માનવ સંસ્કૃતિ અને સામાજિક વિકાસની સાથે સાથે અત્યારે પૃથ્વી પર અનેક ધાર્મિક અને સાંપ્રદાયિક સંસ્થાઓ અસ્તિત્વમાં આવી છે, દરેક સમુદાયના વડા પોતાને જ્ઞાનનો ભંડાર માને છે. બધા ધાર્મિક નેતાઓ તેમના ભક્તોને પોતાની વિચારધારા સાથે સુસંગત, સંકલીત અને તેમના નિયમોને મનાવવાનો સતત પ્રયાસો કરતા રહે છે. એવું સમજાવવામાં આવે છે કે, આ પૃથ્વી પર તેમના કરતા અન્ય કોઈ નથી જ્ઞાનિ કે નથી તપસ્વી… ત્યારે ધર્મ ખરેખર શું છે તેનો સવાલ અનેકને મુંઝવી રહ્યો છે. ત્યારે સ્વામી ધર્મબંધુ વેદોમાં ખરેખર ધર્મ શું છે તે સમજાવતા ધર્મ અંગેની આપેલી વિસ્તૃત જાણીકારી અહીં પ્રસ્તુત કરવામાં આવી રહી છે.
સનાતન ધર્મના ધરોહર ઋગ્વેદ, યજુર્વેદ, અર્થવેદ પ્રારંભથી જ આપણને ધર્મની વ્યાખ્યા સમજાવવાનો પ્રયાસ કરે છે.
ઋગ્વેદ: એટલે સાર્વત્રીક સનાતન રીતે નૈતિકતાથી અનુસરવાની વ્યવસ્થા, ઋગ્વેદનું સારૂ અનુસરણ દ્વારા સત્ય અને ધર્મની પ્રાપ્તી અને જાણકારી મળી શકે છે.
યજુર્વેદ: સંસાર અને સંન્યાસી જીવન દરમિયાન સત્ય જ્ઞાન અને ડાહ્યપણથી ભરેલું સત્ય, ત્યાગ, ભાવના દ્વારા બહાદૂરી અને પુરુષાર્થ કરનાર માણસ માટે દાન વૃતિ અને ત્યાગના નિયમો ધર્મમાં પ્રથમ ક્રમે આવે છે.
અર્થવેદ: પૃથ્વીના ધર્મના શૃંગાર દ્વારા સમજાવવામાં આવે છે. ધર્મ શબ્દનો અર્થ (સત્ય આચરણ) થાય છે. એટલે ધર્મ એ સત્યના આચરણ દ્વારા કુદરતી નિયમોનું પાલન કરવાની એક પ્રથા છે.
પૃથ્વી સત્યના આધારે જ અસ્તિત્વ ધરાવે છે. તે અંતિમ સત્ય છે. આ મંત્રમાં સત્યનો અર્થ તે પરંપરા પણ ગણવામાં આવે છે. જેને આપણે સમજવા માટે યુનિવર્સલ લો ઓફ ગ્લોબલ એરીથમેટીક એવું કહી શકીએ. તમામ પ્રકારના પદાર્થો અને શક્તિ સતત કાર્યરત અને પરિવર્તનશીલ હોય છે. ઉર્જાને સત્યનું સંપૂર્ણ સત્ય ગણી શકાય.
આ સંદર્ભમાં અર્થવેદનો મંત્ર 100 ટકા સાચો છે. અર્થવેદમાં જણાવાયું છે કે, નિયમો કયારેય નાશ પામતા નથી, તે આકાશમાં કાયમ રહે છે. પૃથ્વીની રચના પહેલા એક નિયમ હતો અને તે સદાયે રહેશે. આધુનિક વિજ્ઞાન આ વિચારધારા સાથે સહમત છે તે પદાર્થનો ક્યારેય નાશ થતો નથી પરંતુ તેનું સ્વરૂપ બદલાતું રહે છે.
વર્તમાન યુગમાં હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ પણ જાણે છે કે, પૃથ્વી ગોળ છે અને સૂર્ય ફરતે 5228.80 કિલોમીટર પ્રતિ સેક્ધડની ઝડપે ફરે છે. તે પછી દિવસ અને રાત થાય છે. પ્રાચીન લોકો પણ આ હકીકત અંગે જાણતા હતા.
પૃથ્વી ગોળાકાર છે. તે સૂર્ય આસપાસ ફરે છે. તેથી તેનો અર્ધો ભાગ સૂર્ય દ્વારા પ્રકાશિત થાય છે અને અર્ધા ભાગ પર અંધકાર છવાયેલ રહે છે. બીજા દિવસે ત્યાં રાત છે અને દિવસની આ પરંપરા પૃથ્વી અને સૂર્યના આકર્ષણ પર ટકી રહી છે. પૃથ્વી સત્યની ધરા પર ફરે છે તેનો મુખ્ય અર્થ એ થયો કે સર્જનનો નિયમ યથાવત છે. એટલે આ બ્રહ્માંડનું સંચાલન તેના કાયદા અને નિયમોને આધારે છે અને તે કુદરત અને સર્જનહારને પણ ગમે છે. સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ 30 કિ.મી. પ્રતિ સેક્ધડ છે. પૃથ્વીનું ગુરૂત્વાકર્ષણ 9807 ગતિ પ્રતિ સેક્ધડ છે. પૃથ્વીનું પરિભ્રમણ 40.075 કિ.મી. તેનું વજન 972 બાય 10” કિલોગ્રામ છે. પૃથ્વીનું અંતર આથી જ સૂર્ય પ્રકાશથી ગણવામાં આવે છે. પૃથ્વી પર પ્રકાશ પહોંચવાની સમય સૂર્યથી 499 સેક્ધડ છે. સૂર્યનો વેગ 828 કિલોમીટર પ્રતિ કલાક છે. સૂર્યના ગુરૂત્વાકર્ષણ 274/સેક્ધડ છે. સૂર્યનું વજન 1.989 બાય 10” ટન છે. અને સૂર્યનું પરિભ્રમણ 37.37379 મિલીયન કિલોમીટર છે. પૃથ્વીની આસપાસ ચંદ્રની ગતિ 1.2222 કિલોમીટર પ્રતિ સેક્ધડ છે. ચંદ્રનું ગુરૂત્વાકર્ષણ બળ 1.622 પ્રતિ સેક્ધડ છે અને તેનું વજન 8.09 બાય 10” ટન અને પૃથ્વીથી ચંદ્ર સુધી પ્રકાશ પહોંચવામાં 1.255 સેક્ધડનો સમય લાગે છે.
ચંદ્રની પરિભ્રમણ ગતિ 10.921 કિલોમીટર અને પૃથ્વીથી મંગળનું અંતર 9685 મિલીયન કિલોમીટર છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 260.88 મિલીયન કિલોમીટર. પૃથ્વી પર પાણીની માત્રા 1386 અબજ ઘન કિલોમીટર છે અને પાણીમાંથી 597.5 ટકા મીઠાનું પાણી 2 ટકા શુદ્ધ પાણીમાં 0.3 ટકા પૃથ્વીની સપાટી પર પ્રવાહીના રૂપમાં શુદ્ધ પાણી રહેલું છે. માનવ સ્મૃતિ ધર્મની સ્થાપનાનો વિચાર, તર્ક અને તર્કના માધ્યમથી ધર્મની મુલવણી થાય છે. આચાર્ય શુદ્ધ ધર્મ છે. વેદ એ બ્રહ્માંડનું શાસ્ત્ર છે. ધર્મ અને શાસ્ત્ર આમ જોવા જઈએ તો માનવ જીવનના ચાલક બળ છે. ઈશ્ર્વરે મનુષ્ય માટે ધર્મ નક્કી કર્યો છે. સતત ભ્રમ એ ધર્મ છે. સત્ય ધર્મનો આધાર છે. જે ધર્મ છે તે જ સત્ય છે. તેથી જે વ્યક્તિ સત્ય બાલે છે તે સાચો ધર્મ છે. ધર્મ વિશે બોલનાર વ્યક્તિથી સત્ય જ બોલાય છે. એટલે કે, સત્ય એ જ ધર્મ છે કે ધર્મ એ જ સત્ય છે… કાલે કરશે… કાલે કરશે… એવું વિચારો નહીં, માણસનું આવતીકાલે શું થવાનું છે તે ખબર નથી તે કોણ જાણે છે એટલે કે સમય અનુસાર કર્મ એ જ યોગ્ય નિર્ણય છે.મહાભારતમાં પણ આ જ સંદેશો મળ્યો હતો કે સત્ય એ જ ધર્મ અથવા તેનું આચરણ છે. જે અન્યને બાકાત રાખે છે, સાદગી અને નમ્રતા ધર્મનો એક ભાગ છે. જે દુષ્ટતા અને અધર્મ ગણાવે છે તે અહિંસાનો પાયો છે. એક પરંપરા છે કે, અહીંના હંમેશા શાંતિનો માર્ગ છે.
અહીંસાનો મુખ્ય અર્થ એ છે કે, મન અને વાણીથી કોઈપણ પ્રાણી સામે પ્રતિકુળ ન થાવ. બધા માણસો માટે પ્રેમ રાખો અને દુષ્ટ આતંકવાદી તત્ત્વોને સજા કરો. જે ધર્મ સંસ્કૃતિ સભ્યતા અને માનવતાના શત્રુ છે, હિંસા તેનું વરવું રૂપ છે. અહીં અહીંસાનું અર્થ ધર્મ થાય છે. અહીંસા એ કાયર અને નબળાઈ નથી, અહીંસાના ઉપવાસનું જે પાલન કરી શકે છે તે સૌથી મોટો ધર્મવિર છે. માનવ જીવનમાં ક્યાંય વિધાતા જેવું તત્વ જ નથી. સત્ય, આચરણ અને સત્ય-સન્માન એ જ પર્મોધર્મ છે.