વોર્ડ નં.11 ભાજપના પ્રમુખ સંજય પીપળીયાની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે મહાનગરપાલિકા વેસ્ટઝોનમાં આવતા મવડી વિસ્તારમાં જેટકો ચોકડી પાસે 50 એમએલડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવનાર છે. ત્યારે આવોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મુખ્યત્વે 9.4 એમએલ જીએસ આર 1 અને 15.6 એમએલ ક્ષમતાનો જીએસઆર 2 મળી કુલ 25 એમએલ ક્ષમતાના બે જીએસઆર તેમજ 3.00 એમએલ ક્ષમતાનો એક ઈએસઆર, સંલગ્ન પંપ હાઉસ, પીએલસી તથા સ્કાડા ટેકનોલોજી સંચાલીત ઓટોમેશન ધરાવતો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સરકારની ‘અમૃત’ યોજના અંતર્ગત કુલ રૂ.4250 લાખના ખર્ચથી બનાવવામાં આવશે જે અંદાજે માર્ચ 2022 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.
જેનો લાભ અંદાજીત 80 હજારથી વધુ શહેરીજનોને તથા ભવિષ્યમાં નવા વસવાટ કરનાર શહેરીજનોને મળશે.આ તકે વિધાનસભા 71ના ઈન્ચાર્જ રાજુભાઈ બોરીચાના માર્ગદર્શન હેઠળ વોર્ડના પ્રભારી હસુભાઈ ચોવટીયા, વોર્ડ પ્રમુખ સંજય પીપળીયા મહામંત્રી સંજય બોરીચા તેમજ રાજ ધામેચલીયા, વૈભવ બોરીચા, ફર્નાન્ડીઝ પાડલીયા, કોર્પોરેટર લીલુબેન જાદવ, વીનુભાઈ સોરઠીયા, ભારતીબેન પાડલીયા, રણજીતભાઈ સાગઠીયા તેમજ સ્નેહલબેન જાદવ, મુળુભાઈ ઓડેદરા તથા કોર્પોરેટરના અધિકારીઓ, કોન્ટ્રાકટરો ઉપસ્થિત રહ્યા હતા.