પદ્માવતી ફિલ્મને લઈને રાજવી પરિવારોની ક્ષાત્રધર્મની ક્રુર મજાક: માધાતાસિંહજી જાડેજા
કોંગીના વરિષ્ઠ આગેવાન શશી થરૂરે રાજવી પરિવાર અંગે કરેલી ટીપ્પણીના સંદર્ભે રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજસ્થાનના સિરોહી મહારાજ રઘૂવીરસિંહજીએ રાજવીઓનો ઈતિહાસ શું છે તે શશીથરૂરને શુ ખબર હોય તેમજ પદ્માવતી ફિલ્મના નિર્માતા સંજયલીલા ભણસાલીની આકરી જાટકણી કાઢી હતી.કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પુર્વ કેન્દ્રીય મંત્રી શશી શરૂરે તાજેતરમાં ભારતીય રાજવીઓને કરેલી ટીપ્પણીને બાલીશ અને ક્ષાત્રધર્મની ક્રુર મજાક ગણાવતા શિરોહી રાજસ્થાનના મહારાજાધીરાજ મહારાજ રઘુવેન્દ્રસિંહજી અને યુવરાજ ઓફ રાજકોટ માંધાતાસિંહજી જાડેજા ઉગ્ર શબ્દોમાં આ ટિપ્પણીને વખોડી કાડી હતી અને રાજપરિવારના નિવાસ સ્થાન રણજીત વિલાસ પેલેસના પ્રાંગણમાં પત્રકાર પરિષદ સંબોધી હતી. જણાવ્યું હતુ કે, આદિકાળથી ક્ષત્રીયોની પરાક્રમતા, ધર્મનિષ્ઠતા, પ્રજાવત્સલતા, દિર્ધદ્રષ્ટિતા અને રાષ્ટ્રવાદીતા માત્ર ભારતજ નહી સમગ્ર વિશ્ર્વમાં આદરભર્યું સ્થાન ધરાવે છે. શશી થ‚રઈતિહાસથી અજાણ છે. વાસ્તવમાં અંગ્રેજોનાં આક્રમણોનો નિડરતા પૂર્વક સામનો કરી રાષ્ટ્રની રક્ષા કાજે રાજવીઓએ પોતાનું રકત વહાવીને ભારતવર્ષને અભય પ્રદાન કર્યું છે.મહારાજાધીરાજ મહારાવ રઘવેન્દ્રસિંહજી અને માંધાતાસિંહજીએ ઉમેર્યું હતુ કે, ભારતનાં રાજપરિવારો પોતાના પરાક્રમ, ધર્મનિષ્ઠા, વિચક્ષણતા, રાષ્ટ્રવાદ અને અખંડ ભારતનાં પ્રતિકસમા છે. ખેડૂતોની ઉન્નત સ્થિતિ, ગ્રામ સમૃધ્ધિ, આબાદી, ભારતીય સંસ્કૃતિ, સંસ્કારો, પરંપરાઓ વગેરેમાં રાજવી પરિવારોની ભૂમિકા અનન્ય રહી છે. ત્યારે ભારતનાં રાજવીઓએ અંગ્રેજો માટે લાલ જાજમ પાથરી હતી તે મતલબના શશી થરૂરના વિધાન ખરા અર્થમાં સંસ્કાર વિહિનતા છે. પ્રસિધ્ધિ માટે શશી થ‚રે કરેલા આ વિધાનો હૃદયમાં ગૌરવ, બુધ્ધિમાં પ્રકાશ અને આત્મામાં ઓઝસ ભરી જીવનના ઉચ્ચતર આદર્શોની ઉપાસના કરનાર રાજવી પરિવારોનો ઉપહાસ છે.કોંગ્રેસના જવાબદાર પ્રતિનિધિ શશી થરૂર જાણતા નથી તેમણે ભારત વર્ષનો ગૌરવ પૂર્ણ ઈતિહાસ જાણવાની જરૂર છે. રાજઓ બ્રિટીશરો સમક્ષ ઝૂકી ગયા હતા તેવી તેમની ટીપ્પણીઓને સમગ્ર ક્ષત્રીય સમાજ અને સમગ્ર રાજવી પરિવારો વખોડી કાઢીને તેનો વિરોધ કરે છે. અને શુધ્ધ બુધ્ધી વગરનું તેમનું આ કથન બાદમાં તેમણે ખૂદે પાછુ ખેંચવાનો પ્રયાસ કરીને થૂંકેલું ફરીથી ગળવાની નોબત લાવી છે.ભારતના રાજવીઓએ રાષ્ટ્ર રક્ષા અને રાષ્ટ્રગૌરવ ગરીમાં જાળવી રાખવા માટે આપેલા યોગદાન અને બલીદાનને શશી થરૂર કે જાવેદ અખ્તર જેવા પ્રસિધ્ધી ભૂખ્યા લોકોના સર્ટીફીકેટની જરૂર નથી. તેમ મહારાજાધીરાજ મહારાવ રઘવેન્દ્રસિંહજી અને યુવરાજ સહિબ ઓફ રાજકોટ માંધાતાસિહજી જાડેજાએ પત્રકાર પરિષદના અંતે જણાવ્યું હતુ.પત્રકાર પરિષદમોં ભાવનગનાં મહારાજા રાઓલ વિજયરાજસિંહજી, વઢવાણનાં ઠાકોર, ચૈતન્યદેવ,રાજકોટના યુવરાણી કાદમ્બરી દેવી, રાજકોટનાં રાજકુમારી મૃદુલાકુમારી, રાજકોટના ટીકકા જયદિપસિંહજી જાડેજા, રાજકોટના ટિકકારાણી, શિવાત્મીકા દેવી, વાકાંનેરના યુવરાજ કેશરીદેવસિંહજી, રાજપીપળાના યુવરાજ માનવેન્દ્રસિંહજી,ઢાંકના દરબાર શિવરાજસિંહજી તેમજ યુવરાજ રાજસિંહજી, જામનગરનાં કુમાર અર્જુનસિંહજી, બાબરાનાં દરબાર યશવંતકુમાર, રાજપરાનાં ઠાકોર રાજવિજયસિંહજી, ભાડવાના દરબાર,રઘુવેન્દ્રસિંહજી, ચોટીલાના દરબાર, જયવિરસિંહજી, માળીયાના કુમાર મહાવીરસિંહજી, વિરપૂરનાં દેવેન્દ્રસિંહજી, બાલાસીનોરનાં નવાબજાદા સુલ્તાન સલાઉદીનખાન બાબી, લાઠીના ઠાકોર કીર્તીકુમારસિંહજી, લોધીકાના ઠાકોર માનવેન્દ્રસિંહેજી, માણસાના યુવરાજ યોગરાજસિંહજી વેગરે રાજવીઓ ઉપસ્થિત રહ્યા હતા.યુવરાજ ઓફ રાજકોટ માંધાતાસિંહજી જાડેજાએ કહ્યું હતુ કો કોંગી નેતા શશી થ‚રે રાજવીઓ વિશે કરેલી ટીપ્પણી સમગ્ર રાજવી પરિવારોની માત્ર અવહેલના જ નહી પરંતુ ક્ષાત્રધર્મની ક્રુર મજાક છે. અંગ્રેજોનાં આક્રમણોનો નિડરતાપૂર્વક સામનો કરી રાષ્ટ્રની રક્ષા કાજે પોતાનું રકત વહાવી પ્રજાને અભય પ્રદાન કરનાર રાજવીઓની અવહેલના કરતા વિધાનો કરવા એને વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શશી થ‚રજીની બાલીશતા ગણવી, ઐતિહાસીક અજ્ઞાન કહેવું સંસ્કાર વિહિન વર્તન કહેવું કે જાહેર જીવમાં ટકી રહેવાના હવાતીયારૂપ પ્રસિધ્ધિ માટેની વામણી ઝંખના ગણવી એ જ સમજાતું નથી.શશી થરૂરને માનસીકતા એટલી હદે કથળી ચૂકી છે કે હરિયાણાની તેજસ્વી બુધ્ધિ પ્રતિભા ધરાવતી દિકરી માનુસી છીલ્લર વિશ્ર્વ સુંદરીનો તાજ ગ્રહણ કરી અને ૧૭ વર્ષ પછી ભારતની તેજોમયતાને વિશ્ર્વભરમાં વહેતી મૂકી તેવી આર્યરમણીના ઓવારણા લેવાને બદલે તેની અટકમાં છેડછાડ કરી ચીલ્લર કહીને સંબોધી તેની માનસીક દરિદ્રતાનું દર્શન કરાવે છે. ભારતીયં આર્ય નારીનું આ પ્રકારે ભયંકર અને પીડાદાયક અપમાન કરવું એ વર્તમાન સમયમાં વ્યાપક બનેલો રાજરોગ છે. જયારે આજકલ દરેક વાતમાં રાજકારણનો પ્રવેશ આપણી સાંસ્કૃતિક અને રાષ્ટ્ર ધરોહર માટે ઘાતક પૂરવાર થશે.રાજવીઓ વિશે શશી થરૂરે કરેલી ટીપ્પણીના મુળમાં સંજય લીલા ભણસાલી નિર્મિત ફિલ્મ પદ્મવતીમાં થયેલી ઐતિહાસીક છેડછાડના વિરોધમાં દેશભરમાં ઉઠેલો વિરોધ વંટોળ છે. દેવી પદ્માવતીના તેજ થી અપરિચીત અથવા ઈરાદા પૂર્વક આર્યનારીના ધોર અપમાનની મનસા સાથષ આગળ વધતા સીને જગતના કહેવાતા આ સર્જકોને મારે પૂછવું છે કે સ્ત્રી આત્મ ગૌરવ અને શીલની રક્ષા કાજે પોતાનું જીવતુ જાગતુ અસ્તિત્વ અગ્નીના હવાલે કરી પ્રાણની આહુતીઆપી સ્ત્રીત્વને ઉજાગર કરવા જૌહર કરનાર દેવીઓનું ગૌરવગાન કરવું જોઈએ કે તેને મજાકનો વિષય ગણવો જોઈએ?અભિવ્યકિતની આઝાદી અને કલાત્મક સ્વતંત્રતાના રૂપાળા અચંળા તળે ફિલ્મોમાં રાજપૂતોનાં ગૌરવવંતા ઈતિહાસ સાથે મનઘડત ચેડા કરીને રાજવીઓ અને રાજપરિવારોને જે રીતે દર્શાવવામાં આવે છે તે અક્ષમ્ય અપરાધ ગણાવો જોઈએ તેવું અમો સ્પષ્ટ પણે માનીએ છીએ.