આજે લોકસભામાં પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસની નીતિઓ પર પ્રહાર કર્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસને રોજગારને લઇને પરેશાની નથી પરંતુ તેમના શાસનમાં મધ્યસ્થીઓની બલ્લે બલ્લે હતી પરંતુ આધાર લાગૂ કરવાથી મધ્યસ્થીઓની રોજગારી છીનવાઇ ગઇ એટલા માટે કૉંગ્રેસ દુખી છે. વડાપ્રધાન મોદીએ NPAનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યુ કે આ કૉંગ્રેસની નીતિઓનું પરિણામ હતું અને આપણી સરકારે તેને ખત્મ કરવા માટેના પગલાં લીધા. એનપીએ પર કૉંગ્રેસના પાપ વિશે જાણતા હોવાછતાં હું ચૂપ હતો પરંતુ દેશ બધુ જાણે છે. તેમણે કહ્યુ કે દેશને ખબર હોવી જોઇએ કે તેની પાછળ જૂની સરકારનો બિઝનેસ છે. તે લોકો જ 100 ટકા જવાબદાર છે. પીએમએ દાવો કર્યો કે કૉંગ્રેસ સરકારને એવી બેન્કિગ નીતિઓ બનાવી, જેમાં બેન્કો પર દબાણ કરીને તેમના ચાહકોને લોન અપાવી. બેન્ક, સરકાર અને મધ્યસ્થી લોકોની મૈત્રીથી દેશ લૂંટાઇ રહ્યો હતો. બેન્કમાંથી અરબો-કરોડો આપવામાં આવ્યા હતા. સરકારમાં જો મારે રાજકારણ જ કરવું હોત તો પહેલા દિવસે જ દેશ સમક્ષ જ આ બધા તથ્ય રજૂ કરી દીધા હોત, પરંતુ તે સમયે આ બધી વાત કરવાથી અર્થવ્યવસ્થા ખોરવાઇ જતી. એટલા માટે કૉંગ્રેસના પાપ જાણતો હોવાછતાં દેશના ભલા માટે હું ચૂપ રહ્યો અને આરોપ સહન કરતો રહ્યો. આ એનપીએ પાપ હતું.. અમારી સરકાર આવ્યા બાદ એક પણ લૉન એવી આપવામાં નથી આવી કે જેમાં એનપીએની નોબત આવી હોય. પીએમ મોદીએ કૉંગ્રેસ દ્વારા આપવામાં આવેલ એનપીએની આંકડાકીય માહિતી ખોટી હોવાનું જણાવ્યું. પીએમે કહ્યુ, ‘તેમણે જણાવ્યું હતું કે એનપીએ 36 ટકા છે, પરંતુ જ્યારે પેપર્સ ફંફોસવાનું શરૂ કર્યુ તો યે 82 ટકા એનપીએ નિકળ્યું.’ પીએમે ગૃહમાં જણાવ્યું કૉંગેસના સમયામાં 52 લાખ કરોડ રૂપિયાનો NPA હતો, NPA માટે કૉંગ્રેસ જવાબદાર અને આજે જે આંકડા વધી રહ્યા છે તે તેમના પાપ પરનું વ્યાજ છે. દેશ તેમને આ પાપ માટે માફ કરશે નહીં. શું હોય છે NPA? બેન્કમાંથી લોન લેનાર કોઇ જ્યારે EMI આપવામાં નિષ્ફળ રહે છે, ત્યારે તેનું લૉન એકાઉન્ટ નૉન-પરફૉર્મિંગ એસેટ (એનપીએ) કહેવાય છે. તેને બેડ લોન પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપનારની લિમિટ પૂરી થવાના એટલે કે ડ્યૂ ડેટ ખત્મ થયા બાદ 90 દિવસની અંદર ચૂકવણી ન કરી શકે તો તેને એનપીએની શ્રેણીમાં સામેલ કરી દેવામાં આવે છે.
શું છે એનપીએ?
Previous Articleદામનગર સીતારામ આશ્રમ પ્રેરિત નવ માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન માં ૨૮ નવદંપતી ને આદર્શ ગૃહસ્થ ધર્મ ના આશીર્વચન પાઠવતા સંતો
Next Article ટી.બી.પ્રદૂષણમાં પાંગરતો દૂષિત રોગ….