દુનિયાભરના મહાન વિચારકોના ઉમદા વિચારોથી પ્રભાવિત થઇ આપણે વિચારોમાં બદલાવ લાવી વિકાસ કરવો જરૂરી
‘પર્ણ જયારે પ્રેમ કરે છે, ત્યારે પુષ્પ બને છે પુષ્પ જયારે આરાધના કરે છે, ત્યારે ફળ બને છે’
જીવનનાં સર્ંવાગી વિકાસમાં માનસિક વિકાસ સાથે વિચારોનું મહત્વ છે. એકલું શિક્ષણ મેળવવાથી કશું જ થઇ શકતું નથી. સારા વિચારો, સુવાકયો સારૂ જીવન નિર્માણ કરે છે. જીવનમાનં ઘણા શબ્દો માત્ર આપણાંં જીવનમાં બદલાવ લાવવાની તાકાત ધરાવે છે. જેમ કે શ્રઘ્ધા, વિશ્ર્વાસ, પ્રેમ, હુંફ, લાગણી વિગેરે સંસ્કૃતનું એક સુંદર સુભાષિત છે, જેમાં આજના જીવન ઉત્થાનનો સંદેશ છે.
“જેમ એક પૈડાં વડે રથ ચાલી શકતો નથી
તેમ પુરૂષાર્થ વિના પ્રારબ્ધ સિઘ્ધ થતું નથી
- હર્ષ વિશે શ્રી અરવિંદ કહે છે, ‘હાસ્ય એ જીવનનો રસ છે’ હાસ્ય એ પ્રેમની ભાષા છે હાસ્ય એ પ્રેમની ભાષા છે.
- યજુર્વેદમાં ધર્મ, કામ, અર્થ અને મોક્ષનું મુખય સાધન શરીર છે એટલા માટે યોગ્ય આહાર, સંયમિત વિહાર અને વર્તનમાં કલ્યાણભાવનું ઘ્યાન રાખીને પોતાનાં આરોગ્યને સ્થિર રાખવું. નિરોગી શરીર જ સર્વ સુખોનું મૂળ છે.
- અષ્ટાવક્ર ગીતામાં સ્વતંત્રતા, પરતંત્રતાની વાત કરતા વિચારોમાં ‘મનુષ્ય સ્વતંત્રતાથી સુખ પ્રાપ્ત કરે છે, તેનાંથી પરમ તત્વને પ્રાપ્ત કરે છે, ને શાંતિ મેળવીને પરમપદ પ્રાપ્ત કરે છે તેમ જણાવેલ છે’
- મૌનનાં ફળ સ્વરૂપે પ્રાર્થના, પ્રાર્થનાનું ફળ શ્રઘ્ધા, શ્રઘ્ધાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા… એમ મધર ટેરેસા એ વાત કહી છે
- સુંદરતા, સૌદર્ય વિશે કાલિદાસ ‘સુંદર લોકો માટે બધાના મનમાં આદરભાવ જાગી ઉઠી છે’તો ચાણકય નીતિમાં ‘કોયલનું સૌદર્ય તેના સ્વર છે, સ્ત્રીનુ: સૌદર્ય તેનો પતિવ્રતા ધર્મ છે, કુરૂપ વ્યકિતનું સૌદર્ય તેની વિદ્યા છે અને તપસ્વીનું સૌદર્ય તેની ક્ષમા છે તેમ જણાવે છે’
- આઇન્સ્ટાઇન સુખની સુંદર વ્યાખ્યા આપતાં જણાવે છે કે ‘હું સુખી છું એનું કારણ એ છે કે મારે કોઇની પાસેથી કશું જોઇતું નથી’
- સમય પાલન વિશે ‘યોગવશિષ્ઠ ’જણાવે છે કે… ‘યોગ્ય સમય પર કરેલું નાનું કામ પણ બહું ઉપકારી હોય છે જયારે સમય વહી ગયા પછી કરેલું મહાન કાર્ય પણ વ્યર્થ હોય છે’
- વાલ્મીકી રામાયણ સિઘ્ધિ સફળતાની વાત કરતું સુંદર વાકય છે. ‘ઉત્સાહ, સામર્થ્ય અને મનમાં હિંમત આ સફળતા મેળવવાના આવશ્યક ગુણો કહેવાયા છે’
- સત્ય વિશે બૃહદારણ્ય ઉપનિષદ અને વિષ્ણુપુરાણમાં સરસ વાત કરી છે, ‘સત્ય બ્રાહ્મ છે, અને સત્ય જ બ્રહ્મ છે’
- એવું જ સત્ય ઉચ્ચારણ કરવું જે બીજાની પ્રસન્તાનું કારણ હોય, જે સત્ય બીજાનાં દુ:ખનું કારણ હોય તે સંબંધમાં બુઘ્ધી શાળી માણસે મૌન રહેવું
- ભાગવતમાં ‘સંતોષ’ વિશે સોનેરી વાકત છે, ‘જેમ ચંપલ પહેરનારને રસ્તા પરનાં પથ્થરો અને કાંટાઓ દુ:ખ નથી પહોચાડતા તે જ રીતે સંતોષરૂપી ધન જેની પાસે છે તેના માટે બધી દિશા સુખમયી છે’
- શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાઁ ‘દુ:ખોની પ્રાપ્તિથી પણ જેનું મન ઉઘોગ થતું નથી, સુખોના આગમનથી જે સર્વથા નિસ્પૃહ રહે છે, જેના રાગ-ભય અને ક્રોધ નષ્ટ થઇ ગયા છે તે સ્થિર બુઘ્ધિ વાળો સાધુ કહેવાય છે.
- સ્ક્ધદોપનિષદમાં ‘શરીરને દેવાલય કહેવાયું છે, અને આ જીવ જ શિવ છે’ તેમ જણાવેલ તો હિતોપદેશમાં આ શરીર પ્રતિક્ષણ મરી રહ્યું છે પણ દેખાતું નથી. ની વ્યંગવાત છે.જે માણસ બીજાના કલ્યાણ માટે સ્વશરીરનો પણ ત્યાગ કરે છે. તેની પ્રશંસા આખુ જગત કરે છે તેમ ગૌસ્વામી તુલસીદાસ કહે છે
- શત્રુ-દુશ્મન વિશે મહાભારત અને વેદ વ્યાસે સુંદર વાત કરી છે.‘ મિત્રતા અને શત્રુતાનો ભાવ તો વાદળાં જેવો છે, જે દરેક ક્ષણે બદલાય છે.,’ મહાભારત ન તો કોઇ કોઇનો મિત્ર છે: ન તો કોઇ કોઇનો શત્રુ છે, સ્વાર્થને કારણે જ મિત્ર કે શત્રુ બને છે- વેદ વ્યાસ
- શ્રઘ્ધા વિશે ‘નારણપુરાણ ’ માં સુંદર વાત સમજાવી છે. ‘શ્રઘળુ વ્યકિતને ધર્મલાભ થાય છે. શ્રઘ્ધાળુ જ ધન પ્રાપ્ત કરે છે, શ્રઘ્ઘથી કામનાઓની પૂર્તિ થાય છે તથા શ્રઘ્ધાળુ જ મોક્ષ પામે છે’
- વેદો પુરાણો વિશે આપણા મનુસ્મૃતિમાં ધર્મ જિજ્ઞાસુઓ માટે વેદ (શ્રુતિ) જ પરત પ્રમાણ છે જયારે ઓશો રજનીશ ‘વેદો એટલે મનુષ્યની ભાષામાં ઉચ્ચારેલી ભગવાન વાણી’ ની વાત કરે છે.
- માઁ વિશે મહાભારતમાં સુંદર વાકય છે. ‘માતા સમાન બીજી કોઇ છાયા નથી માતા તુલ્ય કોઇ રક્ષક નથી, તથા માતા સમાન સંસારમાં બીજી કોઇ પ્રિય વસ્તું નથી’
- ફાધર વાલેસે મિત્રતા વિશે વાત કરતાં જણાવેલ છે કે, ‘મિત્ર’ વિનાનો માણસ એટલે તારા વગરનું આકાશને પક્ષી વગરનું ઉપવન
- જે માણસ દિવ્ય ભાષાનું જ્ઞાન ધરાવતો ન હોય તેણે તેની માતૃભાષાનો જ પ્રયોગ કરવો તેમ માર્કેડય ઋષી જણાવે છે.
- મત્સ્ય પુરાણમાં સંસારનાં સુખો અને દુ:ખો ભાગ્યજતિન છેે, આથી દુ:ખ આવે ત્યારે હતાશ ન થવું અને સુખ આવે ત્યારે અહંકારી ન થવું.
- રામકૃષ્ણ પરમહંસે ‘કર્મ’ વિશે બહુ જ સરસ વાત કરી છે. ‘જે પોતાનું નામ પોતાના કર્મોથી બનાવે તે જ ઉત્તમ માણસ’પાપ અને પુણ્ય વિશે ‘મહાભારત’ની શ્રેષ્ઠ વાત છે કે… પાપમાં પડે તે માણસ, તેનો ખેદ કરે તે સંત અને તેનું અભિમાન કરે તે રાક્ષસ
- જેમ ઘુમાડો વાયુને વશ થઇને તેને અનુસરે છે, તેમ ધર્મ વિરતાને અનુસરે છે – મહાભારત
- ધર્મની ગતિ સુક્ષ્મ છે, તેના અનંત ભેદ છે તથા અનંત શાખાઓ છે – વેદ વ્યાસ
- ચિંતા સજીવને બાળે છે, જયારે ચિત્તા નિર્જીવને બાળે છે – ઉપનિષદ અને છેલ્લે…. સ્કંદ પુરાણનું સુંદર વાકય
‘ત્રુ ’શબ્દનો અર્થ છે ‘અંધકાર’ અને ‘રૂ’ શબ્દનો અર્થ છે તેનો નાશ કરનાર આમ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારને ‘ગુરૂ’ કહેવાય છે.