સાઉદી અરબમાં તૈયાર કરવામાં આવેલી સરાહાને દુનિયાભરમાં વપરાશકર્તાઓ એ ખુબજ પસંદ કરી છે.લગભગ એક મહિના પેહલા લોન્ચ થયેલી આ એપને ૫૦ લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે.
મજેદાર વાતતો એ છે કે સરાહા એપ દ્વારા યુઝર પોતાની પ્રોફાઈલથી જોડાયેલા કોઈ પણ વ્યક્તિને મેસેજ મોકલી શકે છે.પરંતુ રસપ્રદ વાત છે કે મેસેજ રીસીવ કરનારને એ ખબર નથી પડતી કે આ મેસેજ કોની પાસેથી આવ્યો.અને તેનો વળતો જવાબ પણ ન આપી શકાય આજ કારણે આ એપ ખુબજ લોકપ્રિય થઈ છે.
સરાહા એક અરબી શબ્દ છે.જેનો અર્થ ઈમાનદારી થાય છે.આ એપ બનાવાનો હેતુ એવો છે કે તેના દ્વારા કોઈ કર્મચારી,બોસ કે સીનીયરને વગર કોઈ સંકોચે પોતાનું મંતવ્ય આપી શકે.યુઝર કોઈ શખ્સને એ બધું કહી શકે જે તેની સામે આવીને ન કહી શકતો હોય.