આપણે બધા જાણીએ છીએ કે સ્ટાર્સ તેમના કપડા પર ઘણો ખર્ચ કરે છે. ફંક્શન હોય કે લગ્ન, સ્ટાર્સની ખાસ સ્ટાઈલ જોવા મળે છે. ગઈ કાલે રકુલ પ્રીત સિંહે ‘હીરામંડી’ના સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. આ દરમિયાન અભિનેત્રી અદભૂત કુર્તા સેટમાં જોવા મળી હતી. અભિનેત્રીના કુર્તા સેટની કિંમત 2 લાખ રૂપિયા છે. રકુલે ભલે કુર્તા સેટ પર 2 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હોય, પરંતુ તેનો લુક સૌથી સારો લાગી રહ્યો છે. મેકઅપથી લઈને ઈયરિંગ્સ સુધી બધું જ કુર્તા સેટ સાથે ખૂબ જ સુંદર લાગે છે.