નાઇટ્રોજન ડ્રિંક એક એવું ડ્રિંક છે જેને જોઇને તમને પણ પીવાની ઇચ્છા થઇ જાય એ તમને ડ્રિંકનો એક નવો જ અંદાજ અને આનંદ આપે છે. અને આઇસ્ક્રિમને પણ તુરંત સ્થિરતા આપે છે. પરંતુ પ્રશ્ન એ છે કે નાઇટ્રોજન ડ્રિંક સ્વાસ્થ્ય માટે નુકશાનકારણ છે કે નહિં તો આવો જાણીએ આ નાઇટ્રોજન ડ્રિંક વિશે કંઇક વિશેષ માહિતી…..
આ ઠંડો અને નાઇટ્રોજનનું તરલ સ્વરુપ છે એ એટલો ઠંડો હોય છે કે તેનું બોઇલીંગ પોઇન્ટ ૧૯૫.૮ ડિગ્રી સેલ્સિયસ હોય છે. જેના સંપર્કમાં કોઇ પણ વસ્તુ આવતા જામી જાય છે. જેનો ઉપયોગ કોમ્પ્યુટરનાં કુલર તરીકે થાય છે. અને દવામાં પણ થાય છે.
પરંતુ આજકાલ આ નાઇટ્રોજનને રેસ્ટોરંટમાં જમવાનું બનાવવા પણ ઉપયોગમાં લેવામાં આવે છે જે કોઇપણ ડિશને ખાસ બનાવે છે. કારણકે તેમાંથી એક અલગ જ પ્રકારનો ધુમાડો નીકળે છે. જે એક ઠંડો ગેસ છે. પરંતુ જો કોઇ માણસ એને ગળે ઉતારે છે તો તેનાં આંતરડાંને ઓગાળી નાખે છે. તેના મોઢા અને પાચનતંત્રને પણ નુકશાન પહોંચાડે છે.
આ પીણાને ત્યારે પીવું જોઇએ જ્યારે તેનાં બધા ફિણા ઓગળી જાય અને કોઇ પત બબલ્સ ન બચે અને ત્યારે નાઇટ્રોજનનું બાષ્પીભવન થઇ ગેસમાં રુપાંતરણ થાય છે અને કોઇપણ નાઇટ્રોજન નથી પીતા. રાષ્ટ્રીય નિયામક સંસ્થા આદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણનાં આદેશ અનુસાર પ્રવાહી નાઇટ્રોજનને ફોઝન ખાદ્ય પદાર્થમાં એક યોજકનાં રુપમાં ઉપયોગ કરવો જોઇએ.