મેનોપોઝલ હોર્મોન થેરાપી (MHT) – જેને પોસ્ટમેનોપોઝલ હોર્મોન થેરાપી અને હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી પણ કહેવાય છે. આ થેરાપી તમે તમારા ગુસ્સાને શાંત કરવામાં મદદ કરે છે. જો તમને વધુ ગુસ્સો આવતો હોય અને મગજ અશાંત રેહતું હોય તો આ થેરાપી તમને ઉપયોગી બની શકે છે. ગભરામણ, ચીડિયાપણું અને ઉદાસી જેવી સમસ્યા માટે અલગ અલગ મેગાહર્ટ્ઝ પર થેરપી અપાય છે

મ્યુઝિક થેરપીની મદદથી ગુસ્સો કન્ટ્રોલ કરી શકાય છે. સંગીત પણ એક થેરાપીની જેમ કામ કરે છે. મુઝિક સાંભળવાથી તમે રિલેક્સ ફીલ કરો છો.આ થેરપી હૉટ ફ્લેશ, ચીડિયાપણું, ગભરામણ અને નિરાશા દૂર કરવામાં મદદ કરે છે.

જયારેપણ આપણે મનગમતું સંગીત સાંભળીએ છીએ ત્યારે શરીરમાંથી  સેરોટોનિન, એન્ડોર્ફિન, ઓક્સીટોસિન, ડોપામાઈન અને ન્યૂરોટ્રાન્સમીટર જેવાં હેપ્પીનેસ હોર્મોન રિલીઝ થાય છે. ડોપામાઈનને કારણે આપણું મગજ ખુશી અને શાંતિનો અનુભવ કરે છે.મેનોપોઝમાં મહિલાઓમાં હોર્મોનલ ચેન્જ આવે છે. આ દરમિયાન મ્યુઝિક સાંભળવાથી માનસિક અને શારીરિક સમસ્યાથીમાંથી ઘણી રાહત મળે છે. તેથી મેનોપોઝ દરમિયાન થેરપિસ્ટ મ્યુઝિક થેરપીની સલાહ આપે છે.મોટા ભાગની મહિલાઓ મેનોપોઝમાં ઉદાસ રહે છે. મેનોપોઝમાં રહેલી મહિલાઓને મુઝિક થેરાપી આપવામાં આવે છે જેની ઘણી સકારાત્મક અસર જોવા મળે છે.

મેનોપોઝમાં મહિલાઓને ઘણા હોર્મોનલ ફેરફારને કારણે ઘણી સમસ્યાઓ થઇ છે, જેમાં મેન્ટલ સ્ટ્રેસ, હૉટ ફ્લેશ, બોડી પેન, વજાઈનલ ડ્રાયનેસ, અનિદ્રા જેવી સમસ્યા વઘુ જોવા મળે છે.આ સમસ્યાની સીધી અસર મૂડ પર પડે છે.દરેક મહિલાઓ પર તેના અલગ અલગ લક્ષણ જોવા મળે છે.

દરેક મેન્ટલ સ્ટ્રેસની સારવાર મ્યુઝિકના અલગ અલગ મેગાહર્ટ્સ પર થાય છે. ગભરામણ, ચીડિયાપણું અને ઉદાસી જેવી સમસ્યામાં મગજ અને શરીર અલગ અલગ રીતે રિએક્શન આપે છે. તેથી દરેકની સારવાર અલગ અલગ રીતે થાય છે. કઈ થેરપીમાં કેવું સંગીત વધુ અસર કરે છે. તેથી પોતાની જાતે થેરપી લેવાને બદલે એક્સપર્ટ પાસે જ મ્યુઝિક થેરપી લેવી જોઈએ. જોકે આ થેરપી મેનોપોઝના પ્રારંભિક દિવસોમાં જ વધુ અસર કરે છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.