ઘરમાં સુખ શાંતિથી રહેવા માટે વ્યક્તિએ ઘરમાં વાસ્તુ પ્રમાણે સજાવટ કરવી જરુરી છે. માટે જ રંગોનું મહત્વ છે માટે જ્યારે પણ ઘરમાં રંગ લગાડો વાસ્તુ પ્રમાણે કરવો. ખૂબ જ આવશ્યક છે.

– બેડરુમ

બેડરુમમાં ભાગમાં લોકો મનપસંદર રંગ કરાવતા હોય છે પરંતુ તમારા મનપસંદ રંગો વાસ્તુ શાસ્ત્રને મળતા હોવા જરુરી છે, માટે તમે આછો ગુલાબી, આસમાની, તેમજ આછો લીલો રંગ બેડરુમ માટે ઉપયોગ કરી શકો છો.

ગેસ્ટ રુમ

– ગેસ્ટરુમમાં હંમેશા આછા રંગ કરવા જોઇએ, પીળો, આસમાની, નારંગી, લવંડર તેમજ અન્ય લાઇટ શેડ કલર વાસ્તુ મુજબ યોગ્ય ગણાય છે.

રસોડુ :

– રસોડુ એવુ સ્થળ છે, જ્યાં રંગોની બાબતમાં તમારી પાસે ઘણી બધી મર્યાદિત ચોઇસ હોય છે , વાસ્તુ મુજબ રસોડામાં સફેદ, પીળો, રોઝ પિંક, ચોકલેટ, તથા લાલ રંગ સૌથી શ્રૈષ્ઠ ગણાય છે.

ડાયનિંગ રુમ :

– ડાયનિંગ રુમ માટે હળવા રંગ ખુબ જ સારા ગણાય છે. ગુલાબી, લીલો અને આસમાની રંગ તમને ફ્રેશ કરી દેશે ધ્યાન રાખો આ રુમમાં કાળો-સફેદ, કે અન્ય કાળા કલરથી બનેલો કલર ઉપયોગ ન કરવો.

બાથરુમ :

– સફેદ, આસમાની અને પેલગ્રીન વગેરે બાથરુમને મોટુ દેખાડવાની સાથે સાથે ફ્રેશ લુક પણ આપે છે. બાથરુમમાં કાળા તેમજ ઘેરા રંગનો ઉપયોગ ક્યારેય કરવો નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.