મૃત્યુ સુધી લોકોએ કસરત કરવી જોઈએ:જો તમે ૧૦ વર્ષના છો તો ચાલો અને ૮૦ વર્ષના છો તો દોડો !

પ્રશ્ન:- જીમની પરિભાષા શું છે ?

જવાબ:- એક સમયમાં લોકોને બહાર ચાલવુ કે સાયકલ ચલાવી પડતી હતી કસરત માટે અને આજે લોકો ખાવા પીવા માટે કે કયાંક જવા માટે વાહનનો ઉપયોગ કરે છે. જેથી જે કેલેરી થવી જોઈએ તે નથી થતી. ફીટનેસ કલબ એટલા માટે સારા છે કે કારણકે ત્યાં ફિઝીકલ એકટીવીટી મળી રહે છે જો લોકો જલ્દી જ બધુ મેળવવા ઈચ્છે છે તે કેમિકલ, ફેટ બર્નર જેવી વસ્તુઓનો ઉપયોગ કરે છે તે હાનિકારક છે જે બધા જીમમાં હોય જ છે પણ ખરેખર શરીરને સુડોળ અને મજબુત બનાવવા નેચરલ ફિઝીકલ એકટીવીટી કરવી જોઈએ.

પ્રશ્ન:- જીમ કરવું એ શોખ છે કે જરૂરીયાત લોકો માટે ?

જવાબ:- જીમમાં ફિઝીકલ એકટીવીટી કરવી એ પોતાની વાત છે જો તમે તંદુરસ્ત હશો તો પોતાના પરીવાર, મિત્રોને કામ આવી શકશો જો ફીટ નહીં હોય તો આજુબાજુના વ્યકિત જે તમારા ચાહક છે તેને બોજરૂપ નીવડશો. જીમ અત્યારની જરૂરીયાત છે તેને શોખ તરીકે ન લ્યો ભલે ૭૦ વર્ષની ઉંમર હોય છતાં પણ ફિઝીકલ એકટીવીટી કરવી જરૂરી છે.

પ્રશ્ન:- રોગપ્રતિકારક શકિત વધારવા જીમ અને ફીટનેસ કલબ કઈ રીતે મદદરૂપ ?

જવાબ:- આખા ભારતમાં સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજકોટની વાત કરીએ તો લોકોની જે બહારનું ખાવા પીવાની જે આદત છે તે આપણે છોડાવી નહીં શકીએ. લોકો કહે છે કે પેટ જેટલુ દેખાય તે માણસ સુખી છે પણ આ વાત ખોટી છે. ખરેખર જેટલું પેટ અંદર તે સુખની નિશાની છે. ફીટનેસને સમજો અને ફીટનેસ પ્રત્યે જે જાગૃતી લાવવા માગુ છું તેમાં અમારો સાથ આપો એવી મારી નમ્ર વિનંતી છે.

પ્રશ્ન:- કોરોના દરમ્યાન લોકો જીમ અને ફીટનેસ કલબ વિશે જાગૃત થયા છે ?

જવાબ:- ૧૦૦ માંથી ૫ ટકા માણસો જાગૃત થયા છે. રોગપ્રતિકારક શકિત વધારવા માટે ફિઝીકલ ફીટનેસ જરૂરી છે. કારણકે કોરોના ફેફસાની અંદર લોહીને જામ કરી દે છે જેનો ઉપાય રોગપ્રતિકારક શકિત વધારવી અને બ્લડની વોર્મનેસ છે. વધારે એસીમાં બેસવાવાળા અને ફિઝીકલ ફીટનેસ ઓછી કરવાવાળા વધારે સંક્રમિત જોવા મળશે.

પ્રશ્ન:- અત્યારે કોરોના ન ફેલાય તે માટે જીમમાં કઈ તકેદારી રાખવામાં આવે છે ?

જવાબ:- ફેસ માસ્ક હાનિકારક છે તે તમારા ઓકિસજનને નડતરરૂપ થાય છે ત્યારે અમારા જીમમાં ફેસ શીલ્ડ ફરજીયાત છે દરેક સાધનોનો ઉપયોગ પછી તરત સેનેટાઈઝ થાય છે અને આવતા લોકોને પણ પોતાની તકેદારી રાખવી જરૂરી છે.

પ્રશ્ન:- લોકો કેમ ડરે છે આજે પણ જીમમાં આવતા ?

જવાબ:- લોકોના મનમાં કોરોના ઘર કરી ગયું છે. છેલ્લા ચાર મહિનાથી મારી જ વાત કરુ તો લોકો મને જોવે છે કે દરરોજ ૨ કલાક કસરત કરુ છું અને હજુ સુધી મને કોરોના થયો નથી જે ફીટનેસ પર ધ્યાન દેતા હશે તે સંક્રમિત થવા જોવા નહીં મળે.

પ્રશ્ન:- કોરોનાથી સંક્રમિત થયા પછી જે લોકો રીકવર થયા છે તેને જીમ કરવું જોઈએ કે નહીં ?

જવાબ:- જે લોકો રીકવર થયા છે તેની અંદર એન્ટી બોડી આવી ગયા છે તે પહેલા કરતા વધારે પાવરફુલ છે તો હવે ડર રાખવાની જરૂર જ નથી તો હવે જીમમા જાવ વધારે પાવરફુલ થાવ અને બીજી બિમારીથી બચો.

પ્રશ્ન:- લોકો શરીર ઘટાડવા માટે કેમિકલનો ઉપયોગ કરતા હોય તે યોગ્ય કે નહીં ?

જવાબ:- ભારત દેશને સોને કી ચીડીયા કહેવાય છે તેનું કારણ છે યુવાન.

આપણે સીગારેટ, દારૂ, ચરસ, ગાંજાને નશો માનીએ છીએ કે જેનાથી માણસ નશામાં આવી ગયો છે પણ સ્ટેરોઈડ એ ખુબ ગંભીર વસ્તુ છે જે શરીરમાં કુદરતી હોમૌન બને છે તેને બનવા નથી દેતા ભલે કોઈપણ થેરાપી કરી લ્યો પણ નવા સ્ટેરોઈડ પછી સરખુ નથી થઈ શકતુ. જેની ઘણી બધી સાઈડ ઈફેકટ હોય છે જેમ કે વાળ ખરવા, કેન્સર, ચામડીના રોગ અને ખાસ કરીને લીવર ઉપર અસર કરે છે જો આપણે આપણા દેશને સ્વચ્છ રાખવો હોય તો યુવાનોને આનાથી દુર રહેવું પડશે.

પ્રશ્ન:- કોઈ નેચરલ ઉપાય છે જેનાથી બોડી બની શકે ?

જવાબ:- દરેક ખાવાની વસ્તુઓમાં પ્રોટીન, વિટામીન, કાર્બોહાઈડ્રેડ રહેલ છે જે નેચરલ ફુડ છે તેમા લોકોને દેખાવ માટે બોડી બનાવાની જરૂર નથી. કોઈને બતાવવા માટે કે આકર્ષિત કરવા માટે બોડી બનાવો તે એક જાતનો માનસિક રોગ છે. કેટલાક મોટા બાવળા હોય પણ તમે તમારા શરીરનું વજન ન ઉઠાવી શકો તો તમે ફીટ નથી. શરીરના અંદરની ફીટનેસ ઉપર ધ્યાન રાખો. ઘણા બધા વ્યકિત સલાહ આપવા વાળા છે તેની સલાહ લ્યો પણ નેચરલી રીતે શરીર બનાવો.

પ્રશ્ન:- જીમ માનસિક રીતે સ્વસ્થ રહેવા કઈ રીતે મદદરૂપ થાય ?

જવાબ:- જે વ્યકિત ચિંતા કરતો હોય તે માનસિક રીતે સ્વસ્થ નથી ફિઝીકલ ફિટનેસ જેમ કે સાયકલ ચલાવવી, દોડવુ, સ્વિમીંગ કરવુ વગેરેથી તમે થાશી જશો અને માનસિક રીતે સ્વસ્થ થઈ જશો અને ગુસ્સાને શાંત કરે છે.

પ્રશ્ન:- ડાયટ ચાર્જ જણાવો કે જેનાથી લોકો ઘરે બેઠા ફીટ રહી શકે.

જવાબ:- આપણા વેદોમાં પણ લખેલુ છે કે સાંજે ૭ પછી કે સુર્યાસ્ત પછી કોઈપણ જાતનું કાર્બોહાઈડ્રેડ ખીચડી, ભાત કે રોટલી આપણા પૂર્વજો ખાતા ન હતા. રાતના સુતા પહેલા એવી વસ્તુ ન ખાવ જેને તમે ઉપયોગમાં ન લઈ શકો સૌથી સારું ફાયબર છે જે શાકભાજીમાં મળી રહે છે.

પ્રશ્ન:- જરૂરી છે કે ફીટ રહેવા માટે જીમ કે ફીટનેસ કલબ જવુ જ જોઈએ. ?

જવાબ:-જરૂરી નથી કે જીમ કે ફીટનેસ કલબ જાવ ફીઝીકલ એકટીવીટી કરો સલાહ લેવા એવા વ્યક્તિને શોધો જે તમને તૈયાર કરી શકે અને સલાહ આપી શકે કઇ રીતે કરવુ.

પ્રશ્ન:- અમુક એકસસાઇઝ કહો જેનાથી લોકો ઘરે પણ એકસસાઇઝ કરે તો સારુ રહે

જવાબ:- ઘરના પગથીયા ચડો ઉતરો, કયાં પણ જવુ છે તો ચાલીને જાવ, સાયકલ ચલાવો એક ને એક કામ વારંવાર ન બદલાવ કરવો જોઇએ એકસસાઇઝમા અને ડાયટમા પણ ફેરફાર કરવો જરૂરી છે.ુ

પ્રશ્ન:- લોકો પાસે સમય નથી હો તો ત્યારે એકસસાઇઝ માટે ટાઇમ કેવી રીતે ફાળવવો?

જવાબ:- જો ૮ કલાક સૂવો છોતો ૬ કલાક કરી નાખો અને ૬ કલાક સૂવો છો તો ૫ કલાક સૂવો પણ ૫ કલાકથી ઓછુ ન સુવાય ગમે તેમ કરી ૩૦ મીનીટ પોતાના શરીર માટે કાઢો જે વ્યક્તિ પોતાના શરીરનો નથી તે કોઇનો નથી.

પ્રશ્ન:- કયા ઉમર સુધીના લોકોને જીમ અને એકસસાઇઝ કરવી જોઇએ?

જવાબ:-મૃત્યુ સુધી લોકોએ જીમ અને કસરત કરવી જોઇએ જો તમે ૧૦ વર્ષના છો તો ચાલો જો ૮૦ વર્ષના છોતો દોડો અને ચાલો અને ફીઝીકલ એકટીવીટી ચાલુ રાખો જેટલુ જીવો તેટલુ ફટી જીવો.

પ્રશ્ન:- કમરના કે ઘુંટણના રોગથી પીડાતા લોકોને કયા પ્રકારની કસરત ટાળવી જોઇએ?

જવાબ:- આમા પણ બોડી ફેટ, વીટામીન કામ કરે છે કોઇપણ જાતનો દુ:ખાવો હોય તો મેડીકલી સલાહ લેવી જોઇએ તમે એમ કહો કે આ દુ:ખાવો આ કસરતથી મટી જાય તે શકય નથી હું પોતે પીઠના દુખાવાનો નિષ્ણાત છુ મારી પાસે ૭૦ ટકા એવા લોકો આવે છે જે મેડીકલ હીસ્ટ્રી ધરાવે છે જેમા થાઇરોઇડ, બીપી પીઠનો દુ:ખાવો, ડાયાબીટીસ હોય છે દરેક વસ્તુની અલગ થેરાપી છે અને જેને દરેક વ્યક્તિએ અનુસરવી જોઇએ.

પ્રશ્ન:- કસરત પહેલા અને પછી કેવી તાકેદારી રાખવી જોઇએ?

જવાબ:- જે પણ ફીઝીકલ એકટીવીટી કે કસરત કરવી છે તો તેના ૨૦ મીનીટ પહેલા ખાવા પીવાનુ બંધ કરી દેવુ જોઇએ કસરત કરવા સમયે પણ પાણી એટલુ જ પીવો જેનાથી તમારુ ગળુ ભીજાય જો વધારે પીવે તો તેના ગેરફાયદા પણ છે. કસરત કર્યાના ૫ મીનીટ પછી તમે જમી પણ શકો છો બને તેટલુ લીમીટમા ખાવા પીવો વધારે ખાવુ શરીર માટે હીતાવહ નથી.

પ્રશ્ન:- વગર કસરતે લોકો પાતળા થઇ શકે માત્ર ડાયરથી?

જવાબ:- ઘણા બધા ડોકટર ચરબી કા:વા માટે ઓપરેશન કે સર્જરી કરવાનુ કહેવા હોય છે જેમા લોકોની લીમીટ ઓછી થઇ જાય છે ખાવા પીવાની અને પછી કહે છે કે હવે જાડુ ન થવુ હોય તો જીમમા જાવ અમુક વ્યક્તિને રોગ એવા છે જેના લીધે તે ફીઝીકલ એકટીવીટી નથી કરી શકતા તેવા લોકોને પણ શોર્ટકર્ટ ન લેવો જોઇએ. જો ખાવાની તાકાત રાખો છો તો તેને બાળવાની પણ તાકાત રાખો તો જ આળસ ઓછી થશે.

પ્રશ્ન:- દિવસ દરમિયાન કેટલુ પાણી પીવુ જોઇએ?

જવાબ:- કોઇપણ વ્યક્તિ એ દિવસમા ૩થી ૪ લીટર પાણી પીવુ જોઇએ અને ૫ લીટર સુધી પણ પાણી અમુક લોકો પી શકે છે ૭૦ ટકા થી પણ વધારે આપણા શરીરમાં પાણીનો ભાગ છે. પાણી વગર આપણા શરીરમા ઘણા બધા રોગો જોઇ શકો છો પાણી તમારી ચામડીને નીખારશે. રોગ ઓછા થશે, વાળને પણ ફાયદો થશે જેવા ઘણા બધા ફાયદા છે ખાસ તો શરીરને ઘટાડવામા પણ કામ આવે છે વધારે પાણી પીવાથી ભૂખ ઓછી થાય છે.

પ્રશ્ન:- લોકો એનર્જી ડ્રીંક પીવે છે અને શરીર વધારવા માટે પાઉડરનો ઉપયોગ કરે છે તો શું તે યોગ્ય છે?

જવાબ:- કોઇપણ ખોરાક લીધા પછી તમારી ફીઝીકલ એકટીવીટી કેટલી છે તે મહત્વની છે. ખોરાકના પુરવઠાને પચાવવા માટે પણ ડાઇજેસ જરૂરી છે. જો પચાવી ન શકે તો તે વ્યર્થ છે જો જીમમા જવાની ખુદનુ શરીર ઓછુ ન થતુ હોય તો સપ્લીમેન્ટ લેવાનો કોઇ ફાયદો નથી તમામ પૈસા કમાવીને બીજાને આપો છો તેવુ છે પાણી પી સારુ એક પણ એનર્જી ટ્રીંક નથી એક સમય એવો પણ આવશે કે તેના વગર ચાલશે નહી તો તેવી  કુટેવ ન પાડવી જોઇએ.

પ્રશ્ન: કેટલી માત્રામા ભોજન લેવુ જોઇએ?

જવાબ:- તમે કોઇપણ વસ્તુ જમો તો તેના ત્રણ વિભાગ પાડી નાખો. ખોરાક, પાણી અને શ્ર્વાસ તમે જમી લો પછી પાણી પીવો છો અને શ્ર્વાસ લોછો ત્યારે તમારુ પેટ ભારે ન લાગવુ જોઇએ ત્યારે તમને કોઇ નુકશાન નથી થવાનો.

પ્રશ્ન:- અંતીમ સંદેશ જેનાથી લોકો ફીટનેસ તરફ જાગૃત થાય?

જવાબ:- પહેલો અને છેલ્લા સંદેશ એ જ છે કે હમ ફીટ ઇન્ડિયા ફીટની જે મુહીમ છે જે વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ સાબીત કરેલ છે હું તેમની સાથે છુ કોઇપણ દેશમા લોકો ફીટનેસ ઉપર પહેલા ધ્યાન આપે છે. હુ પોતે આપણા દેશ ને તે જગ્યાએ લઇ આવવા માગુ છુ તેના માટે જેટલી મહેનત કરવી પડશે તેટલી કરીશ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.