ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ચૂંટણીની તારીખ જાહેર થતા ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતા લાગુ કરવામાં આવે છે. ચૂંટણીના માહોલ વચ્ચે તમે અવારનવાર ચૂંટણી આચારસંહિતાનું નામ સાંભળ્યું જ હશે. પરંતુ શું તમે જાણો છો ચૂંટણીની આચારસંહિતા શું છે? તો ચાલો જાણીએ શું છે આચારસંહિતા, તેના નિયમો અને તે ક્યારે અમલમાં આવી.

ચૂંટણીની આચારસંહિતા શું છે?

ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ જાય છે. તેને આદર્શ આચાર સંહિતા પણ કહેવામાં આવે છે. જેનો સીધો અર્થ એ છે કે ચૂંટણી પંચની માર્ગદર્શિકા કે જેનું દરેક રાજકીય પક્ષ અને તેના ઉમેદવારોએ ચૂંટણીના અંત સુધી પાલન કરવાનું રહેશે. જો આ નિયમોનું પાલન કરવામાં ન આવે તો ચૂંટણી પંચ ઉમેદવાર/પક્ષ સામે કડક કાર્યવાહી કરી શકે છે. આ કાર્યવાહી હેઠળ ઉમેદવારને ચૂંટણી લડવાથી પ્રતિબંધિત કરી શકાય છે. તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી શકે છે અને જો તે દોષી સાબિત થાય તો તેને જેલના સળિયા પાછળ જવું પડી શકે છે.

આચારસંહિતા પાછળનો હેતુ

ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચાર સંહિતા લાગુ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય મુક્ત અને ન્યાયી ચૂંટણી કરાવવાનો છે. આ અંતર્ગત સરકાર અને વહીવટીતંત્ર પર અનેક નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. આ સંહિતા સરકારોને નીતિ વિષયક નિર્ણયો જાહેર કરવાથી પણ રોકે છે. આવું એટલા માટે કરવામાં આવે છે જેથી નેતા કે પક્ષ મતદારોને આકર્ષી ન શકે.

જો આચારસંહિતાનો ભંગ થાય તો જેલ થાય?

કોઈપણ ઉમેદવારે કે પક્ષે કે પછી સમર્થકોએ કોઈ રેલી કે સભાનું આયોજન કરતાં પહેલાં પોલીસની પરવાનગી લેવી જરૂરી છે. સૌથી જરૂરી વાત કે કોઈ પણ ઉમેદવાર કે પક્ષ જાતિ, ઘર્મ કે વર્ગના ધારે મત નહીં માગી શકે. જો કોઈ ઉમેદવાર કે પછી પાર્ટી આચારસંહિતાનો ભંગ કરે તો ચૂંટણીપંચ નિયમ અનુસાર કાર્યવાહી કરી શકે છે. તેની સામે ફોજદારી ગુનો પણ દાખલ થઈ શકે છે. તેમને ચૂંટણી લડતાં પણ અટકાવી શકાય છે. આચારસંહિતાના ભંગ બદલ જેલની સજા પણ થઈ શકે છે.

આચારસંહિતામાં પ્રતિબંધો ક્યાં ?

ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આદર્શ આચારસંહિતા પણ લાગુ થઈ જાય છે. તેનો અમલ થતાં જ સત્તાધારી પક્ષો ચૂંટણી પ્રચાર માટે સત્તાવાર સત્તાનો ઉપયોગ કરી શકશે નહીં. એટલે કે ચૂંટણી પ્રચાર માટે તે કોઈપણ સરકારી મશીનરીનો ઉપયોગ કરી શકશે નહીં.

  • સરકારો કોઈ નીતિ, પ્રોજેક્ટ કે યોજના જાહેર કરી શકતી નથી.
  • પક્ષો જાહેરાત અથવા પ્રચાર માટે પણ ખજાનો ઉપયોગ કરી શકશે નહીં.
  • કોઈપણ ઉમેદવાર કે રાજકીય પક્ષોની ટીકા તેમના કાર્ય રેકોર્ડના આધારે જ થઈ શકે છે.
  • મતદારોને રીઝવવા માટે કોઈ જાતિ કે સાંપ્રદાયિક લાગણીઓનો ઉપયોગ કરી શકાશે નહીં.
  • ચૂંટણી પ્રચાર માટે મંદિરો, મસ્જિદો, ચર્ચો અથવા અન્ય કોઈ ધર્મસ્થાનોનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
  • મડતાનના સમાપન માટે નિર્ધારિત કલાક પહેલા 48 કલાકના સમયગાળા દરમિયાન જાહેર સભા કરવી પણ ગુનો છે.

વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨: નાણાના વ્યવહાર માટે ચૂંટણી પંચ રાખશે નજર

રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા બેન્ક અધિકારીઓ તેમજ પોસ્ટ ઓફિસના અધિકારીઓ સાથે મીટિંગ યોજવામાં આવી હતી. જેમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન થતી વિવિધ આર્થિક લેવડ – દેવડ પર ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુએ બેન્ક તેમજ પોસ્ટ અધિકારીઓને સૂચના આપતા જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા વખતે ઉમેદવારોને ખર્ચનું ખાતું ખોલાવવામાં સરળતા રહે તે માટે વ્યવસ્થા, હેલ્પ ડેસ્ક ગોઠવવું. તમામ ઉમેદવારોને ખાતું ખોલાવવામાં કે નાણાકીય વ્યવહારો કરવામાં કોઈ અગવડ ના પડે તે જોવા ખાસ સૂચના આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.