એવું માનવામાં આવે છે કે દુનિયામાં પતિ-પત્નીનો સંબંધ એ સૌથી નિકટનો અને પ્રેમભર્યો સંબંધ છે. ત્યારે આ સંબંધને વધુ ગાઢ બનાવવા તેની સેક્સ લાઇફ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે તેવા સમયે સંભોગએ માત્ર સંબંધો જ નહિં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ગુણકારી સાબિત થયું છે. અત્યારની ફાસ્ટ અને બીઝી લાઇફસ્ટાઇલનાં કારણે પતિ-પત્ની એકબીજાને પૂરતો સમય નથી આપી શકતા, જેના કારણે બંને સાથી એકબીજાથી દૂર પણ થઇ શકે છે. પરંતુ જ્યારે પણ સમય મળે ત્યારે એકબીજાને સમય આપવો બને એટલું એકબીજાથી નજીક રહેવું એ જ તેનો યોગ્ય ઉપાય છે. અને એટલે જ એ પ્રકારની વ્યસ્થ જીવનશૈલીમાં પતિ-પત્નિનાં સંબંધને સેક્સ વધૂ મજબૂત બનાવે છે. જે કપલ્સ અઠવાડિયામાં બે વાર સંભોગ કરે છે. તેનું લગ્નજીવન તો મજબૂત બને છે સાથે સાથે તે બંનેનું સ્વાસ્થ્ય પણ મજબૂત અને નીરોગી બને છે.

forply pelan 1

– સેક્સ બાબતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો.hqdefault 10મહત્તમ કપલ્સ સેક્સ સમયે આવેશમાં આવી સ્વચ્છતા બાબતે બે ધ્યાન બની જાય છે. જેની ભવિષ્યમાં તેના સ્વાસ્થ્ય પર માઠી અસરો જોવા મળે છે. અને એટલે જ સેક્સ કરવા સમયે થોડી સાવધાની દાખવી સ્વચ્છતાની તકેદારી રાખવી જરુરી બને છે.

– સંભોગથી થતા ફાયદા :

amour

– સંભોગ કરવાથી મનુષ્યના શરીરમાં એન્ટીબોડીજનનું નિર્માણ થાય છે. જે સ્વાસ્થ્યને સારુ રાખવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે.

– શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનું એક મહત્વનું સાધન એટલે શારીરીક સંબંધો. જે વાયરલ રોગ અને અન્ય બિમારીઓથી રક્ષણ આપે છે.

– અનિંદ્રાથી પીડાતી વ્યક્તિ જો નિયમિત રુપથી શારિરિક સંબંધો બાંધે છે. તો તેની અનિંદ્રાની બીમારી પણ દૂર થાય છે.

મહિલાઓ માટે સેક્સના ફાયદા :

couple sex 759 thinkstockphotos 504373530

– જ્યારે કોઇ સ્ત્રી સંભોગ કરે છે. ત્યારે તેની યોનિમાં લ્યુબ્રિકેન્ટસનું પ્રમાણ વધે છે. રક્ત પ્રવાહ વધે છે. અને યોનિમાં સોફ્ટનેસ આવે છે જે સેક્સને તો બહેતર બનાવે છે સાથે-સાથે કામેચ્છામાં પણ વધારો કરે છે.

– સ્ત્રીઓમાં મુત્રાશય નિયંત્રણની અસંયમિતતાને દૂર કરવા અથવા તેનાથી બચવા માટે પેલવિક ફ્લોરની માંસપેશિઓનું મજબૂત હોવું જરુરી બને છે. જે સમાગમ દરમિયાન એ માંસપેશીઓને એક એક્સસાઇઝ મળે છે જેના દ્વારા તેની મજબૂતી પણ વધે છે.

શારિરીક સંબંધ એક કસરત :

– શારિરીક સંપની પરાકાષ્ઠાએ સ્ત્રીઓની યોનિમાં રહેલાં મસલ્સ સંકોચન પામે છે જેના કારણે યોનીમાં આવેલા તમામ પણ મસલ્સને પૂરતી કસરત મળવાથી તેની વધુ સ્ટ્રોન્ગ બને છે.

– સંભોગ એ એક બેસ્ટ એક્સરસાઇઝ છે. સેક્સ દરમિયાન શરીરની વિવિધ માંસપેશિઓનો ઉપયોગ થાય છે તેમજ ……પ્રક્રિયા પણ ફાસ્ટ થાય છે જેના કારણે શરીરમાં રહેલી વધારાની ચરબી ઓગળે છે અને સેક્સ દરમિયાન દર મિનિટે ૫ કેલેરી બર્ન થાય છે જે વજન ઘટાડવામાં પણ મદદરુપ થાય છે.

– સંભોગથી હદ્યની ગતિ વધવાથી હદ્યનાં રોગથી બચી શકાય છે આ ઉપરાંત નિયમિત રીતે શારિરિક સંબંધો બનાવવાથી ઓવર વેઇટનાં પ્રશ્નને પણ દૂર કરી શકાય છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.