પાટીદાર નેતાને જોખમથી બજાવવા કે નિગરાની રાખવા માટે વાય કેટેગરીની સુવિધા આપી હોવાનો મત

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને વીઆઈપી સુરક્ષા ફાળવવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવાયો છે. આ નિર્ણય પાછળનું રહસ્ય ઘુંટાઈ રહ્યું છે. યુવા નેતા સાથે કોઈ અઘટીત ઘટના ન બને તે સુનિશ્ર્ચિત કરવા માટે સરકારે પગલા લેવાનું શ‚ કરી દીધું છે.

હાર્દિકને થનાર નુકશાનની ભરપાઈ કરવી પડશે તેવા ડરથી હાર્દિકને વીઆઈપી વાય કેટેગરીની સુરક્ષા ફાળવવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત હાર્દિકની ગતિવિધિ ઉપર પણ સિકયોરીટીના માધ્યમથી નજર રાખી શકાશે તેવું કેટલાક લોકો માની રહ્યાં છે. માટે હાર્દિક પટેલને અપાયેલી વાય કેટેગરીની સુરક્ષા પાછળ કેન્દ્રનું શું ભેજુ હોય શકે તે અંગે હજુ અસમંજસ છે.

સામાન્ય રીતે હાર્દિક પટેલનો સુર ભાજપ વિરોધી હોય જો કોઈ હાર્દિક પટેલને નુકશાન કરે તો તેનો સીધો આરોપ ભાજપ સરકાર ઉપર આવી શકે છે. માટે સરકાર હવે ફૂંકી ફૂંકીને પગલા લઈ રહી છે. જેના ભાગ‚પે સરકારે હાર્દિકને વીઆઈપી સુરક્ષા ફાળવવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.