આજના 21મી સદીના આધુનિક યુગમાં ડિજિટલ સેવાઓનો વ્યાપ ખૂબ વધ્યો છે. દરેક ક્ષેત્રે અત્યાધુનિક ટેક્નોલૉજીયુક્ત આધુનિક ઉપકરણોનો ઉપયોગ વધતાં ડિજીટીલાઈઝેશન થયું છે. આજના સમયે કોઈ પણ ક્ષેત્ર એવું નહીં હોય કે, જે ડિજિટલના રંગે ન રંગાયું હોય. ત્યારે હાલ, ડિજીટીલાઈઝેશનથી વિવિધ સૉફ્ટવેર, ફાઈલ અને મિનિ વિડિયોઝને મોકળું મેદાન પ્રાપ્ત થઈ રહ્યું છે. એમાં પણ ડિજિટલ આર્ટનો જમાનો આવ્યો આવ્યો હોય તેમ તાજેતરમાં એક ડિજિટલ ઇમેજ કરોડોમાં વેંચાઈ છે. જી હા, અમેરિકના એક આર્ટિસ્ટ દ્વારા તૈયાર કરાયેલી એક ઈમેજ એટ્લે કે ફોટોની હરરાજી થઈ હતી. જે 900 કરોડ રૂપિયામાં વહેંચાઈ છે. આ વાત તમને ચોક્કસ આશ્ચર્યજનક લાગશે.

જણાવી દઈએ કે, કોઈ ડિજિટલ તસવીરની હરાજી થઈ હોય એવો આ પ્રથમ બનાવ છે. વિશ્વમાં પહેલીવાર વર્ચ્યુયલ ઈમેજનું ઓક્શન કરવામાં આવ્યુ છે. 900 કરોડમાં વેચાયેલી આ ડિજિટલ છબી ફક્ત જેપીઇજી ફાઇલ હતી. છે. જેને બનાવી 900 કરોડની રોકડી કરનાર આર્ટિસ્ટ અમેરિકના છે જેમને બધા બીપલના નામથી ઓળખે છે. તેમનું ખરું નામ માઈક વીંકેલમેન છે. 39 વર્ષના આ આર્ટિસ્ટે 5000 દિવસની સતત મહેનતથી આ ડિજિટલ ઈમેજ તૈયાર કરી છે. જેણે પ્રેક્ષકોના દિલ જીતી લીધા છે. આ ઈમેજમાં અલગ-અલગ સેંકડો ફોટાઓને એકત્ર કરી એક અલગ જ આકર્ષક ઈમેજ તૈયાર કરવામાં આવી છે. આ ડિજિટલ કલાકૃતિઓ બ્લોકચેનનો ઉપયોગ કરીને અનન્ય બનાવવામાં આવે છે અને ક્રિપ્ટોકરન્સી દ્વારા ખરીદી, વેચાણ થાય છે.

શું છે આ ડિજિટલ ઈમેજની વિશેષતા

બીપલે જણાવ્યુ કે, આ ઈમેજ તેમનો લાંબાગાળાનો પ્રોજેકટ હતો. સતત 5000 દિવસ મહેનત કરી આ ઈમેજ તૈયાર કરાઇ છે. વર્ષ 2007માં 1 એપ્રિલથી તેમણે આ ઈમેજ પર કામ કરવાનું શરૂ કરેલું. આ પ્રોજેક્ટને “એવરીડેઝ” નામ આપેલું છે. હવે, સતત 5,062 દિવસ પછી, તેની હરરાજી થઈ છે. “એવરીડેઝ”ના નામથી રજૂ કરાયેલી ડિજિટલ ઈમેજમાં 5000 જેટલા નામી, અનામી હસ્તીઓનો સમાવેશ કરાયો છે. એટ્લે કે, 5000 ફોટાઓ એકત્ર કરી અનોખી બીજી અનન્ય ઈમેજ બનાવાઇ છે. આ પાંચ હજાર લોકોમાં તેમના કાકા જીમનો પણ સમાવેશ છે. જેમના થી જ આ છબીથી શરૂ થાય છે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પ, બઝ લાઇટવાયર અને માઇકલ જેક્સનનો પણ સમાવેશ છે. આ ઈમેજની ખરીદી કરનાર ક્રિસ્ટીઝ નામના

કોણ છે બીપલ ??

Screenshot 2 13

બીપલ એ અમેરિકાના સાઉથ કેરોલિનાના ચાર્લેસ્ટનના એક ડિજિટલ કલાકાર છે જે અવનવી વર્ચ્યુયલ છબીઓ બનાવે છે. તેમના જણાવ્યા અનુસાર, આજથી માત્ર 6 મહિના પહેલા તેમની પાસે કઈ કામ નહોતું. તે સામાન્યપણે જેમ દરોજ્જ ઈમેજ બનાવે છે એમ જ બનાવતા પરંતુ અમેરીકામાં ગત ગુરુવારે યોજાયેલી એક ઓક્સને તેમને પણ આશ્ચર્યમય કરી દીધા. એમને પણ અંદાજો ન હતો કે તેમની આ વર્ચ્યુયલ ઈમેજ 900 કરોડ રૂપિયામાં વેંચાશે. આ હરાજીથી, બીપલની ઈમેજ વિશ્વના સૌથી ખર્ચાળ કલાકારોમાંની એક ઈમેજ બની ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.