માનવ શરીર માટે હૃદય એન્જીન છે. જેટલું એન્જીન મજબુત એટલી ગાડી સારી. એવી જ રીતે જેટલું હૃદય મજબુત તેટલું શરીર સ્વસ્થ. પરંતુ ૨૧મી સદીમાં લોકો હૃદયરોગનાં હુમલા અને હાર્ટ ફેલીયર વચ્ચેનો તફાવત સમજતા નથી અને તેઓ તેનાથી સહેજ પણ અવગત નથી ત્યારે હૃદય હુમલો અને હાર્ટ ફેલીયર વચ્ચે ખુબ જ પાતળી ભેદ રેખા છે. લોકોની અનિયમિત જીવનશૈલીનાં પરિણામ સ્વરૂપે હૃદયરોગનો હુમલો આવતો હોય છે જયારે હાર્ટ ફેલીયર કોઈપણ વ્યકિતને થઈ શકે છે ત્યારે હૃદયરોગનો હુમલો પણ કયાંકને કયાંક હાર્ટ ફેલીયરનું એક કારણ છે પરંતુ હાર્ટ ફેલીયરને કેવી રીતે રોકી શકાય તે જાણવું ખુબ જ જરૂરી છે. મુખ્યત્વે દિન-પ્રતિદિન હૃદય નબળું પડતું હોવાથી તે હાર્ટ ફેલીયર તરીકે સામે આવે છે.
ડોકટરો દ્વારા સુચવવામાં આવ્યું છે કે, હાર્ટ ફેલીયર થવાનાં કારણોમાં અનહેલ્ધી ડાયટ, મેદસ્વીતાપણુ, તમાકુનો ઉપયોગ, હૃદયની ગતિ, દારૂનું સેવન, ડ્રગ્સનું સેવન, અનિયમિત નિંદ્રા, તાણ સહિત અનેકવિધ કારણોથી હાર્ટ ફેલીયર થતા હોય છે.
તત્કાલીન જીવનશૈલીમાં હૃદય રોગ થવાનું જોખમ વધી જવાની સંભાવના છે. મોટે ભાગે લોકો હાર્ટ અટેક અને હાર્ટ ફેલીયર વચ્ચેનો ફરક સમજી શકતા નથી. હૃદય સંબધિત રોગ, તેનું કારણ અને હાર્ટ અટેકની પ્રાથમિક સારવાર વિશે પૂરતી સમજણ હોવી આવશ્યક છે. હાર્ટ ફેલીયર હાર્ટ અટેકથી અલગ અને જીવલેણ હોય છે. મોટે ભાગે લોકો આ બન્ને બીમારીને એક જ સમજે છે. જ્યારે હૃદયના ધબકારા થંભી જાય અને શરીરના અંગોમાં લોહી ન પહોચેં તેને કાર્ડિએક અરેસ્ટ કહેવાય છે. હાર્ટ ફેલીયરમાં વ્યક્તિ મિનિટોમાં જ બેહોશ થઇ જાય છે. ઝડપથી સારવાર ન કરવાથી વ્યક્તિનું મૃત્યુ પણ થઇ શકે છે. હાર્ટ ફેલીયર કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. હાર્ટ અટેક પણ તેનું એક કારણ છે. હૃદયની માંસપેશીઓ નબળી પડવાથી પણ હાર્ટ ફેલીયર આવી શકે છે. હાર્ટ ફેલીયર આવે તો દર્દીને સીપીઆર આપીને તરત હોસ્પિટલ લઇ જવો જોઈએ. હાર્ટ ફેલીયર પછી અપાતા વ્યક્તિની બચવાની સંભાવના રહેલી છે. તેથી દરેક વ્યક્તિને સીપીઆરની પ્રાથમિક સમાજ હોવી આવશ્યક છે.
હૃદય સુધી લોહી પહોંચાડતી ધમનીઓમાં કોઈ બાધા આવે ત્યારે હાર્ટ અટેક આવે છે. ધમનીઓમાં અચાનક ક્લાટ જમાં થવાથી ૧૦૦% અવરોધ આવવાથી હાર્ટ અટેક આવે છે. હૃદયમાં દુખાવો અથવા ભારીપણું મહેસૂસ થાય તે હાર્ટ એટેકના સામાન્ય લક્ષણ છે. આ ઉપરાંત શ્વાસ ચડી જવો, પરસેવો , ઉલટી પણ તેના લક્ષણો છે. હાર્ટ એટેકના લક્ષણો ઘણી વખત તરત જ જોવા મળતા હોય છે. હાર્ટ અટેકનું કારણ ખરાબ જીવનશૈલી છે.
ખાન-પાનમાં અનિયમિતતા અને ઓછી ઊંઘ લેવાથી પણ હાર્ટ અટેક આવી શકે છે. હાર્ટ અટેક આવે તો તરત દર્દીને સ્પ્રિનની ૨ ગોળી આપવી જોઈએ. ત્યારબાદ ઈસીજીનાં માધ્યમથી ડાયગ્નોસિસ કરવામાં આવે છે. બંધ ધમનીઓને દવા આપીને ખોલી શકાય છે. સીપીઆર એક ટેક્નીક છે. ટેક્નીકમાં દર્દીનાં હૃદયની જમણી બાજુ એક હથેળી પર બીજી હથેળી રાખીને દબાણ આપવામાં આવે છે. આ સિવાય દર્દીનું નાક બંધ કરીને મોંથી શ્વાસ આપવામાં આવે છે.