ભારતીય ક્રિકેટ ટિમના શ્રેષ્ઠ ક્રિકેટરોમાંના એક એટલે મહેન્દ્રસિંહ ધોની જેને આપણે સૌ કેપ્ટન કુલ તરીકે ઓળખીએ છીએ. એમ.એસ ધોનીએ ક્રિકેટમાંથી નિવૃતિ લઈ લીધી છે તેઓ ફક્ત આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગસની ટિમ તરફથી જ કેપ્ટનશીપ કરી રહ્યા છે. મહેન્દ્ર સિંહ ધોનીની એક ફોટો આઈપીએલની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સના પેજ પર શેર કર્યો છે . સોશિયલ મીડિયા પર આ ફોટો શેર કરતાં લોકોની કમેન્ટ્સમાં ચર્ચાઓ શરૂ થઈ છે. લોકોએ આ પોસ્ટ પર પોતાના મંતવ્યો પણ રજૂ કર્યા છે જેના દ્વારા ધોનીને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

આ ફોટો ચેન્નાઈ સુપર કિંગ્સે તેમના ઇન્સ્ટા પેજ પર શેર કર્યો છે. આ ફોટામાં તે કોઈક વૂડ સ્ટેન્ડ આગળ ઊભા છે. તેના પર લખ્યું છે ‘PLANT TREES SAVE FORESTS’, આ ફોટોનું કેપ્શન પેજ દ્વારા આપવામાં આવ્યું છે, “PLANTING THE RIGHTS THOUGHTS THALA(પોતાના વિચારોના બીજ વાવે છે થાલા”

https://www.instagram.com/p/CQibmrngkdN/?utm_medium=copy_link

લોકોને આશ્ચર્ય થાય છે કે એક તરફ તે લાકડાના મોટા પાટિયા પર લખેલું છે, ‘વૃક્ષ વાવો , જંગલ બચાવો’, બીજી તરફ, આ ફોટાની આખી જગ્યા જ જંગલના લાકડાને કાપીને બનાવવામાં આવી છે. આ તસવીર હિમાચલ પ્રદેશના મીના બાગ હોમની છે. જો કે, આ ફાર્મહાઉસના માલિકે જણાવ્યું હતું કે તેણે તેને વેસ્ટ લાકડાઓમાંથી બનાવવામાં આવ્યું છે, જે ખાસ રીતે બર્ન કરવા માટે વપરાતા લાકડાનો ઉપયોગ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.