સેંગોલને (દંડ) મહાદેવનું સ્વયં પ્રતિક
નવા સંસદ ગૃહની સાથે ‘સેંગોલ’ વિવાદ વચ્ચે ‘સેંગોલ’નું ધાર્મિક મહત્વ અનેક ગણુ
કર્મ અને ધર્મનું આચરણ કરાવવાના જેમને અધિકાર છે તે ‘સેંગોલ’ ધારણ કરી શકે
મહાભારત સમયે ભિષ્મ પિતાએ રાજ ધર્મના શાસન અંગે ધર્મરાજાને વિસ્તૃત સમજ આપી’તી
મહર્ષિ ભગુએ ધર્મહીત માટે ‘સેંગોલ’ (દંડ) ઋષિમુનિઓને સોંપ્યો’તો
નવા સંસદ ભવનનું આવતીકાલે ઉદ્ઘાટન થઇ રહ્યું છે. નવા પાર્લામેન્ટ બિલ્ડીંગમાં ‘સેંગોલ’ બાબતે વિવાદ શરૂ થયો છે. ‘સેંગોલ’ શું છે, તેનું રાજકીય અને ધાર્મિક મહત્વ શું છે. ‘સેંગોલ’ કોણ ધારણ કરી શકે, સેંગોલને ભગવાન શિવનું પ્રતિક ગણવામાં આવે છે. સેંગોલને રાજદંડ અને ધર્મદંડ પણ કહેવામાં આવે છે. કર્મનું અને ધર્મનું આચરણ કરાવવાનો જેને અધિકાર મળ્યો છે. તેઓ ‘સેંગોલ’ ધારણ કરી શકે છે. ‘સેંગોલ’ના પ્રશ્ર્ને થતા વિરોધ અને પરંપરા પ્રત્યે નફરત ન હોવી જોઇએ.
ઈતિહાસ અને પ્રણાલી સંસ્કૃતિના અભિન્ન અંગો છે, ઈતિહાસમાં બનેલી જાણી-અજાણી ઘટનાઓ લોકોને આજે પણ ગૌરવપ્રદ લાગે છે અને આશ્ચર્યજનક પણ.
સેંગોલનો અર્થ રાજદંડ/ધર્મદંડ થાય છે, એ જેના હાથમાં હોય તેને વિશિષ્ટ અધિકારો છે, એવું લોકોને સ્વયં સ્પષ્ટ થાય છે. રાજગાદી હોય કે કોઈ ધાર્મિક પરંપરાની ગાદી હોય તેના પર બેસનાર આ અધિકાર/સત્તાના પ્રતિક તરીકે દંડ ધારણ કરતાં અને જ્યારે અધિકાર/સત્તા અન્ય વ્યક્તિને સોંપવામાં આવે ત્યારે એ દંડ રૂપે સોંપવામાં આવતી હતી.
રાજસત્તા અને ધર્મસત્તા બંનેનું પ્રતિક આ દંડને માનવામાં આવતો એ ભારતની પ્રણાલી હતી, સાથે વિશ્વની અન્ય સંસ્કૃતિમાં પણ આ પ્રણાલી કે પરંપરા જોવાં મળે છે.
આ રાજદંડ/ધર્મદંડ ધારણ કરવાની ખરેખર પરંપરા કેટલી જૂની છે એ ચોક્કસ કહી શકાય નહી, પરંતુ મહાભારતના શાંતિપર્વમાં દંડ અને દંડાધીશ કોણ? તેનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળે છે. ભગવાન શિવ પોતે બ્રહ્માજીની વિનંતીથી દંડ રૂપે પ્રગટ થાયા અને ભગવાન વિષ્ણુને રાજદંડ સોંપ્યો. તે પછીથી મનુને અને પછી તેના પુત્રોને સોંપવામાં આવ્યું. આ દંડ ધારણ કરનાર પોતે મહાદેવની ઉર્જાથી ધર્મની રક્ષા કરે છે. એ બાબતની શકશી પૂરતા શાંતિપર્વના રાજધર્માનુંશાસનપર્વના નીચે મુજબના શ્લોકોમાં છે અને આ પરંપરાની મહાદેવજીથી શરૂ કરી કોને કોને આ દંડ કોના દ્વારા જવાબદારી સ્વરૂપે સોંપવામાં આવ્યો તે આ મુજબ છે.
જેવા શ્રેષ્ઠ શસ્ત્રને ધારણ કરનાર મહાદેવે સ્વયં પોતાને દંડ સ્વરૂપે પ્રગટ પ્રગટ કર્યા.જ્યારે બ્રહ્માજીએ આ યજ્ઞ વિધિ પૂર્ણ સમાપ્ત કર્યો ત્યારે ધર્મરક્ષક ભગવાન વિષ્ણુનો સત્કાર કરી મહાદેવજીએ આ દંડ તેમને સોંપ્યો.
આ દંડ ભગવાન વિષ્ણુએ ઋષિ અંગિરાને, મુનિવર અંગીરાએ ઈન્દ્ર દેવ અને મરીચિને આપ્યો. અને મુનિવર મરીચીએ મહર્ષિ ભૃગુને સોંપ્યો. ત્યારબાદ મહર્ષિ ભૃગુએ ધર્મહીત માટે આ દંડ ઋષિઓને આપ્યો ઋષિઓ એ લોકપાલોને આપ્યો લોકપાલો એ ક્ષુપને આપ્યો ક્ષુપે સૂર્યપુત્ર મનું (શ્રાદ્ધદેવ)મહારાજને સોંપ્યો આ શ્રાદ્ધદેવે શૂક્ષ્મ ધર્મ અને અર્થની રક્ષા માટે પોતાના પુત્રોને સોંપ્યો.
સૂર્યપુત્ર મનુએ પ્રજાની રક્ષા હેતુ પોતાના પુત્રોને દંડ સોંપ્યો હતો એજ ક્રમશ: ઉત્તરોત્તર યોગ્ય અધિકારીઓના હાથમાં આવ્યો અને પ્રજાનું પાલન કરતો દંડ સતત જાગૃત રહ્યો. બ્રહ્માથી પરંપરાગત રીતે દંડ ધારણ કરવાનો ક્ષત્રિયોને અધિકાર મળેલો છે. એ ધર્માધિકારથી ક્ષત્રિયો સંપૂર્ણ લોકની રક્ષા કરવા બંધાયેલા છે, ક્ષત્રિયોથી જ સનાતન ચરાચર જગત સુરક્ષિત રહ્યું છે. આવી જ રીતે દંડ આદિ, મધ્ય અને અંતમાં વિખ્યાત છે અને ધર્મજ્ઞ રજાઓ આના દ્વારા ન્યાયોચિત શાસન અને વર્તન કરે.
આમ મહાભારતના શાંતિપર્વમાં જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે પિતામહ ભીષ્મને ધર્માચાર ધ્વારા કેમ શાસન કરવું? તેવો જ્ઞાન અર્જિત કરવાના હેતુથી પ્રશ્ન પૂછ્યો હતો, ત્યારે પિતામહ ભીષ્મ દ્વારા દંડની ઉત્પત્તિથી લઈ ચાલેલી પરંપરા વિષે રાજધર્મનુશાસન પર્વમાં આ ઉજબ ધર્મરાજને સમજાવ્યું હતું. આ પરંપરાનું અનુસરણ કરતા જ્યારે ભારતને આઝાદ કરવાનું થયું ત્યારે તાત્કાલિન વાઇસરોય દ્વારા સ્વ.નેહરુજી પૂછવામાં આવ્યું હશે કે કયા પ્રતિકે અમે તમને ભારતની સાર્વભૌમ સત્તા સોપીએ? (આ પૂછવા પાછળનું કારણ ઇંગ્લેન્ડમાં પણ એ પરંપરા હતી કે સત્તા સોંપણી સમયે કિંગ કે ક્વિનને સત્તાના પ્રતીક તરીકે દંડ આપવામાં આવતો.
હમણાં થોડાં સમય પહેલાં જ લંડનમાં યોજાયેલ કિંગના રાજ્યાભિષેકના ફોટોગ્રાફસમાં સૌએ આ પરંપરા કદાચ જોઈ હશે) ત્યારે નહેરુજીએ આ કાર્ય સ્વ. સી.રાજગોપાલાચારીજીને સોંપ્યું તેઓ ઇતિહાસ અને સંસ્કૃતિના ખૂબ જાણકાર વિદ્વાન હતાં, ટૂંકા અભ્યાસ બાદ ચૌલોની સેંગોલ પરંપરા અનુસાર દંડ બનાવી ઉપર તટસ્થ ન્યાયના પ્રતિક નંદીને બેસાડી નીચે રાષ્ટ્રધ્વજ તિરંગા અને લેખ લખવી સુવર્ણ સેંગોલનું નિર્માણ કરાવ્યું અને સત્તાના પ્રતિક રૂપે તાત્કાલિન વડાપ્રધાનને તેને સ્વીકાર્યું એને પ્રણાલી બનાવી. હવે માન વડાપ્રધાન એ ઇતિહાસનું પુનરાવર્તન કરવા જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીએ પ્રણાલી, સંસ્કૃતિ અને ઇતિહાસને માન સમ્માન આપ્યું છે.
– સંકલન –
ધર્મરાજસિંહ વાઘેલા (છબાસર)