જીયાખાન આપઘાત કેસમાં ચુકાદો આજ રોજ આપવામાં આવ્યો છે. CBI કોર્ટે સુરજ પંચોલીને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મુક્યો. આ સમાચાર તમારા બધાના ધ્યાનમાં જ હશે પરંતુ શું તમે જાણો છો કે જીયાએ શા માટે આપઘાત કાર્યો હતો. એના આપઘાત પાછળનું કારણ શું હતું ?? શા માટે આદિત્ય પંચોલીના પુત્ર સુરજ આ કેસમાં છે સંડોવાયેલા ચાલો જાણીએ વિગતવાર !!
જિયા અને સૂરજની મુલાકાત 2012માં ફેસબુક દ્વારા થઈ હતી. ધીમે-ધીમે બંને વચ્ચે નિકટતા વધી અને તેઓ રિલેશનશિપમાં આવ્યા. જિયા અને સૂરજના પરિવારના સભ્યો તેમના સંબંધો વિશે જાણતા હતા. બંનેની સાથેની તસવીરો પણ વાયરલ થઈ હતી. તેના લિવ-ઈનમાં રહેતા હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા અને ત્યારબાદ વર્ષ ૨૦૧૩માં તેણીએ આપઘા કરીને આ જીવ સૃષ્ટિને અલવિદા કહી દીધું હતું.
જૂન 3, 2013ના ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી જિયા ખાનનું નિધન થયું હતું. જિયાએ આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું હતું. જો કે, અભિનેત્રીની માતાએ તેના બોયફ્રેન્ડ સૂરજ પંચોલી પર તેને આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ સૂરજની ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. આજે દસ વર્ષ બાદ આ કેસમાં ચુકાદો આવ્યો છે અને સૂરજ પંચોલીને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
જિયાના મૃત્યુ બાદ તેના ઘરેથી છ પાનાનો એક પત્ર મળ્યો હતો, જે જિયાએ સૂરજ પંચોલીને લખ્યો હતો. જિયાના મૃત્યુના થોડા દિવસો પછી, આ પત્રના આધારે, સૂરજ પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે જિયાએ સૂરજ પંચોલીને લખ્યો હતો. તપાસમાં જિયા ગર્ભવતી હોવાનું પણ બહાર આવ્યું હતું. જિયાના ઘરેથી મળી આવેલી સુસાઈડ નોટમાં છેતરપિંડી અને બનાવટી હોવાની વાત કરવામાં આવી હતી. નોટમાં લખ્યું હતું કે, ‘મેં તને ખૂબ પ્રેમ અને કાળજી આપી પરંતુ બદલામાં મને માત્ર છેતરપિંડી અને જૂઠાણું મળ્યું.
સુસાઈડ નોટ મુજબ જીયા સૂરજ સાથેના તેના વણસેલા સંબંધોને કારણે ખૂબ જ પરેશાન હતી.
જિયાના મૃત્યુના થોડા દિવસો પછી, આ પત્રના આધારે, સૂરજ પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જિયા ખાનની માતા રાબિયાએ કોર્ટમાં કહ્યું કે તેની પુત્રીનું મોત આત્મહત્યા નહીં પણ હત્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પુષ્ટિ થઈ છે કે જિયાનું મૃત્યુ ફાંસીથી થયું છે. જુલાઈ 2013માં સૂરજ પંચોલીને જામીન મળ્યા હતા. બાદમાં તેને જીયા ખાનના મૃત્યુમાં કોઈપણ સંડોવણીના આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઓક્ટોબરમાં રાબિયાએ આ મામલે સીબીઆઈ તપાસ માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો અને વર્ષ ૨૦૧૪માં કોર્ટે રાબીયાની અરજી સ્વીકારીને સિબિઆઇને તપાસના આદેશ આપ્યા હતા.
નિર્દોષ જાહેર કર્યા બાદ સુરજે પોસ્ટ કરી શેર
જિયા ખાનના આત્મહત્યા કેસમાં તેમના પક્ષમાં ચુકાદો આવ્યા બાદ સૂરજ પંચોલીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. તેણે સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી છે. જેના પર લખ્યું છે કે, “સત્યની હંમેશા જીત થાય છે.”