મૈત્રી, મિત્રતા શબ્દ વાંચવા કે સાંભળવાની સાથે જ આપણા મનમાં મિત્રોની આકૃતિ ઉપસી આવે છે. મનુષ્યો વચ્ચેની મૈત્રી તો જગવિખ્યાત વિષય છે. પણ માનવ અને પશુ, પંખીની મૈત્રી એ માનવો વચ્ચેની મૈત્રી કરતાં પણ વધારે વિશ્વાસને લાયક હોય છે.
માનવ અને પશુ-પક્ષીની મૈત્રી સમજવા માટે મિત્રતાનો અર્થ જાણવો જરૂરી છે. મિત્રતા એટલે શું? મિત્ર એટલે શું? મિત્ર એટલે આપણા જીવનમાં આપણી સાથે પડછાયાની જેમ સાથે ચાલનારો વ્યક્તિ! આપના જીવનમાં સુખ નો વરસાદ હોય કે દુઃખના વાદળો છવાયેલા હોય મિત્ર આપણી સાથે કાયમ ઊભો હોય! મિત્રતા એટલે પ્રેમની પરિભાષા.
માનવ અને પશુ-પક્ષીની મૈત્રીમાં સૌથી મહત્વનું પાસું એ છે કે માનવ પ્રત્યે પશુ-પક્ષીઓની વફાદારી! મિત્રતા માટે કોઈ સીમા કે ધોરણો હોતા નથી. મિત્રતા માટે માનવતા હોવી જરૂરી છે. મિત્રતા માત્ર મનુષ્યો વચ્ચે જ થાય એવું જરૂરી નથી! મિત્રતા વૃક્ષ, પશુઓ, પંખીઓ, પુસ્તકો અને અનેક નિર્જીવ વસ્તુથી પણ થઈ શકે છે. પણ માનવ અને પશુ-પક્ષીઓ વચ્ચેની મિત્રતા થોડી અલગ છે.
માનવ કદાચ પોતાના સ્વાર્થ માટે પણ પશુ-પક્ષીઓ સાથે મૈત્રીના સંબંધો રાખતો હોય પણ પશુ-પક્ષીઓ માનવ સાથે મૈત્રીના સંબંધો કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર નિભાવતા જોવા મળે છે. ભગવાને પશુ-પક્ષીઓને વાણી એટલે કે બોલવાની શક્તિ આપી નથી! પણ ભગવાને એમને સમજણશક્તિ આપણા મનુષ્યો કરતાં પણ બે ગણી વધારે આપી છે. પશુઓ માનવીના હાવભાવ પરથી તેનો મૂડ પણ જાણી લે છે. માનવીના દરેક ભાવો અને લાગણીને પશુ-પક્ષીઓ સમજી શકે છે.
માનવ અને પશુની મૈત્રીનું શ્રેષ્ઠ ઉદાહરણ રાધનપુર ગામમાં આવેલી કૂતરાની સમાધિ છે. લાખા વણઝારા નામના એક વ્યક્તિ અને કૂતરાની મિત્રતાનો કિસ્સો ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલ રાધનપુરમાં બનેલો છે. એક વખત આ લાખો પોતાના ધંધામાં ખોટ ખાય છે. અને તે કોઈ શેઠ પાસેથી ઉધાર માંગે છે. અને એના બદલે પોતાનો કૂતરો શેઠ પાસે મુકિને ધંધા પર જતો રહે છે. કૂતરો પોતાની વફાદારી માટે જાણીતો હોય છે. કૂતરો પોતાની વફાદારીથી શેઠને ત્યાં ચોરી થતી રોકે છે. કૂતરાની વફાદારીથી ખુશ થઈને કૂતરાના ગાળામાં ચિઠ્ઠી બાંધીને કૂતરાને છોડી મૂકે છે.
કૂતરો લાખા પાસે આવે છે પણ લખાને લાગ્યું કે કૂતરો શેઠ પાસેથી ભાગી આવ્યો છે એટલે લખાએ પોતાની લાકડી કૂતરાના માથા પર મારી અને કૂતરાએ ત્યાજ પોતાના પ્રાણ છોડ્યા. પછી લાખો કૂતરાના ગાળામાં બાંધેલી ચિઠ્ઠી જુએ છે. ચિઠ્ઠી વાંચીને લાખાને ખુબ જ અફસોસ થાય છે અને તે કૂતરાની વફાદારી માટે ખૂબ માન અનુભવે છે. લાખો કૂતરા માટે સમાધિ બનાવડાવે છે. આ કિસ્સો તો માત્ર મનુષ્ય અને પશુની મિત્રતાનું એક ઉદાહરણ છે. આવા તો કંઈ કેટલાય કિસ્સાઓમાં જોવા મળે છે જ્યાં માનવ અને પશુની મૈત્રી હોય છે.
આવી રીતે જ પક્ષીઓ સાથે પણ માનવીઓની મિત્રતાના ઘણા બધા કિસ્સા છે. જયારે ટેક્નોલોજી ના હતી ત્યારે સંદેશો પોહચાડવા માટે કબૂતરનો સહારો લેતા. અને માનવ માત્રને વિશ્વાશ હતો કે ગમે એવી પરિસ્થિતિ આવે પણ કબૂતર તેનો સંદેશો પોહચાડીને રહશે.
માનવીને એક સામાજિક પ્રાણી કેહવામાં આવે છે જેનો મતલબ એમ કે માનવીની પ્રવૃત્તિઓ ભલે પશુ-પક્ષીઓથી જુદી હોય પણ માનવી અને પશુ-પક્ષીઓ સંનલગ્ન જ હોય છે. બંને એક બીજાથી આધારિત હોય છે. A MAN CAN BE TRUST ON ANIMALS MORE THEN HUMAN BEINGS એટલે કે મનુષ્ય બીજા મનુષ્યો કરતા વધારે પ્રાણીઓ અને પક્ષીઓ પર વિશ્વાસ કરી શકે છે.