ગીચતા, ગંદકી અને જાગૃતિનો અભાવ જેવાં કારણોની સો-સો બીજાં પણ કેટલાંક કારણો છે જેને લીધે ભારતમાં ટીબીનું પ્રમાણ વધુ છે. જેમકે વધતું કુપોષણ, ડાયાબિટીઝના દરદીઓનો અતિરેક, સ્મોકિંગ અને આલ્કોહોલ જેવી કુટેવો અને HIVતા કેન્સર જેવા ઇમ્યુનિટીને ઘટાડનારા રોગો પણ ટીબીનો વ્યાપ વધારવામાં ભાગ ભજવી રહ્યા છે

દુનિયાભરમાં મૃત્યુના પહેલાં દસ કારણોમાં ટીબીનો સમાવેશ ાય છે. વર્લ્ડ હેલ્ ઑર્ગેનાઇઝેશનના આંકડાઓ મુજબ ૨૦૧૫માં ૧૦.૪ મિલ્યન લોકો ટીબીગ્રસ્ત બન્યા હતા, જેમાંી ૧.૮ મિલ્યન લોકો મૃત્યુ પામ્યા હતા એટલું જ નહીં, ૨૦૧૫માં ૧ મિલ્યન બાળકોને ટીબી યો હતો જેમાંી ૧,૭૦,૦૦૦ બાળકો મૃત્યુ પામ્યાં હતાં. મલ્ટિ-ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી જેને વકરેલો ટીબી પણ કહી શકાય એવા રોગનો ભોગ બનનારા લોકોની સંખ્યા ૪,૮૦,૦૦૦ હતી. વર્લ્ડ હેલ્ ઑર્ગેનાઇઝેશન મુજબ ટીબીને રોકવાના અઢળક પ્રયત્લૃનો છતાં ૨૦૦૦ની સાલી દર વર્ષે ટીબીના દરદીઓમાં ૧.૫ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે જે પૂરતો ની. આદર્શ પરિસ્િિત એ છે કે દર વર્ષે આ સંખ્યામાં ૪-૫ ટકાનો ઘટાડો ાય અને ૨૦૩૦ સુધીમાં ટીબીી સંપૂર્ણ રીતે છુટકારો મેળવી શકીએ. આજ સુધીના પ્રયત્લૃનોી ૨૦૦૦ી લઈને ૨૦૧૫ સુધીમાં દુનિયાભરમાં ૪૯ મિલ્યન લોકોને આ રોગી બચાવી શકાયા છે. દુનિયામાં જોવા મળતા ટીબીના કુલ દરદીઓના ૬૦ ટકા જેટલા દરદીઓ ફક્ત ભારત, ઇન્ડોનેશિયા, ચાઇના, નાઇજીરિયા, પાકિસ્તાન અને સાઉ આફ્રિકા જેવા ૬ દેશોમાં છે. આ ૬ દેશોમાં પણ વર્લ્ડહેલ્ ઑર્ગેનાઇઝેશન મુજબ દુનિયાભરમાં સૌી વધી ટીબીના દરદીઓ ભારતમાં છે. આ જાણીને એક સવાલ તો ચોક્કસ આપણને ાય કે આખી દુનિયામાં ફક્ત આપણે જ કેમ પહેલા નંબરે છીએ? એવું શું છે જેને કારણે ભારતમાં આ રોગ આટલો ફેલાયો છે? કયા પ્રકારની વ્યક્તિઓને આ રોગ ાય છે? કોના પર આ રોગ વાનું રિસ્ક વધુ રહે છે? આ બધા જ પ્રરનોનો જવાબ આજે મેળવીએ.

ચેપી રોગ

ટીબી એક બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે જે લગભગ દરેક ભારતીયના શરીરમાં સુષુપ્ત અવસમાં પડ્યું જ હશે એનું કારણ છે કે આપણે ત્યાં ટીબીના દરદીઓ વધુ છે એટલે એના જીવાણુ ખૂબ વધારે પ્રમાણમાં છે. ક્યારેક ને ક્યારેક કોઈ ને કોઈ માધ્યમી એ આપના શ્વાસ દ્વારા શરીરમાં જતા જ રહ્યા હોય એમ બની શકે છે, પરંતુ એ શરીરમાં ગયા એટલે ટીબી યો એવું હોતું ની. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ આ જીવાણુ સામે લડી ની શકતી એને આ રોગ ાય છે, બાકી જેની રોગપ્રતિકારક શક્તિ પ્રબળ હોય તેને આ રોગ તો ની. આ રોગ મોટા ભાગના કેસમાં ફેફસાં પર જ અસર કરે છે, પરંતુ એવું જરૂરી ની, બીજાં અંગો પર પણ અસર કરી શકે છે. ભારતમાં ફેલાયેલી ગંદકી, હાઇજીનનું ઓછું પ્રમાણ, જાગૃતિનો અભાવ, ગીચ વસ્તી વગેરે કારણોને લીધે આપણા દેશમાં આ રોગનું પ્રમાણ વધુ છે એમ કહી શકાય; કારણ કે ટીબી એક ચેપી રોગ છે અને ચેપી રોગના ફેલાવા માટે આ બધાં પરિબળો ઘણાં મહત્વનાં ગણાય છે.

ડાયાબિટીઝ અને ટીબી

જેમ દુનિયામાં સૌથી વધુ ટીબીના દરદીઓ ભારતમાં છે એમ સૌી વધુ ડાયાબિટીઝના દરદીઓ પણ ભારતમાં જ છે અને આ બન્ને રોગ વચ્ચે સીધો સંબંધ છે જે વિશે વાત કરતાં ઝેન હોસ્પિટલ-ચેમ્બુરના ચેસ્ટ ફિઝિશ્યન ડોકટરકહે છે, ડાયાબિટીઝ એ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને ઘટાડે છે, જેને લીધે કોઈ પણ પ્રકારનાં ઇન્ફેક્શન વાની શક્યતા આ દરદીઓમાં વધી જાય છે. ટીબી પણ એક ઇન્ફેક્શન જ છે. એક સામાન્ય વ્યક્તિ કરતાં એક ડાયાબિટીઝના દરદીને ટીબી વાની શક્યતા ૧૦ ગણી વધુ હોય છે એટલું જ નહીં, આ દરદીઓને જ્યારે ટીબી ાય છે ત્યારે તેમનો ઇલાજ અત્યંત કઠિન બને છે, કારણ કે ડાયાબિટીઝને લીધે તેમનું ઇન્ફેક્શન જલદી કાબૂમાં ની આવતું અને એનાી ઊલટું ટીબીને કારણે તેમની શુગરને ક્ધટ્રોલમાં રાખવી અઘરી બની જાય છે. એક ડાયાબિટીઝના દરદીએ ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ કે તેને આ પ્રકારનું ઇન્ફેક્શન ન લાગે, કારણ કે એને ઠીક તાં એક સામાન્ય વ્યક્તિ કરતા લગભગ બમણો સમય લાગે છે.

સ્મોકિંગ અને ટીબી

વર્લ્ડ હેલ્ ઑર્ગેનાઇઝેશન મુજબ તમાકુ એ ટીબી વા માટેનું અને એને કારણે તા મૃત્યુ માટેનું સૌી મોટું રિસ્ક ફેક્ટર છે. દુનિયાભરમાં ૨૦ ટકા ટીબીના કેસ સ્મોકિંગને કારણે ાય છે. ભારત તમાકુના ઉત્પાદનમાં જ નહીં એના ઉપયોગમાં પણ ઘણું જ આગળ છે. આ બાબતે વાત કરતાં બોમ્બે હોસ્પિટલના ચેસ્ટ ડિપાર્ટમેન્ટના હેડ અને ચેસ્ટ ફિઝિશ્યન ડોકટરકહે છે, તમાકુને કારણે ટીબી વાનંક રિસ્ક તમાકુનું સેવન કરતા લોકોમાં સામાન્ય વ્યક્તિઓ કરતાં અઢી ગણું વધી જાય છે. સ્મોકિંગ કે તમાકુનું સેવન એ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે એટલે કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન વાનું રિસ્ક ઘણું વધારે રહે છે. આ સિવાય તમાકુનું સેવન ફેફસાંને નબળાં કરે છે જેને લીધે ઇન્ફેક્શનની અસર ફેફસાં પર વાની શક્યતા વધુ રહે છે. આ સિવાય આલ્કોહોલ પણ ઘણે અંશે ટીબી માટેનું રિસ્ક વધારે છે.

HIV અને ટીબી

ટીબી જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે તેમના પર ગંભીર અસર કરે છે. કેન્સર અને એનો ઇલાજ એ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે જેને લીધે આ દરદીઓમાં ટીબીનું રિસ્ક ઘણું વધારે હોય છે. ણ્ત્સ્માં પણ આ જ તકલીફ રહે છે. HIVઅને ટીબી વચ્ચેનો સંબંધ જણાવતાં દહિસરના ફેમિલી ફિઝિયન ડોકટરકહે છે, ભારતમાં HIVના દરદીઓને ટીબી વાનું પ્રમાણ ઘણું વધારે છે.

સૌી ગંભીર બાબત એ છે કે ભારતમાં HIVનો દરદી અઈંઉજ ઓછો અને ટીબીી વધુ મરે છે, કારણકે ટીબીની જે દવાઓ નોર્મલ લોકોને જેટલી જલદીી અસર કરે છે એટલી જલદીી HIVના દરદીને અસર ની કરતી, કારણ કે એ દવાઓ જંતુને મારે છે, પરંતુ રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાી એ જંતુઓ શરીરમાં ખૂબ ઝડપી વધે છે એટલી ઝડપી દવાઓ એને મારી શકતી ની. આમ HIVના દરદીને ટીબી ાય તો તેની બીમારી લાંબી ચાલે છે અને મૃત્યુ વાની શક્યતા નોર્મલ લોકો કરતાં વધુ રહે છે.

કુપોષણ અને ટીબી

ભારતમાં કુપોષણનો શિકાર લગભગ ૫૦ ટકા લોકો છે. ગરીબ લોકોને પૂરતો પોષણયુક્ત ખોરાક મળતો ની માટે એ લોકો કુપોષિત છે અને સધ્ધર લોકોને પોતાનું ધ્યાન રાખવાનો સમય ની માટે એ લોકો કુપોષિત છે. આ બાબતને સ્પક્ટ કરતાં ડોકટર કહે છે, આજે ભારતમાં એક મોટો વર્ગ એવો છે જે સ્ટ્રેસમાં જીવે છે, સમયપર ખોરાક ખાઈ શકતો ની અને શાંતિી ૮ કલાક સૂઈ શકતો ની. આવા વર્ગમાં કુપોષણ હોવાની શક્યતા ઘણી વધારે રહે છે. તેમની રોગપ્રતિકારક શક્તિ પણ ઘણી ઓછી હોય છે. તેમને આ રોગ વાની શક્યતા ઘણી વધારે છે. એક સમય હતો જ્યારે ટીબીને ફક્ત ગરીબોનો રોગ માનવામાં આવતો હતો, પરંતુ હવે એવું રહ્યું ની.

આપણાં બાળકોને ખતરો

ભારતમાં ટીબી ખૂબ ફેલાયેલો છે અને બાળકોને જન્મતાંવેંત જ ઇઈૠ વેક્સિન આ ટીબીી બચવા માટે જ આપવામાં આવે છે છતાં આપણે ત્યાં કેટલાં બાળકો એવાં છે જે ટીબીનો ભોગ બની રહ્યાં છે. તેમનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે નાનાં બાળકોમાં આ રોગ જીવલેણ સાબિત ઈ શકે છે. એ વિશે વાત કરતાં ડો. અમિતા દોશી નેને કહે છે, નવજાત બાળકો અને ખાસ કરીને બે વર્ષી નાની ઉંમરનાં બાળકોમાં ટીબી વાનું રિસ્ક ઘણું વધારે હોય છે, કારણ કે હજી તેમની રોગપ્રતિકારક શક્તિ વિકસી ની હોતી જેને લીધે તેમના શરીરમાં રહેલું ઇન્ફેક્શન સીધું રોગમાં પરિણમી જતું હોય છે એટલું જ નહીં, એ એકમાંી બીજા અંગમાં જલદી ફેલાઈ જતું હોય છે. બે વર્ષી નાનાં બાળકો જો ટીબીના દરદીના સંપર્કમાં આવ્યાં તો એમાંી ૬૦ી ૮૦ ટકા બાળકોને ચોક્કસ ટીબી તો હોય છે. માટે તેમની કાળજી લેવી અત્યંત જરૂરી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.