા અને કિવિઝ ઘરઆંગણે બહુ સારું રમ્યું, અમે આ બંને ફેક્ટરના કોમ્બિનેશનના કારણે હાર્યા. તેમની બોલિંગ બહુ સારી હતી અને તેમણે અમારા બેટ્સમેનોને ખોટા શોટ રમવા ફોર્સ કર્યા હતા. બેટિંગ યુનિટ તરીકે અમે સામાન્યપણે ફાઇટ આપતા હોઈએ છીએ, પરંતુ આ વખતે અમે બોલર્સને મેચ જીતવા માટે કોઈ ચાન્સ આપ્યો નહોતો.
કોઈપણ ક્ષેત્રમાં ‘કિલ્લર ઈન્સ્ટીન્કટ’ હોવું જરૂરી
વિરાટ કોહલીમાં જે એગ્રેશન જોવા મળી રહ્યું છે તે ભારત દેશ અને ટીમ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ઘણાખરા મેચો તેને તેની આક્રમકતા દેખાડી વિરોધીઓને ઘુંટણીયે પાડયા છે પરંતુ એ વાત પણ સાચી છે કે, વિરાટ ક્રિકેટ રમતનો આદર પણ એટલો જ કરે છે. હા એ વાત ખરી કે વિરાટ કોહલી આક્રમક છે પરંતુ તે કોઈની સાથે ગેરવર્તન કરતો કદા પણ નજરે પડયો નથી. કોચ રાજકુમાર શર્માએ જણાવતા કહ્યું હતું કે, વિરાટ કોહલી તેના ક્રિકેટ કેરીયરનાં એક વિશેષ તબકકામાંથી પસાર થઈ રહ્યો છે. ન્યુઝીલેન્ડ સામે જે રીતે તેમનું બેટીંગ પ્રદર્શન નબળું રહ્યું તે કોઈ ચિંતાનો વિષય નથી અને તે આવનારા સમયમાં ફરી વધુ મજબુત થઈ ટીમ માટે રનનો વરસાદ પણ કરશે. દરેક ખેલાડીઓએ આ તબકકામાંથી પસાર થવું પડે છે તેમાં હાલ વિરાટ કોહલીનો સમય આવ્યો છે. કોચ શર્માએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, વિરાટ કોહલીની ક્ષમતા પર એક પણ પ્રકારનો પ્રશ્ર્નાર્થ મુકવો ન જોઈએ અને આવનારી દક્ષિણ આફ્રિકા સામેની ૩ મેચની વનડે સીરીઝ માટે તે તેનું પ્રદર્શન દેખાડી જે કોઈ ટીકા કરનાર લોકો છે તેની બેટીંગથી જવાબ આપશે.