મહા-ભારતની રામાયણ, રંગ છલકે અને રંગ છલકે અગેઇન પછી લેખક-પત્રકાર કિન્નર આચાર્યનું વધુ એક નવતર પુસ્તક આવી ચુકયું છે. જેનું નામ છે – કિન્નર આચાર્યની તડાફડી તાજેતરમાં જ પ્રકાશિત થનાર આ પુસ્તકે ગુજરાતી વાંચકોથી લઇને વિવેચકો સુધીનું ઘ્યાન આકર્ષિત કર્યુ છે. કિન્નર આચાર્યના આકર્ષક વ્યકિતત્વ અને અલાયદા લેખનશૈલીના પ્રતિબિંબ સમા આ પુસ્તકમાં 40 જેટલા લેખો સમાવવામાં આવ્યા છે.
મહા-ભારતની રામાયણ, રંગ છલકે અને રંગ છલકે અગેઇન પછી લેખક – પત્રકાર કિન્નર આચાર્યનું નવું પુસ્તક ‘તડાફડી’ આવી ચુકયું છે
જેમાં દેશી-વિદેશી ખાનપાનથી લઇ સુરીલા સંગીતના દાયકા વિશેની રસપ્રદ વાતો, રામાયણથી લઇ મંદિરો, મસ્જીદો ચર્ચોની અજાણી વાતો-પ્રસંગો, આયુર્વેદથી લઇ એલોપથીની ગુપ્ત માહીતી, ધર્મ-સાહિત્ય, ભાષા શબ્દોથી લઇ શરદ જોશી, હસમુખ ગાંધી જેવા સર્જકોની અલપઝપલ પુરૂષોની તરફેણથી લઇ સ્ત્રીઓ અંગેની બોલ્ડ બેબાક બાબતો, સંબંધોથી લઇ સોશિયલ મીડીયાની માથાકુટો, હાસ્ય-વ્યંગ, કટાક્ષ સલાહો સાથે પેરેન્ટિગથી લઇ પ્રેસ-મીડીયા અને પોલીસ ખાતા જેવા અનેક વિધ વિષયોનો સમાવેશ થાય છે આટલું વિષયવૈવિઘ્ય ધરાવતું આ ગુજરાતી ભાષાનું કદાચ પ્રથમ પુસ્તક હશે.
આ પુસ્તકની વિશિષ્ટ વાત છે, કેરળ ડાયરી, કેરળ ડાયરી એ આ પુસ્તકનો આત્મા છે. આ પુસ્તકનાં લેખક કિન્નર આચાર્ય પોતાની પ્રસ્તાવનામાં પણ એ વાત લખી ચૂકયા છે. હું છાતી ઠોકીને કહું છું, એ સીરીઝ વાંચશો તો તમને લાગશે કે કેરળ અંગે તમે કશું જાણતા નથી. વિષય વૈવિઘ્યની તડાફડી સાથે એકથી એક ચઢીયાતા આટિકલની આતિશબાજી એટલે કિન્નર આચાર્યની તડાફડી પુસ્તક, આ પુસ્તકે પ્રકાશિત થતાવેંત જ વાંચકવર્ગમાં ધુમધડાકા મચાવ્યા છે. લોકોને આ પુસ્તક પસંદ પડી રહ્યું છે. કિન્નર આચાર્યની તડાફડી પુસ્તકના તમામ લેખોમાં લેખક, પત્રકાર, કિન્નર આચાર્યનુ શોધ-સંશોધન ઉડીને આંખે વળગે છે.જોઇ શકાય તેવો પ્રેમ એટલે ફુડ ખાદ્યસ્વરુપ એટલે ફૂડ કિન્નર આચાર્યની તડાફડી પુસ્તકનાં એક લેખ નોસ્ટાલ્જિયા અને વર્તમાન, જો ભી હૈ બસ યહી એક પલ હૈ…. માં લેખક લખે છે.
નોસ્ટાલ્જિયામાં એક ગજબનાક કિક હોય છે. નોસ્ટાલ્જિયા ખરાબ બાબત નથી. પરંતુ વધુ મહત્વપૂર્ણ છે. વર્તમાન જરા યાદ કરો, જે યાદોને વાગોળીને આપણે ભાવવિભોર થઇ જઇએ છીએ, એ ક્ષણોને આપણે ત્યારે શું મન ભરીને માણી હતી? એવું કહી ભૂતકાળના સંસ્મરણોની ગજબનાક દુનિયાની શાબ્દિક સફર કરાવનાર લેખક અન્ય એક લેખમાં લખે છે. કે, અદાણી, અંબાણી ખલનાયક નથી. એલિયન પણ નથી! મહારાણા પ્રતાપ અને ભામાશાનું ઉદાહરણ જાણીતું જ છે. ઇતિહાસમાં આવા અગણિત દાખલાઓ જોવા મળશે. કિન્નર આચાર્યની તડાફડી પુસ્તક દરેક વાંચનપ્રેમી, શૈક્ષણિક સંસ્થા, ગ્રંથાલય તથા દેશ દુનિયામાં વસતા તમામ ગુજરાતી પરીવારોએ વાંચવા જેવું છે.
કિન્નર આચાર્ય લેખક નથી ! એ તો તોપચી છે. એમનું કામ છે ભડાકે દેવાનું ! ફરક માત્ર એટલો કે તોપને બદલે કલમ-કિ બોર્ડમાંથી બારૂદનાં ગોળાને બદલે શબ્દોનાં તીર છૂટે. પણ બંનેની અસર લગભગ સરખી જ થાય ! કિન્નર આચાર્ય કશું જ છૂપાવ્યા વગર બેબાક લખે, સ્ટેન્ડ લઇને લખે, શક્દો ચોર્યા વગર લખે, છોલી નાંખે, તોડી નાંખે, ભૂક્કા બોલાવી દે એવું લખે છે. કિન્નર આચાર્યની તડાફડી પુસ્તકમાં કિન્નર આચાર્યએ લખેલા લેખોમાંથી વિવિધ વિષયો પરના આવાં જ શ્રેષ્ઠ લેખોનું ચયન કરી સમાવવામાં આવ્યાં છે.
પુસ્તક : કિન્નર આચાર્યની તડાફડી, લેખક : કિન્નર આચાર્ય, પાનાં : 192, કિંમત : રૂ.200, પ્રકાશક : કે બૂક્સ (યોગેશ ચોલેરા) પ્રાપ્તિસ્થાન :1) કે.બુક્સ, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન નજીક, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ (2) રાજેશ બુક્સ શોપ, લોધાવાડ ચોક અને યાજ્ઞીક રોડ, રાજકોટ (3) યુ.એન.બુક વર્લ્ડ, મોડર્ન ફાસ્ટફૂડ નજીક, યુનિવર્સિટી રોડ, રાજકોટ