વૈજ્ઞાનિકોએ સૌપ્રથમ વખત ૮ રેડિયો ટેલિસ્કોપની મદદથી બ્લેકહોલની તસવીર મેળવી
વિશ્ર્વમાં અનેકવિધ એવા વિષયો છે કે જે વણઉકેલ રહ્યા છે ત્યારે સૌપ્રથમ વખત બ્લેકહોલની તસવીર વૈજ્ઞાનિકો દ્વારા ૮ રેડીયોટેલીસ્કોપની મદદથી લેવામાં આવી છે. જેમાં યુરોપ, અમેરિકા, ઈસ્ટ એશિયા સહિતના વૈજ્ઞાનિકો દ્વારા આ મહાકાર્યને પાર પાડવામાં આવ્યું હતું પરંતુ એક મુખ્ય પ્રશ્ર્ન એ રહ્યો છે કે બ્લેકહોલ શું છે ? ત્યારે તે વિશે જો વાત કરવામાં આવે તો કહી શકાય કે, બ્રહ્માંડમાં એવા અનેકવિધ રહસ્યો છુપાયેલા છે કે જેનો વિચાર કે પછી તેની કલ્પના કરવી પણ અશકય છે.
બ્રહ્માંડમાં કેટલા સમય પહેલા જીવજંતુઓ કે માનવોની ઉત્પતિ રહી હશે તેનો પણ કોઈ તાગ મળ્યો નથી. વાત જયારે બ્લેકહોલની કરવામાં આવે તો નાબિકય સંલયન એટલે કે ન્યુકિલયર ફયુઝનથી ઉત્પન્ન થયેલી પ્રચંડ ઉર્જાના કારણે અનેક ચીજ-વસ્તુઓ ગુરુત્વાકર્ષણમાં રહેતી હોય છે ત્યારે કહેવામાં આવે છે કે, આકાશમાં રહેલા તારાઓમાં હાઈડ્રોજનનું પ્રમાણ સૌથી વધુ જોવા મળતું હોય છે જે ધીરે-ધીરે ઓછું થઈ જતાં તે નિષ્ક્રીય બની જાય છે. જેથી તે ગુરુત્વાકર્ષણની વિરુઘ્ધ ઉભું રહી શકતું નથી જેને લઈ આ તારાઓમાં આંતરીક વિસ્ફોટ થતો જોવા મળે છે જેને વૈજ્ઞાનિકોએ સુપર નોવાનું નામ આપ્યું છે ત્યારે બ્લેકહોલ વિશે માહિતી સૌપ્રથમ ૧૭૮૩માં પ્રોફેસર જોન માયકલ દ્વારા આપવામાં આવી હતી. કહેવામાં આવે છે કે બ્લેકહોલ સંપૂર્ણપણે એક નાનકડાં બિંદુમાં કેન્દ્રીત હોય છે જેને વૈજ્ઞાનિક ભાષામાં સેન્ટ્રલ સિગ્યુરાલીટી પોઈન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બિંદુની આજુબાજુ ગોળાકાર સીમા રહેતી હોય છે જેની આરપાર કોઈપણ પ્રકાશ કે ચીજ વસ્તુઓ જઈ શકતી નથી અને ત્યાં સમયનું પણ અસ્તિત્વ રહેતું નથી ત્યારે અનેકવિધ રીસર્ચમાં એ વાતની પુષ્ટિ કરવામાંઆવી છે કે, કોઈપણ ચીજ વસ્તુઓ જો બ્લેકહોલની સીમાની નજીક હોય તો તેનું સમયચક્ર ખુબ જ ધીમું થઈ જતું હોય છે. બ્લેકહોલમાં સમાવિષ્ટ થતી કોઈપણ ચીજ-વસ્તુઓના જે અણુ રહેતા હોય છે તે પણ વેર-વિખેર થઈ જતાં હોય છે અને ધીમે-ધીમે તે અદ્રશ્ય પણ થતાં હોય છે. વૈજ્ઞાનિકો દ્વારા અનેકવિધ પ્રકારના બ્લેકહોલને શોધવામાં આવ્યા છે જેમાં સ્ટેલર માસ બ્લેકહોલ, સુપરમેસીવ બ્લેકહોલ, પ્રિમોરડીયલ બ્લેકહોલ પણ શોધવામાં આવ્યા છે. ત્યારે એ વાતની પણ પુષ્ટિ કરવામાં આવી રહી છે કે, શું બ્લેકહોલમાં પૃથ્વી સમાઈ શકે કે કેમ ? કારણકે પૃથ્વીમાં ખુબ જ વધુ ગ્રેવીટી હોવાના કારણે બ્લેકહોલમાં તે સમાઈ શકે નહીં. માની લઈએ કે જો બ્લેકહોલ સુર્ય જેટલો વિશાળ હોય તો કદાચ પૃથ્વી તે બ્લેકહોલમાં સમાઈ શકે ત્યારે બુધવારના રોજ સૌપ્રથમ વખત વૈજ્ઞાનિકોને બ્લેકહોલની તસવીર મળી છે. તેમાં પણ ૮ રેડિયોટેલીસ્કોપની મદદ લેવામાં આવી છે.
આલ્બર્ટ આઈનસ્ટાઈને એક વર્ષ પહેલા બ્લેક હોલ હોવાની પુષ્ટિ કરી હતી પરંતુ તેનો કોઈ નકકર પુરાવો વૈજ્ઞાનિકોને મળ્યો ન હતો પરંતુ કહી શકાય કે, યુરોપ, અમેરિકા અને ઈસ્ટ એશિયાના વૈજ્ઞાનિકોના અથાગ પ્રયત્નના કારણે સૌપ્રથમ વખત બ્લેકહોલની તસવીર પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે. વધુમાં વાત કરવામાં આવે માત્ર અંતરીક્ષમાં એક બ્લેકહોલ નહીં પરંતુ ધરતીના પાતાળમાં એવા અનેકવિધ રહસ્યો રહેલા છે જેને વૈજ્ઞાનિકો શોધવામાં સફળતા મળી નથી. જી હા, બ્લેકહોલની જેમ દરિયાઈના પેટાળમાં બરમુરા ટ્રાઈગલ એવું સ્થાન છે કે જેનો તાગ હજુ સુધી વિશ્ર્વના કોઈપણ વૈજ્ઞાનિકો મેળવવામાં સફળ રહ્યા નથી. કહેવાય છે કે બરમુરા ટ્રાઈગલની રડારમાં આવતા પ્લેન કે વિશાળકાય જહાજ તેને પોતાના પેટાળમાં ખેંચી લે છે જેની નોંધ વિશ્ર્વ સ્તર ઉપર લેવામાં આવી રહી છે ત્યારે આવા અણઉકેલ ચીજ વસ્તુઓ અને જગ્યાઓ વિશે લોકોએ ખરાઅર્થમાં માહિતી પ્રાપ્ત કરવી જોઈએ.
જે બ્લેકહોલનું ચિત્ર વૈજ્ઞાનિકોને મળ્યું છે તેને જોતા એક વાતની પુષ્ટિ થાય છે કે, તે બ્લેકહોલ પૃથ્વીથી સાડા પાંચ કરોડ પ્રકાશવર્ષ દુર આવેલું છે અને તે પૃથ્વી અને સુર્ય કરતાં અનેકગણુ મોટું હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જયારે ૮ ટેલીસ્કોપની વાત કરવામાં આવે તો આ તમામ ટેલીસ્કોપ સ્પેનિશ સાયરા નેવાડા, હવાઈ, મેકસિકો, એરીઝોનાના પર્વતમાળાઓમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા.