દરરોજ સવારે ઉઠતાં મનમાં બે સવાલ થાય છે. ક્યારેક એમ થાય કે બધુ પામી લેવું છે અને બીજો કે ક્યારેક બસ થોડું વિચારી લેવું છે. ત્યારે સવાલ માત્ર એક છે કે આ જીવનના સફરમાં કરવું શું ? ત્યારે અગત્યનું શું વિચારવું કે જીવું ? તો મુખ્ય રીતે જીવવું તે વર્તમાન છે અને વિચારવું તે ભૂતકાળ અને ભવિષ્ય આ બન્નેની વચ્ચેનો એક માર્ગ છે. ત્યારે જીવનમાં જો વિચારવું હોય તો સમય આપતા શીખો અને જો જીવવું હોય તો વિચારતા અને ભૂલતા તેને શીખો.

જીવનના આ સફરમાં સૌ પ્રથમ જો ખુશીથી રહેવું હોય તો તેમાં તેને માણી અને ખુશીને શોધો. તો જીવનને જીવવાની મજા આવશે. જો હાસ્ય સાથે જીવનને જોડો તો દરેક જગ્યા પરથી માત્ર ખુશી જ મળશે. જો વિચારો સાથે વિભિનતા રાખો તો જીવનમાં ઘણું કરી શકાય છે. ત્યારે સૌ પ્રથમ વિચારોને સકારાત્મ્ક્તા સાથે જોડતા જાવ તો વિચારોને આપ જાતેજ જીવનનો ધ્યેય નક્કી થઈ શકશે. જીવનમાં વિચારતા રહો તો ખાલી તેજ કરતાં રહી જશો. પણ જો જીવવું હોય તો વર્તમાનમાં કઈક શોધતા શીખો અને તેની સાથે બદલાવ લાવતા શીખો. સમય સાથે જો આટલું પરીવર્તન આવશે તો જ કઈક કરવાની આશા થશે સાથે તેનાથી જીવનમાં ઘણું બદલાશે.

તો વિચારતા થાવ વર્તમાનમાં અને જીવતા શીખો ખુદની સાથે આ જીવનમાં તો જ ઘણું મળી શકશે અને બદલી પણ શકશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.