જન્મતા વેંત તેના પર ૩૦,૧૯૮નું દેવું: નાણામંત્રી નીતિન પટેલે આપી વિપક્ષને માહિતી
શું ગુજરાતનો બચ્ચા બચ્ચા કર્ઝદાર છે ? જન્મતા વેંત
તેના પર ૩૦,૧૯૮નું દેવું ઈ જાય છે.સરકારે આ બારામાં વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, ૨૦૧૫-૧૬ના રીવાઈઝ એસ્ટીમેટ મુજબ સ્ટેટ પબ્લિક દેવું ‚.૧૮૨૦૯૮ કરોડ છે. ગૃહમાં કોંગ્રેસના એમએલએ અનિલ જોશીયારાના પ્રશ્ર્નના જવાબમાં સરકારે ઉક્ત આંકડા જારી કર્યા હતા.
નાણામંત્રી નીતિન પટેલે આગળ જણાવ્યું હતું કે, કુલ દેવાનો આંકડો પાછલા વર્ષ ૧,૬૩,૪૫૧ કરોડ હતો જે વધીને અત્યારે ૧,૮૨,૦૯૮ કરોડે પહોંચ્યો છે.
૨૦૧૪-૧૫માં કેટલું વ્યાજ ચૂકવ્યું સરકારે?
ઉલ્લેખનીય છે કે ૨૦૧૪-૧૫માં સરકારે લીધેલા ભંડોળ પર ૧૩૦૬૧ કરોડ માત્ર વ્યાજ જ ચૂકવ્યું હતું. જયારે ૨૦૧૫-૧૬માં ૧૪૪૯૬ કરોડ વ્યાજ ચૂકવ્યું હતું.