યુનિવર્સિટી કેમ્પસના બગીચાની લીલીછમ લોન ઉપર નાસ્તો કરતાં કરતાં રાજને પૂછ્યું,
‘‘સ્નેહા, તને એમ નથી લાગતું કે હવે હું ઉંમરલાયક થઇ ગયો
છું?’’
“તને આજે ખબર પડી રાજન ?’
‘‘તો મારે હવે પીળા હાથ કરી નાખવા જોઇએ કેમ ?’’
“અરે! પણ આજે તને જવાબદારીનો બોજ ઉઠાવવાની ઇચ્છા કેમ થઇ આવી ?”
‘‘વાત જાણે એમ છે સ્નેહા, કે એક ઠેકાણું ગમી ગયું છે. તો
હવે ઘરબાંધીને બેસી જઇએ. વહેલા- મોડી જવાબદારી તો આવવાની જ છે ને !’’ એ મલકાતો બોલ્યો.
‘“અચ્છા અચ્છા. એય રાજન, તારી પરણેતર કેવીક દેખાવડી છે એ તો કહે.’
‘‘શું વાત કરું સ્નેહા…! આરસની પૂતળી”
‘વાહ ભઈ વાહ! તો મને કયારે બતાવીશ ?” એ કુતૂહલ
વ્યક્ત કરતાં બોલી.
‘‘તું અરીસામાં જોઇશ એટલે તને દેખાશે…’’
‘‘રાજન, તું શું કહેવા માગે છે ?’’
“બસ, એટલું જ કે એ આરસની પૂતળી તું જ છે, સ્નેહા તું
‘રાજન મારું નામ સ્નેહા નથી…!’’
“અરે ભઇ ભલેને તારું નામ સ્નેહા ન હોય; અત્યારે નામ બદલવાની તો ફેશન છે. મારે તારા નામે સાથે કયાં.”
જ…’’
‘‘રાજન…”
“હં… હવે સમજયો, કે તારી ફોઇએ તને જૂનવાણી નામની ભેટ આપી હશે, એ તને પસંદ નહીં હોય એટલે તેં બદલીને સ્નેહા કર્યું. જેમ મેં રાજુમાંથી રાજન કર્યું એમજ, ખરું ને? પણ એમાં શી મોટી વાત છે?”
“રાજન, મારું નામ સ..લ…મા… છે…”
ખરેખર !?’’
‘હા રાજન, સાચું કહું છું.’’
“તું સ્નેહા હોય કે સલમા, એનાથી શો ફરક પડવાનો ? તું મારી પ્રીત છે, મારી જીવનસંગિની છે. તું કોને ઘેર જન્મી એ મહત્વનું નથી, પણ મહત્વ છે તારી લાગણીનું, તારી વફાદારીનું…’ ‘‘રાજન… ,,
‘‘હા સલમા, મારા હાથ ઉપર હાથ રાખ, એકતાની ઇમારતના પાયામાં આપણાં લગ્નરૂપી પહેલો પથ્થર નાખીને એને એવી મજબૂત કરીએ કે એ ઇમારત યુગો સુધી અડીખમ રહે,”
નીલેશ પંડ્યા લિખિત લઘુકથા
સંગ્રહ ‘જૂઈના ફૂલ’માંથી સાભાર