ગુરૂત્વાકર્ષણબળ, ઈલેકટ્રોમેગ્નેટીઝમ તથા નબળા-શક્તિશાળી ન્યુક્લિયર ફોર્સ સહિત કુલ ચાર મુખ્ય તત્ત્વો અસ્તિત્વમાં: પાંચમાં ફોર્સનું સંશોધન
આપણા પુરાણોમાં પંચતત્ત્વ, પંચમહાભૂતનો ઉલ્લેખ છે. ઉપરાંત શંકરના ત્રીજા નેત્રનો ઉલ્લેખ પણ થયો છે. ત્યારે વિજ્ઞાન પણ આ તમામ બાબતને સમયાંતરે સીધી કે આડકતરી રીતે સત્ય માની રહ્યું છે. તાજેતરમાં જ સમગ્ર પૃથ્વીને અસર કરતા પાંચમાં ફોર્સને શોધી કાઢવામાં વૈજ્ઞાનિકોને સફળતા મળી હોવાનું જાણવા મળે છે. ગુરુત્વાકર્ષણબળ, ઈલેકટ્રોમેગ્નેટીઝમ તેમજ નબળા તથા શક્તિશાળી ન્યુક્લિયરફોર્સની ગણતરી અત્યાર સુધી ફંડામેન્ટલ ફોર્સ તરીકે થતી હતી. જો કે, હવે આ ચારમાં વધુ એક ઉમેરો થયો છે જેને ડાર્ક મેટર ગણવામાં આવે છે. પ્રારંભીક તબક્કે વૈજ્ઞાનિકોએ પાંચમાં ફોર્સનું નામ એકસ-૧૭ આપ્યું છે.
પાંચમુ ફંડામેન્ટલ ફોર્સ યુનિવર્સમાં અસ્તિત્વમાં છે તેવી માન્યતા દાયકાઓથી હતી. આ ફોર્સને શોધી કાઢવા વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ સ્તરે પ્રયોગો પણ યા હતા. જો કે, આ પ્રયોગોને સફળતા મળી નહોતી. દરમિયાન હાલ વૈજ્ઞાનિકોએ ડાર્ક મેટર સંબંધે શોધ ચલાવી હતી. જેમાં પરિક્ષણ બાદ પાંચમું ફોર્સ શોધી કઢાયું છે. ડાર્ક મેટર અવકાશમાં ૮૫ ટકા હિસ્સો ધરાવે છે. જેમાં પાંચમું તત્ત્વ એટલે કે ફોર્સ હોવાનું માનવામાં આવે છે.
હંગેરીના એટોમકી ન્યુક્લિયર રીસર્ચ ઈન્સ્ટિટયુટના વૈજ્ઞાનિકોએ પાંચમાં તત્ત્વ (ફોર્સ)ને શોધી કાઢયું હોવાનો દાવો કર્યો છે. આ સંસના વૈજ્ઞાનિક ક્રેઝનહોર્કી અને તેમના સાથીદારોએ વર્ષ ૨૦૧૫માં સંશોધનનો પ્રારંભ કર્યો હતો. તે સમયે બેરીલીયમ-૮ સાથે રેડિયો એક્ટિવ તત્ત્વનું પરિક્ષણ થયું હતું. આ સંશોધન અવકાશમાં તારા-ગ્રહોની રચના સાથે સંકળાયેલા પદાર્થોને પણ આવરી લેતું હતું. દરમિયાન ઈથીયમ-૭ સામે પ્રોટોનને છોડતા લાઈટ ઉત્પન્ન થઈ હતી. આ પ્રોટોની બેરીલીયમ-૮ પણ સંકળાયેલા હતા. આ પ્રયોગમાં ઈલેકટ્રોન્સ અને પોઝીસ્ટ્રોન્સની જગ્યા બદલાઈ હતી. બન્નેના ટકરાવથી એટોમ ૧૪૦ ડિગ્રીએ સામ-સામી દીશામાં ફેંકાયા હતા. અને એનર્જી ઉત્પન્ન થઈ હતી. આ એનર્જીી પાંચમાં ફોર્સની રચના થઈ હોવાનું માનવામાં આવે છે.
હાલ તો આ મુદ્દે વધુ પ્રયોગો હાથ ધરાયા છે. વૈજ્ઞાનિકોએ પાંચમાં ફોર્સને એકસ-૭ નામ આપ્યું છે. જેમાં ૧૭ મેગાઈલેકટ્રો વોલ્ટસ સમાયેલા છે. આ પ્રયોગમાં આગામી સમયમાં હિલીયમ એટોમનો પણ સમાવેશ કરવામાં આવશે. જેનાથી વધુ સારા પરિણામો મળી શકે તેવી શકયતા હોવાનું વૈજ્ઞાનિકોનું માનવું છે. અત્યાર સુધી માત્ર ૪ મુખ્ય ફોર્સ માનવામાં આવતી હતી. જેમાં આ પાંચમાં બળનું સંશોધન થતાં આગામી સમયમાં વૈજ્ઞાનિકોને આ સંબંધે વધુ સફળતા હાંસલ થાય તેવી ધારણા છે.