મધર બ્રેસ્ટ ફિડીંગ વીક- ૨૦૧૭
એક સ્ત્રી જ્યારે માતા બને છે અને સંતાનને તેના સ્વાસ્થ્ય માટે છ મહિના સુધી માત્ર સ્તનપાન કરાવવું જરૂરી બને છે ત્યારે પ્રશ્ન એ છે કે જાહેર જગ્યાએ જ્યારે સ્તનપાન કરાવવાની વાત આવે તો સ્ત્રીઓ છોછ અનુભવે છે કારણ એ જ જાહેર જગ્યાએ બાળકને સ્તનપાન કરાવવાથી લોકો તેને અશ્ર્લિતાની દ્રષ્ટીએ જુએ છે.
બાળક અને માતાનો સંબંધ અગાઢ હોય છે પોતાના બાળકને તેનો આહાર પુરો પાડ્યો એ એક માતાની ફરજ છે ત્યારે તે સંબંધને અશ્ર્લિલતાની નજરે જોવો કેટલો યોગ્ય છે…?
વાત કરીએ કેટલીક એવી સ્ત્રીઓની જેમણે સ્તનપાનને એક ઉમદા કામ ગણાવ્યું છે અને તેની અશ્ર્લિલતાને વખોળી છે.
સૌ પ્રથમ વાત કરીએ હોલીવુડની સુપ્રસિધ્ધ અભિનેત્રી એન્જેલીના જોલીની જેમણે ૨૦૦૮માં બ્રેડપીટની સાથેના પર્સનલ ફોટાનું સ્ટેચ્યુ બનાવ્યું હતું અને તેને લેન્ડમાર્ક ફોર બ્રેસ્ટ ફિડિંગ એવું નામ પણ આપવામાં આવ્યું હતું.
ત્યાર બાદ જસ્ટીન કેલન દ્વારા બે પ્રકારનાં ફોટા એલ મેગેઝીન માટે આપ્યા હતા, જેની ગૃમેટએ ટાઇમ મેગેઝીન કવર પેજ તેનો ત્રણ વર્ષના પુત્રને સ્તનપાન કરાવતી હોય તેવો ફોટો આપ્યો હતો.
ત્યારે આફ્રિકામાં ભુખમરાની સ્થિતિને નાથવા બાળકોને સ્તનપાન કરવવા જાગૃતિ લાવવા માટે સલમાદાયકએ આફ્રિકી બાળકને સ્તનપાન કરાવ્યું હતું. તો ઓસ્ટ્રેલીયાના સાંસદ લારી સાવોલ્ટરસએ તેનાં બાળકને સંસદમાં સ્તનપાન કરાવી એક ઉદાહરણ પુરુ પાડ્યું હતું તેમજ કિરગીસ્તાનના રાષ્ટ્રપતિની દિકરી આલિયાએ બાળકને સ્તનપાન કરાવતી તસ્વીરો સોશિયલ નેટવર્કીગ સાઇટ પર મુક્તા ચર્ચામાં રહી હતી અને ચર્ચાનો મુખ્ય મુદે સ્તનપાન નહિં પરંતુ અશ્ર્લિલતા હતો જેથી એ તસ્વીરો ત્યાંથી ડિલીટ કરવાનો વારો આપ્યો હતો.આમ લોકોની માનસિકતા અનુસાર સ્તનને માત્ર અશ્ર્લિલ નજરે જ જોવામાં આવે છે જ્યારે એ પણ હાથ પણ મોઢાની જેમજ શરીરનો એક ભાગ છે.