ચીઝ બર્ગર, પીઝા વગેરેમાં કેલેરી અને ફેટનું વધુ પ્રમાણ મેદસ્વિતા, રકતવાહિનીના રોગો સહિત મગજને હાનિ પહોંચાડે છે
આજના સમયે લોકો જંક ફુડ તરફ વધુ આકર્ષાયા છે. તેમાં પણ ખાસ કરીને નવયુવાનો કે જેઓ બહારની ચટપટી વસ્તુઓ ખાવાના વધુ શોખીન હોય છે પરંતુ ખરેખર આ જંક ફુડ છે શું ? અને સ્વાસ્થ્યને કઈ રીતે હાનિ પહોંચાડે છે તે મોટાભાગના લોકોને ખબર નથી તો ચાલો જાણીએ, જંક ફુડ વિશેની થીયરી ?
જંક ફુડ એક પ્રોસેસડ ફુડ છે કે જેમાં ખુબ જ ઉંચી માત્રામાં કેલેરી હોય છે. હોટ ફ્રેન્ચ ફ્રાય, ચીઝ બર્ગર, પીઝા વગેરે જંક ફુડ છે. આ ફુડને કેમિકલી રીતે તૈયાર કરવામાં આવે છે. આ પ્રકારની ખાદ્ય ચીજ-વસ્તુઓમાં ન્યુટ્રીશનનું પ્રમાણ ખુબ જ નહિવત પ્રમાણમાં હોય છે તેમજ કેલેરી મીઠું અને ચરબીનું પ્રમાણ વધુ હોય છે. જે સ્વાસ્થ્યને નુકસાન કરે છે. ન્યુટરીશનીસ્ટ અને ડાયટેશીયન ડો.સુનાલી શર્માએ આ અંગે જણાવ્યું કે, મોટાભાગના લોકો ફાસ્ટ ફુડ અને જંક ફુડને એક જ માનતા હોય છે પરંતુ ખરેખર ફાસ્ટ ફુડ અને જંક ફુડમાં તફાવત છે. જોકે, મોટાભાગના જંક ફુડનો સમાવેશ ફાસ્ટ ફુડમાં થાય છે.
સલાડ ફાસ્ટફુડ છે. જયારે બર્ગર, પીઝા જેવી વસ્તુઓ જંક ફુડ છે. આ જંક ફુડમાં કેટલા પ્રમાણમાં કેલરી છે ઈન્ગ્રીડીએન્ટસ છે તે તેની બનાવટની પઘ્ધતિ પર નિર્ભર કરે છે. હવે તમને જણાવીએ કે જંક ફુડ શા માટે હાનિકારક છે. જંક ફુડ ખાવાથી તેમાં રહેલી ચરબીને કારણે ફિટનેસ વધે છે અને સુગરના પ્રમાણથી મેદસ્વિતા વધે છે. આ ઉપરાંત વધુ જંક ફુડથી રકતવાહિની સહિતના ગંભીર રોગો થઈ શકે છે.
ન્યુટ્રીશનની ઉણપવાળી વસ્તુઓ ખાવાથી મગજને પણ હાનિ પહોંચે છે. સ્વસ્થ રહેવા માટે ન્યુટ્રીશનયુકત, યોગ્ય પ્રમાણમાં કેટેગરી અને ઈન્ગ્રીડીએન્ટસયુકત ખોરાક લેવો જોઈએ. કોર્ન સિસ, મીઠી વસ્તુઓ કોર્ન સીરપ સોલીડ વગેરે ખાવાનું ટાળવું જોઈએ.